• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, The Municipality Removed The Pressure Exerted By The Defiant For 35 Years, Accidents Were Happening Due To Illegal Pressure.

પાલિકાની કડક કાર્યવાહી:સુરતમાં માથાભારે દ્વારા 35 વર્ષથી કરાયેલું દબાણ પાલિકાએ દૂર કર્યું, ગેરકાયદે દબાણના કારણે અકસ્માતો થતા હતા

સુરએક મહિનો પહેલા
કતારગામ ઝોનના સ્થાનિક લોકોનો વર્ષો જૂનો પ્રશ્નોનો ઉકેલ આવ્યો - Divya Bhaskar
કતારગામ ઝોનના સ્થાનિક લોકોનો વર્ષો જૂનો પ્રશ્નોનો ઉકેલ આવ્યો

સુરતમાં કતારગામ ટીપી 3માં આવેલ મેઘવાળ કોલોની ખાતે આવેલ ટીપીના રોડને અડીને આવેલા પ્લોટનો કબજો મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કતારગામ ઝોનના અધિકારીઓ સિક્યોરિટી બંદોબસ્ત સાથે ડિમોલિશનના કાફલા સાથે કામગીરી કરવા પહોંચ્યા હતા. મેઘવાળ કોલોનીમાં અગાઉ થયેલ ડિમોલિશન સમયે અસરગ્રસ્ત ઝુંપડાવાસીઓને આ પ્લોટ ફાળવાયો હતો. પરંતુ પ્લોટ પર અન્યનો કબ્જો હતો. મનપાના કતારગામ ઝોન દ્વારા ફાઇનલ પ્લોટનો કબજો મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવતા દબાણ દૂર કરાયું હતું. આ પ્લોટ પર માથાભારે છેલ્લા 35 વર્ષથી દબાણ કરેલું હતું અને આ દબાણના કારણે અનેક અકસ્માતો થયા હતા.

મેઘવાળ કોલોનીમાં માથાભારે શખ્સ દ્વારા દબાણ કરવામાં આવતા કાર્યવાહી કરાઈ
કતારગામ વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી મેઘવાળ કોલોનીમાં દબાણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકો દ્વારા વારંવાર દબાણને લઈને રજૂઆતો કરવામાં આવતી હતી. પરંતુ માથાભારે શખ્સ દ્વારા પ્લોટ ઉપર દબાણ કરવામાં આવતા કોર્પોરેશન દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી ન હતી. પરંતુ જ્યારે સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્પોરેશનની જગ્યાએ કરવામાં આવેલા દબાણને સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યું હતું.

સ્થાનિક લોકોનો વર્ષો જૂનો પ્રશ્નોનો ઉકેલ આવ્યો
કતારગામ ઝોનના કાર્યપાલક ઇજનેર વી.એસ.ગણેશવાલા જણાવ્યું કે મેઘવાળ કોલોની ખાતે મહાનગરપાલિકાના પ્લોટ ઉપર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. જેના કારણે આ વિસ્તારમાંથી પસાર થતા વાહનચાલકોને અકસ્માતનો ભોગ બનતા હતા. તેમજ ટ્રાફિકજામ પણ થતી હતી. વારંવાર નોટિસ આપવા છતાં પણ આ પ્લોટ ઉપર અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા દબાણને માથાભારે શખ્સ દ્વારા દૂર કરવામાં આવ્યું ન હતું. આખરે આજે કોર્પોરેશનની ટીમ દ્વારા તમામ બાબતોની ઝીણવટભરી તપાસ કર્યા બાદ સુરક્ષા વ્યવસ્થા સાથે દબાણ દૂર કરવામાં આવ્યું હતું. 35 કરતાં વધારે વર્ષથી આ ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યો હોવાનું ધ્યાન પર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...