તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, The Jain Community Submitted An Application To The District Collector In Protest Of Anop Mandal And Demanded A Ban.

વિરોધ પ્રદર્શન:​​​​​​​સુરતમાં જૈન સમાજ દ્વારા અનુપ મંડળના વિરોધમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી પ્રતિબંધની માગ કરાઈ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જૈન ધર્મની લાગણી દુભાઈ હોવાની ક્લેકટરને રજૂઆત કરાઈ હતી. - Divya Bhaskar
જૈન ધર્મની લાગણી દુભાઈ હોવાની ક્લેકટરને રજૂઆત કરાઈ હતી.
  • પ્રતિબંધિત પુસ્તકોનું પ્રકાશન અટકાવવા બાબતે રજૂઆત કરાઈ

સુરતના શાસ્વત જૈન સંગઠન તેમજ અન્ય જૈન સંગઠન એકત્રિત થઈને અનુપ મંડળ દ્વારા કરવામાં આવતી ધર્મ વિરોધી પ્રવૃત્તિઓને લઈને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જૈન ધર્મના અનુયાયીઓ દ્વારા અનોપ મંડળ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગણી કરવામાં આવી છે. અનુપ મંડળ જૈન વિરોધી દુષ્પ્રચાર કરીને હિંદુ ધર્મ ને બદનામ કરવાનું ષડયંત્ર રચી રહ્યા હોવાની લાગણી વ્યક્ત કરી હતી.

ખોટા સાહિત્યને પ્રસરતું અટકાવવા માગ કરાઈ હતી.
ખોટા સાહિત્યને પ્રસરતું અટકાવવા માગ કરાઈ હતી.

જૈન ધર્મ વિષે ખોટો પ્રચાર કરાયાની લાગણી
અનુપ મંડળના રાષ્ટ્રીય અધ્યક્ષ અમૃત પ્રજાપતિ દ્વારા " જગત હિતકારણી " નામના પુસ્તકમાં હિંદુ ધર્મ અને જૈન ધર્મ વિશે ખૂબ મોટા પ્રમાણમાં ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ પુસ્તક ઉપર સરકાર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. છતાં પણ આ પુસ્તકનું પ્રકાશન અને વેચાણ બેરોકટોક થઇ રહ્યું છે. જેને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે આ પુસ્તકમાં જૈન ધર્મને અંધશ્રદ્ધાળુ અને દેશમાં આવતી તમામ મહામારીઓ પાછળનું કારણ દર્શાવવામાં આવ્યું છે. પરિણામે જૈન ધર્મની લાગણી દુભાય છે. ગામડાઓમાં જઇને જૈન ધર્મને લઈને દુષ્પ્રચાર કરવામાં આવે છે, તેમજ તેના અન્ય હોદ્દેદારો દ્વારા સોશિયલ મીડિયા ઉપર જૈન ધર્મના વિરોધમાં વીડિયો મુકવામાં આવી રહ્યા છે. જેને તાત્કાલિક હટાવી દેવાની માગ જૈન ધર્મના અનુયાયીઓ દ્વારા કરવામાં આવી છે.

તાત્કાલિક કડક પગલા લેવાની માગ કરાઈ હતી
તાત્કાલિક કડક પગલા લેવાની માગ કરાઈ હતી

સોશિયલ મીડિયાનો ખોટો ઉપયોગ
શાશ્વત જૈન સંગઠનમાં સભ્ય મલઈ મણિયારે જણાવ્યું કે, અનુપ મંડળના રાષ્ટ્રીય અધ્યક્ષ અમૃત પ્રજાપતિ અને તેના હોદ્દેદારો જૈન ધર્મ વિશે સોશિયલ મીડિયાનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે.યુટ્યુબ સહિત અન્ય સોશિયલ મીડિયા ઉપર જૈન ધર્મ વિરોધી ઇન્ટરવ્યૂ આપે છે. અલગ અલગ વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યા છે. જેમાં જૈન ધર્મની છબિ ખૂબ જ ખરડાઈ રહી છે.જેના કારણે સમગ્ર જૈન ધર્મમાં રોજ વ્યાપી રહ્યો છે. અનોપ મંડળ દ્વારા કરવામાં આવેલા કૃત્યને કારણે અમારી માગણી છે કે આ મંડળની ઉચ્ચસ્તરે તપાસ કરવામાં આવે, તેવો કોના ઇશારે કામ કરી રહ્યા છે અને જે પુસ્તકો ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તે પુસ્તકો અને કઈ રીતે તેઓ પ્રકાશન કરાવે છે અને લોકોમાં વિતરણ કરી રહ્યા છે.તેની તપાસ કરીને તેની સામે કાયદાકીય પગલાં લેવાની માગણી કરવામાં આવી છે.