કરુણા અભિયાન:સુરતમાં ઉત્તરાયણ પર્વ પર 20 જાન્યુઆરી સુધી ઘાયલ પક્ષીઓની વિશેષ સેન્ટરમાં સારવાર કરાશે

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઉત્તરાયણ પર્વને લઇ ઘાયલ પક્ષીઓ માટે 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન શરૂ - Divya Bhaskar
ઉત્તરાયણ પર્વને લઇ ઘાયલ પક્ષીઓ માટે 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન શરૂ

ઉતરાયણ પર્વને લઈ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલું કરુણા અભિયાન આવનારી 20 જાન્યુઆરી સુધી સુરત શહેર અને જિલ્લામાં શરૂ કરી દેવામાં આવ્યું છે. પતંગ ના દોરાથી ઘાયલ પક્ષીઓ ની સારવાર માટે કરુણા અભિયાન થકી વિશેષ સેન્ટર વન વિભાગ દ્વારા શરૂ કરાયું છે. આમ માટે વન વિભાગ દ્વારા હેલ્પલાઇન નંબર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેના થકી ઘાયલ પક્ષીઓ વિશે વધુને વધુ લોકો જાણકારી આપે તેવો અનુરોધ પણ કર્યો છે.

ઉતરાયણના કઈ પક્ષીઓ માટે કરુણા અભિયાન શરૂ
રાજય સરકાર દ્વારા અબોલ જીવના સંરક્ષણ માટે કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.જે અંતર્ગત સૂરત શહેર અને જિલ્લામાં ૨૦ જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચાલશે. સૂરત શહેર અને જિલ્લામાં પતંગની દોરીઓના કારણે ઘાયલ થયેલા પક્ષીઓને તુરંત સારવાર મળે તે માટે વન ભવન અડાજણ ખાતે ઘાયલ પક્ષીની સારવાર અર્થે વિશેષ સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે.તો આ સાથે રાજ્ય સરકારની ૧૯૬૨ કરુણા અભિયાન હેઠળ ૬ જેટલી એમ્બ્યુલન્સ પણ આ દિવસોમાં સેવારત રહેશે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.

વન વિભાગ દ્વારા હેલ્પ લાઈન નંબર જાહેર કરાયો
વન વિભાગ દ્વારા ઘાયલ પક્ષીઓના રેસ્કયું અને તુરંત સારવાર માટે હેલ્પ લાઈન નંબર. ૯૯૦૯૭૩૦૦૩૦ પણ જાહેર કરાયો છે. આ નંબર નાગરિકો અને સેવાભાવી સંસ્થાઓ માટે કાર્યરત કરવામાં આવ્યો છે.જે નંબર ઉપર ઘાયલ પક્ષી પંખી ના સારવાર માટે જાણ કરવા ખાસ તમામને અનુરોધ કરવામાં આવ્યો છે.

જુદી જુદી સામાજિક સંસ્થા જોડાઈ
કરુણા અભિયાનમાં પશુપાલન વિભાગ અને ૧૨ જેટલી સામાજિક સેવાભાવી સંસ્થાઓ પણ જોડાઈ છે અને તેઓના વોલિયન્ટર યુવાનો અને પશુ ચિકિત્સક પણ સેવા આપશે. સરકારી અને સંસ્થાકિય કુલ ૩૦ જેટલા સેન્ટર ઉપર પંખીઓ માટે સારવાર ઉપલબ્ધ રહેશે આ ઉપરાંત કામધેનુ યુનિવર્સિટી નવસારીના વેટરનરી તાલીમાર્થીઓ પણ સેવા આપશે.

અન્ય સમાચારો પણ છે...