વેપારી સાથે છેતરપિંડી:સુરતમાં ગુપ્તા બંધુઓએ 13.15 લાખનો કાપડનો માલ લીધા બાદ ઉઠમણું કર્યું

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વેપારીની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
વેપારીની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.(ફાઈલ તસવીર)
  • સલાબતપુરાના બેગમપુરામાં ભવાની ચેમ્બરમાં ગ્રે કાપડ ખરીદી ઠગાઈ

સુરતના સલાબતપુરાના બેગમપુરામાં ભવાની ચેમ્બરમાં કાપડનો વ્યવસાય કરતાં વેપારીને ઠગબાજ ગુપ્તા બંધુઓ ભેટી ગયા હતાં. કુબેર પ્લાઝા અને શ્રી કુબેરજી માર્કેટમાં દુકાન ધરાવતા ગુપ્તા બંધુઓએ તેમની પાસેથી ગ્રે વીસકોસ કાપડનો માલ ખરીદ્યા બાદ માલના બાકી લેવાના નીકળતા રૂપિયા 13.15 લાખ નહી ચુકવી દુકાન બંધ કરી રફુચક્કર થઈ ગયા હતાં.

કાપડનો જથ્થો ખરીદ્યો હતો
ભોગ બનનાર વેપારીએ ફોન કરતા ફોન પણ બંધ આવ્યા હતાં. બનાવને પગલે આખરે પોલીસે ઠગબાજ ગુપ્તા બંધુઓ સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ન્યૂ સિટીલાઈ પુષ્પવાટિકાની ગલી એસએમસી ગાર્ડનની બાજુમાં જીવીબા પાર્ક સોસાયટીમાં રહેતા હર્ષ રૂપેષભાઈ ઝવેરી(ઉ.વ.આ.24) બેગમપુરામાં ભવાની ચેમ્બરમાં ઈથોસ ફર્મના નામે ધંધો કરે છે. હર્ષ પાસેથી ગત તા. 22 ફેબ્રુઆરીથી 2 માર્ચના સમયગાળા દરમિયાન કુંભારીયા રોડ સારથી રેસીડેન્સીમાં રહેતા કાપડ દલાલ ચમન ગુપ્તા મારફતે રીંગરોડ કુબેર પ્લાઝમાં નયન ટેક્સટાઈલ નામે ધંધો કરતાં ભરત ગુપ્તાએ 11.30 લાખનો ગ્રે વીસકોસ કાપડનો માલ ખરીદ્યો હતો.

દુકાન બંધ કરી રફુચક્કર થયા
ખરીદીના રૂપિયામંથી 1.40 લાખ ચુકવી બાકીના નીકળતા રૂપિયા 9.90 લાખ અને સરોલીની શ્રી કુબેરજી માર્કેટમાં સંજીવની એન્ટરપ્રાઈઝના નામે ધંધઓ કરતા પવન ગુપ્તાએ રૂપિયા 26 ફેબ્રુઆરીના રોજ રૂપિયા 3.24 લાખનો માલ ખરીદ્યો હતો. બંન્ને વેપારીઓએ કુલ રૂપિયા 13.15 લાખની મતાનો ગ્રે વીસકોસ કાપડનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી ચુકવી દુકાન બંધ કરી રફુચક્કર થઈ ગયાહતાં. બનાવ અંગે પોલીસે હર્ષની ફરિયાદ લઈ ત્રણેય સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.