ટેબલેટ માટે રજૂઆત:સુરતમાં નમો ટેબલેટની માગ સાથે છાત્રાયુવા સંઘર્ષ સમિતિ દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઈ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થીઓએ ક્લેક્ટર કચેરીએ નારા લગાવી રજૂઆત કરી હતી. - Divya Bhaskar
વિદ્યાર્થીઓએ ક્લેક્ટર કચેરીએ નારા લગાવી રજૂઆત કરી હતી.
  • રાજ્ય સરકારે વિદ્યાર્થીઓ માટે જાહેરાત કરી હોવા છતાં હજી સુધી ન મળતા વિરોધ

રાજ્ય સરકાર દ્વારા કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને એક હજાર રૂપિયામાં ટેબલેટ આપવાની જાહેરાત કરી હતી. જેને કારણે અનેક વિદ્યાર્થીઓએ હજાર રૂપિયા યુનિવર્સિટીને ચૂકવ્યા હતા. પરંતુ વર્ષો વીતી ગયા બાદ પણ વિદ્યાર્થીઓએ આપેલા રૂપિયાના બદલે તેમને નમો ટેબલેટ આપવામાં આવ્યાં નથી. આવતીકાલે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સુરતની મુલાકાતે છે. તે પહેલા જ વિદ્યાર્થીઓએ કલેકટરને રજૂઆત કરીને પોતાની માંગણી પ્રબળ બનાવી છે.

નારેબાજી સાથે રજૂઆત
વિદ્યાર્થીઓએ જીતું વાઘાણી આવે છે. નામો ટેબલેટ લાવે છે. -ના નારા સાથે કલેકટરને રજૂઆત કરી હતી. છેલ્લા ત્રણ વર્ષથી વિદ્યાર્થીઓ પાસેથી નામો ટેબલેટના પૈસા લેવામાં આવ્યા છે.પરંતુ હજી સુધી વિદ્યાર્થીઓને નામો ટેબ્લેટ આપવામાં આવ્યું નથી. તે પૈસા ક્યાં ગયા તે પણ સરકાર દ્વારા કહેવામાં આવ્યું નથી.

અગાઉ અનેક રજૂઆત કરાઈ
વિદ્યાર્થી નેતા દર્શિત કોરાટે જણાવ્યું કે, આજ સુધી યુનિવર્સિટીમાં આ જ બાબતે 57 વખત રજૂઆત કરવામાં આવી. 3 વખત ગાંધીનગર સચિવાલય ખાતે રજુઆત કરવામાં આવી. 27 વખત કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં હજી સુધી કોઈ પણ સકારાત્મક અભિગમ બહાર આવ્યો નથી. સરકાર માત્ર મોટી મોટી જાહેરાતો કરે છે. પરંતુ વિદ્યાર્થીઓને તેનો લાભ ખરા અર્થમાં મળતો નથી. આવતીકાલે રાજ્યના શિક્ષણ મંત્રી સુરત આવવાના છે. ત્યારે અમારી આ સમસ્યાનો ઉકેલ આવે તે જરૂરી છે.