• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, The Congress Protested Against The Increase In The Prices Of Essential Commodities, Wearing Vegetable Necklaces

વિરોધ પ્રદર્શન:સુરતમાં કોંગ્રેસ દ્વારા જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ વધારા મુદ્દે વિરોધ, શાકભાજીના હાર પહેરી દેખાવો કર્યા

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લઠ્ઠાકાંડ સહિતના મુદ્દાઓની નારેબાજી કરવામાં આવી

સુરત કોંગ્રેસ દ્વારા મોંઘવારી સામે ભાજપ સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો. કલેકટર કચેરીની બહાર શાકભાજીના હાર પહેરી સરકાર વિરુદ્ધ નારેબાજી કરી કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

રોજિંદી ચીજ વસ્તુઓના ભાવના વધારાથી વિરોધ

હાલમાં સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર વિરુદ્ધ મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યા છે તેવા માં સુરત કલેકટર કચેરીની બહાર કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અલગ અલગ બેનરો અને પોસ્ટરો સાથે રાખી શાકભાજીના હાર પહેરી વિરોધ નોંધાવ્યો હતો. દિવસે ને દિવસે શાકભાજી, દૂધ ,છાસ સહિત જીવન જરૂરિયાતની વસ્તુઓમાં થયેલા ભાવ વધારાને પગલે સુરત કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો

છત્તીસગઢના કેબિનેટ મંત્રી હાજર રહ્યા

લઠ્ઠા કાંડ અને દારૂ જેવા મુદાઓ સાથે ભાજપ સરકાર વિરુદ્ધ નારેબાજી કરી વિરોધ નોંધાવ્યો હતો.જેમાં સુરતના કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ છત્તીસગઢના કેબિનેટ મંત્રી શિવકુમાર દહેરીયા તેમજ દક્ષિણ ગુજરાતના પ્રભારી બી એમ સંદીપ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...