• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, The Congress Protested Against The BJP Government's Five year Celebration, Saying The State Government Had Emptied The Coffers

વિરોધ પ્રદર્શન:સુરતમાં કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારની પાંચ વર્ષની ઉજવણીનો વિરોધ, કહ્યું-રાજ્ય સરકારે તાયફા કરી તિજોરી ખાલી કરી

સુરત3 મહિનો પહેલા
કોંગ્રેસ દ્વારા સરકારની ઉજવણી સામે વિરોધ પ્રદર્શન કરાયું હતું.
  • સરકારની ઉજવણી સામે કોંગ્રેસ રોજે રોજ કાર્યક્રમ આપશે

સુરતમાં રાજ્ય સરકારના 5 વર્ષની સફળતાની ઉજવણીને કોંગ્રેસે સરકારી તિજોરી ખાલી કરી કરાતી હોવાની ઇતિહાસની પ્રથમ ઉજવણી ગણાવી વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસ આજથી નવ દિવસ અલગ અલગ અભિયાનો ચલાવી સરકારની નિષ્ફળતા બાબતે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરીશું એમ કોંગ્રેસ પ્રમુખ નૈષધ દેસાઈએ જણાવ્યું હતું. સાથે કોંગ્રેસી કાર્યકરો દ્વારા સરકારની નિષ્ફળતાને ઉજાગર કરતાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

વેક્સિન પણ લોકો સુધી પહોંચી નથી
નૈષધ દેસાઈ (કોંગ્રેસ,સુરત શહેર પ્રમુખ) એ જણાવ્યું હતું કે, છેલ્લા 200 વર્ષના રેકોર્ડમાં જે એ મૃત્યુ થયા છે એ છેલ્લા બે વર્ષમાં નોંધાયા છે. મહામારીમાં સારવાર દરમિયાન મોતને ભેટેલા 99 ટકા મૃત્યુ કોરોનામાં ન ગણાવી સરકારે લોકો સાથે અન્યાય કર્યો છે. 25 ટકા લોકોને જ વેક્સિનેટ કરાયા છે. સરકારના નાણાં પ્રચાર પ્રસાર માટે વપરાય રહ્યા છે. આરોગ્ય બચાવ અભિયાનમાં આજે ધરણા કરી લોકોને જાગૃત કરીશું.

સિવિલ હોસ્પિટલના ગેટ સામે બેસી કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સિવિલ હોસ્પિટલના ગેટ સામે બેસી કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સરકારી શિક્ષણ નાબૂદ કરવાનો પ્રયાસ
શિક્ષણ બચાવ અભિયાનમાં સરકારી ગ્રાન્ટથી ચાલતી કોલેજોને નેસ્તનાબૂદ કરવાનું ષડયંત્ર ઉઘાડું પાડી શિક્ષણને વેપાર બનાવનારા સામે અભિયાન ચલાવીશું. 110 વર્ષ પહેલાં સાર્વજનિક સોસાયટીને દાનમાં અપાયેલી જમીન પાછળનો મુખ્ય હેતુ ગરીબોને શિક્ષણ આપવાનો હતો. પણ આજે એ જ જમીન પણ સ્વનિર્ભર કોલેજો ને મળેલી મજૂરી એટલે શ્રીમંતનું બાળક જ શિક્ષણ મેળવી શકે અને ગરીબનું બાળક શિક્ષણ વંચિત રહી એની સામે આંદોલન કરી અભિયાન કરીશું તેમ કોંગ્રેસના નેતાએ કહ્યું હતું.

કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર સામે નારેબાજી કરાઈ હતી.
કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર સામે નારેબાજી કરાઈ હતી.

તમામ મોરચે સરકાર નિષ્ફળ-કોંગ્રેસ
100 કરોડના રાશનના ભ્રષ્ટાચાર સામે આવ્યા બાદ અન્ન અધિકાર અભિયાન એટલે ભૂખ્યાજનોની અન્ન નીતિ સામે અન્ન અભિયાન કરી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરીશું. મહિલાઓના શોષણમાં આખા દેશમાં ગુજરાત 6ઠ્ઠા ક્રમે આવી ગયું છે એ જ સરકારની સફળતાની હકીકત બતાવે છે. દર વર્ષે 3 કરોડ લોકોને રોજગારી આપવાના વચનો આપી વડાપ્રધાન પદની જવાબદારી સંભાળી રહેલા મોદી રાજના 8 વર્ષમાં 14 કરોડ લોકો બેરોજગાર બન્યા. 90 ટકા સરકારી કચેરીઓમાં જગ્યાઓ ખાલી છે પણ ભરવામાં નથી આવતી એ બાબતે સરકાર જવાબ આપે.વધુમા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારનું 35 હજાર કરોડ નું દેવું આજે 18 લાખ કરોડ પર ચાલી ગયું આટલો વિકાસ ગુજરાતની ધરતી પર શોધતા પણ જડતો નથી એ સરકારી રિપોર્ટ કહી રહ્યા છે. ભાજપની દેવા આધારિત વિકાસની વ્યાખ્યા એ લોકોને દેવાદાર બનાવી દીધા હોય એમ કહી શકાય છે.