તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, The Congress Organized A Walk In Protest Of The State Government's Celebrations, Saying That The Wrong Policies Of The BJP Have Increased The Annoyance Of The People.

વિરોધ પ્રદર્શન:સુરતમાં કોંગ્રેસે રાજ્ય સરકારની ઉજવણીના વિરોધમાં પદયાત્રા યોજી કહ્યું,-ભાજપની ખોટી નીતિઓથી લોકોને હેરાનગતિ વધી

સુરત2 મહિનો પહેલા
કોંગ્રેસ દ્વારા પદયાત્રા યોજીને વિરોધ પ્રદર્શન કરાયું હતું.
  • કોંગ્રેસ દ્વારા ક્રાંતિ દિવસના ભાગરૂપે મક્કાઈ પુલથી જિલ્લા સેવાસદન સુધી પદયાત્રા યોજાઈ

સુરત શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી પાંચ વર્ષ પૂર્ણ થવાને લઈને જે કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી હતી, તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. મકાઈ પુલ સ્વામી વિવેકાનંદ સર્કલથી જિલ્લા સેવા સદન સુધી પદયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના નેતાઓ કાર્યકર્તાઓ અને મજદૂર સંઘના લોકો જોડાયાં હતાં. સાથે જ કોંગ્રેસી નેતાઓએ કહ્યું કે, ભાજપની ખોટી નીતિઓના કારણે જ લોકોને આજે હેરાનગતિનો સામાનો કરવો પડી રહ્યો છે.

તમામ મોરચે સરકાર નિષ્ફળ રહ્યાના આક્ષેપ
સરકારે રાજ્યમાં અને દેશની અંદર બેરોજગારીની મોટી સમસ્યા ઊભી કરે છે. જ્ઞાન દિવસની ઉજવણી કરી, પરંતુ આજે શિક્ષણ માં મોટાપાયે લુપ્ત થઈ રહી છે. શાળાઓનું ખાનગીકરણ કરવામાં સરકારે કોઈ કસર રાખી નથી. કોરોના સંક્રમણ કાળમાં લોકો આર્થિક ભીંસમાં મુકાયેલા છતાં પણ શાળાના સંચાલકોએ વાલીઓ પાસેથી નફ્ફટાઈ પૂર્વક પધરાવી છે. આરોગ્યક્ષેત્રે પણ ખાનગી હોસ્પિટલોએ કોરોના દરમિયાન લૂંટ ચલાવી હતી તેવા આરોપ મૂક્યાં હતાં.

મહિલા અને પુરૂષ કાર્યકરો રેલીમાં જોડાયાં હતાં
મહિલા અને પુરૂષ કાર્યકરો રેલીમાં જોડાયાં હતાં

ખેડૂતોની હાલત દયનિય થઈ
કોંગ્રેસ નેતા નૈષધ દેસાઈએ જણાવ્યું કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના હુમલાઓ વચ્ચે અમે ગાંધીજીને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. નરેન્દ્ર મોદી અને અમિત શાહની સામે લાઠી ગોળી ખાઈને પણ લડીશું. દેશમાં અને રાજ્યમાં કામદારો અને ખેડૂતોની જે દયનિય સ્થિતિ સર્જાઈ છે. તેની સામે અમે સતત અવાજ ઉઠાવતા રહીશું. ખેડૂતો આજે દેવામાં ડૂબ્યાં છે. કામદારોની સ્થિતિ દયનીય થઇ છે. આજે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. પંજાબ થઇને દિલ્હી સુધી અને ગુજરાતમાં પણ ખેડૂત આંદોલનના પડઘાં પડયાં છે. પરંતુ આ સરકાર માત્ર ઉદ્યોગપતિઓના સહારે આગળ વધી રહી છે.