સુરતમાં રાજસ્થાનની બોગસ ડોક્ટરની ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. બોગસ ડોકટરની ટોળકી દ્વારા અલથાણની મહિલા ડોક્ટરની માતાના ઘૂંટણના ભાગમાં ગંદકીનો ભરાવો થયો છે. તે ચુસકી મારીને બહાર કાઢવો પડશે એમ કહી ઘુંટણના ભાગે બ્લેડથી કાપો મારી પિત્તળની ભૂંગળી ઉપર મુક્યા બાદ ચુસ્કી મારી હતી. એક ચુસ્કીના રૂપિયા 6 હજાર લેખે 6 લાખની માંગણી કરી હતી. ત્યાર બાદ બળજબરીપૂર્વક 1 લાખ પડાવ્યા હતા. જોકે મહિલા ડોક્ટરને શંકા જતા તેણીએ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર આવી ત્રણ બોગસ ડોક્ટરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઘૂંટણનો બોગસ ડોક્ટર ઈલાજ કરી લાખો રૂપિયા લઇ ગયા
અલથાણ કેનાલ રોડ શિવ સોમેશ્વરા એન્કલેવની ગલીમાં આકાશ ઈક્કો પોઈન્ટ ખાતે રહેતા અને ફીઝીયોથેરાપી હોમસર્વીસ તરીકે કામ કરતા ડો. દિનાબેન યોગેશભાઈ પટેલ ગઈ તા 22મી ફેબ્રુઆરીના રોજ તેના 59 વર્ષીય માતા સાથે ચાલતા ચાલતા ઓક્સિજન પાર્ક ગાર્ડન ખાતે જતા હતા.તે વખતે વેકેન્ઝા એપાર્ટમેન્ટની સામે રોડ ઉપર એક અજાણ્યો ઉભો હતો. તેણે તેની માતાને પગમાં દુઃ ખતું હોવાનું કહી વાતમાં ભોળવી લીધા હતા. તાત્કાલિક દુઃ ખાવો દૂર કરી નાખે તેવા માણસો સાથે સંપર્ક કરાવી ને તેના ઘરે જઈ એક લાખ રૂપિયા પડાવી લીધા હતા.
પોતાની માતાનું નામ લઇ ડોકટરની માતાને ભોરવવામાં આવી
ગાર્ડન તરફ લંગડાતા લંગડાતા જઈ રહેલા દીનાબેનને અજાણ્યા યુવકે કહ્યું હતું કે ‘આંટી આપકે ઘુંટણ મેં તકલીફ હે, મેરી મમ્મી કો ભી ઐસા હી થા બટ વિધાઉટ ઓપરેશન ઠીક ક૨ દીયા' એવું કહ્યું હતું. જેથી દીનાબેને તેને ડોક્ટર વિશે પૂછતા ‘મેરી મમ્મા કો પતા હૈ ડોકટર કા નંબર ભી મેરી મમ્મા કો પતા હૈ આપકો મેરી મમ્મા કા નંબર દેતા હું' કહી આરતી નામની મહિલાનો મોબાઈલ નંબર આપ્યો હતો. આરતીને ફોન કરતા તેઓએ ડોકટર આર.મર્ચન્ડનો નંબર આપ્યો હતો. ડો.આર. મર્ચેન્ડએ ઘૂંટણની તકલીફ સારી થઈ જશે. પરંતુ હાલમાં અમો વ્યસ્ત હોય અને 27મી ફેબ્રુઆરીથી એપોઈમેન્ટ આપી હતી. પરંતુ તે દિવસે નહી આવી બીજા દિવસે એટલે 28 ફેબ્રુઆરીના રોજ બારેક વાગ્યાના આરસામાં હાફીજ મહમદ અબ્દુલ અને મહમદ આસીફ હાફીજ મહમદ (ઉ.વ.32) ઘરે આવ્યા હતા.
બોગસ ડોક્ટરની ટીમે ઈલાજના નામે ઠગાઈ કરી
ડોક્ટર તરીકે ઓખળ આપનાર આ બંને જણાએ દીનાબેનની માતા રાઈબેનને ઘુંટણ તપાસી બંને ઘુંટણના ભાગે ગંદકીનો ભરાવો થયો છે. તે ચુસકી મારીને બહાર કાઢવો પડશે. તેમ કરી ઘુંટણના ભાગે બ્લેડથી કાપો મારી તેના ઉપર પિત્તળની ભૂંગળી મુકી ચુસકી મારી ઘુંટણના ભાગમાંથી ગંદકી બહાર કાઢી છે. તેઓ નાટક તેમની સામે કર્યું હતું. બોગસ ડોક્ટરની આ ટોળકી દ્વારા ઈલાજ કરવા પેટે એક ચુસકીના 6 હજાર રૂપિયા માંગ્યા હતા. અને આવી તેમણે 100 ચુસકી મારી હોવાનું કહ્યું હતું. જેને લઇ ચુસકીના નામે ઘૂંટણના ઈલાજના 6000 રૂપિયાની ચુસકી લેખે 6 લાખની માંગણી કરી હતી.અને આખરે 1 લાખ બળજબરીપૂર્વક પડાવ્યા હતા.
પોલીસે ત્રણ બોગસ ડોકટરોની ધરપકડ કરી
બળજબરીપૂર્વક એક લાખ રૂપિયા પડાવી લીધા બાદ બોગસ ડોક્ટરની ટોળકીએ બાકીના પાંચ લાખની માંગણી કરી હતી. અને ન આપતા ગાળાગાળી કરી હતી. જોકે ડોક્ટર દિનાબેનને શંકા જતા પોલીસને ફોન કરતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. અને દીનાબેનની ફરિયાદને આધારે સ્થળ પર આવેલા બંને બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યા હતા જ્યારે રસ્તામાં ખોટું બોલી ફસાવનાર ને પણ પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે આ ગુનામાં કુલ ત્રણ જેટલા બોગસ ડોક્ટરની ધરપકડ કરી છે.
ગાર્ડનમાં ચાલતા વૃદ્ધોને બનાવતા હતા શિકાર
રાજસ્થાની બોગસ ડોક્ટર ટોળકીની ધરપકડ કર્યા બાદ તેમની મોડેસ ઓપરેન્ડી વિશે એસીપી ઝેડ આર દેસાઈએ જણાવ્યું હતું કે આ ટોળકી મૂળ રાજસ્થાનની છે. અને ખાસ કરીને વૃદ્ધ લોકોને ઈલાજમાં બહાને ટાર્ગેટ કરે છે. સુરતમાં અલથાણ સહિત જુદા જુદા વિસ્તારોમાં જે ગાર્ડન અને વોકે બનાવવામાં આવ્યા છે ત્યાં ટોળકીનો એક માણસ ઉભો રહે છે અને વૃદ્ધ વ્યક્તિને પગમાં હાથમાં દુખાવા થતો હોય તો તેને મટાડી આપવા અંગેની આ ટોળકી વિશે વાત કરે છે. અને વાતમાં ભોળવી દેવામાં આવે છે. ત્યારબાદ આ ટોળકી દુખાવાની જગ્યાએથી ગંદકી કાઢવાના ચુસકી કરવું પડશે તેવું કઈ લાખો રૂપિયા પડાવી લેતી હતી. પોલીસને આ પ્રકારની ફરિયાદ મળતા પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને ત્રણ જણની ધરપકડ કરી લીધી છે.
બોગસ ટોળકી પકડાયા બાદ શહેરમાંથી અનેક ભોગ બનનાર સામે આવ્યા
અલથાણ પોલીસ મથકમાં ઘૂંટણ સહિત શરીરના અન્ય અંગોના દુખાવા દૂર કરવા ચુસ્તીનો ઈલાજ કરનાર બોગસ ડોક્ટરની આ ટોળકી અને લોકોને પોતાનો નકલી ઈલાજનો શિકાર બનાવી ચૂકી હતી. ત્યારે આ ટોળકી અલથાણ પોલીસના હાથે ઝડપાયું હોવાનું લોકોને ખબર પડતા આ ઈલાજના નામે ભોગ બનેલા 20 થી વધુ લોકો ફરિયાદ આપવા અલથાણ પોલીસ મથક પહોંચ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.