તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીનો થનગનાટ:સુરતમાં 'આ વખતે AAP'ની મહેંદી સાથે કાર્યકર્તા શિક્ષિકાએ પ્રચારની અનોખી રીત અપનાવી

સુરત25 દિવસ પહેલા
વોર્ડ નંબર 16, આ વખતે AAPના લખાણ સાથેની હાથમાં મહેંદી મૂકી.
  • મહેંદી દ્વારા AAPને મતદાન કરવા અપીલ કરી

ચૂંટણીના રંગમાં મહિલાઓની મહેંદીમાં પણ ચૂંટણી પ્રચારનો રંગ લાગ્યો છે. સુરતના વોડ નંબર 16ની એક મહિલા કાર્યકર્તાએ પોતાના હાથમાં મહેંદી મૂકી એક મોકો AAPને જેવું લખાણ લખી AAPને મતદાન કરવા અપીલ કરી છે. આપ ની મહિલા કાર્યકર્તાના ચૂંટણી પ્રચારની અનોખી રીતથી તેઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. શિક્ષિકા તરીકે નોકરી કરતા સંગીતાબેન 2014 માં કેજરીવાલજીના ચૂંટણી પ્રચાર થી પ્રભાવિત થઈ આપ માં જોડાયા હોવાનું કહી રહ્યા છે. એટલું જ નહીં પણ આપ એક માત્ર એવી રાજકીય પાર્ટી છે જ્યાં એજ્યુકેટેડ અને પ્રામાણિક નેતાઓ અને ઉમેદવારો સહિત મોટી કાર્યકર્તાઓ ની ટીમ છે.

પુણા ગામની નાલંદા શાળામાં પ્રાથમિક વિભાગમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે.
પુણા ગામની નાલંદા શાળામાં પ્રાથમિક વિભાગમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે.

કેજરીવાલના પ્રભાવિત ચૂંટણી પ્રચારથી પ્રેરિત થઈ આપમાં જોડાયા
સંગીતા જગદીશભાઈ સરવૈયા (ઉ.વ. 25 રહે સત્ય નારાયણ સોસાયટી, ખોડીયાળ એપાર્ટમેન્ટ પુણા ગામ) એ જણાવ્યું હતું કે તેઓ પુનાગામની નાલંદા શાળામાં પ્રાથમિક વિભાગમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. પરિવારમાં માતા-પિતા અને એકનો એક ભાઈ જે હાલ વડોદરામાં MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેઓ મૂળ જેતપુર પેઢલાના રહેવાસી છે 2014માં કેજરીવાલના પ્રભાવિત ચૂંટણી પ્રચારથી પ્રેરિત થઈ આપમાં જોડાય હોવાનું કહી રહી છે. હાલ પાર્ટીમાં તેઓ બુથ લેવલના કામો સાંભળી રહ્યાં છે.

પોતાના હાથે પોતે જ મહેંદી મૂકી હતી.
પોતાના હાથે પોતે જ મહેંદી મૂકી હતી.

હાથમાં મહેંદી મૂકી પ્રચારનો અનોખો પ્રયોગ શરૂ કર્યો
વધુમાં જણાવ્યું હતું કે, એક મહિલા કાર્યકર્તા તરીકે તેઓએ પોતાના જ હાથમાં મહેંદી મૂકી પ્રચારનો અનોખો પ્રયોગ શરૂ કર્યો છે. મહેંદીમાં આપ, આ વખતે માત્ર આપ, વોર્ડ નંબર 16 સહિત અનેક ઓળખ નંબર કે ચિહ્નો આપવાનો પ્રયાસ કર્યો છે. સંગીતાબેનનું કહેવું છે કે, આપના એજ્યુકેટેડ અને પ્રામાણિક સભ્યો સાથે કામ કરીને ગૌરવ થાય છે. કેજરીવાલજીના રસ્તે ચાલવાવાળા જ દેશ ના સાચા નેતા કહી શકાય છે. દિલ્હીમાં સસ્તી વીજળી, મફત પાણી, ઓછા પૈસામાં શિક્ષણ જેવી નીતિઓને લઈ આપ આજે દિલ્લીવાસીઓમાં હૃદયમાં ઘર કરી ગયું છે. એટલે હું કહું છું મને ગૌરવ છે કે હું આપની સભ્ય અને કાર્યકર્તા છું.

2014માં કેજરીવાલના પ્રભાવિત ચૂંટણી પ્રચારથી પ્રેરિત થઈ આપમાં જોડાય.
2014માં કેજરીવાલના પ્રભાવિત ચૂંટણી પ્રચારથી પ્રેરિત થઈ આપમાં જોડાય.

આપના ઉમેદવારો વિજય બની સુરતની દિશા નહિ દશા સુધારે તેવી આશા
વધુમાં કહ્યું હતું કે, હું ચોક્કસ આપના ઉમેદવારો વિજય બની સુરતની દિશા નહિ દશા સુધારે એવું આશા રાખું છું. એટલે આ વખતે મહિલા નું પ્રિય શૂણગાર એટલે મહેંદી માં આપ ને લઈ ને પ્રચાર નું મધ્યામ બનાવ્યું છે. હાથમાં મહેંદીની ડિઝાઇનમાં આપ અને વોર્ડ નંબર લખી પ્રચાર મેં અનોખો બનાવવાનો પ્રયાસ કરી રહી છું. જેની પાછળ માત્ર 20 મિનિટમાં જ સમય જાય છે. હાલ મેં મારા જ હાથ પર મૂકી છે પણ આગામી દિવસોમાં બને એટલી મહિલા કાર્યકર્તાઓ હાથ પર મૂકી એ લોકો પ્રચારમાં જોડાય એવી આશા રાખું છું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો