ખાડા પૂરી વિરોધ:સુરતમાં આમ આદમી પાર્ટીએ ખરાબ રસ્તાને ભ્રષ્ટાચારના ખાડા ગણાવી પ્રદર્શન કર્યુ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્થાનિકોને સાથે રાખીને આપ દ્વારા ખાડા પૂરવાનો કાર્યક્રમ અપાયો હતો. - Divya Bhaskar
સ્થાનિકોને સાથે રાખીને આપ દ્વારા ખાડા પૂરવાનો કાર્યક્રમ અપાયો હતો.
  • અઠવાગેટથી ચોક બજાર સુધી રોડ પર પડેલા ખાડા પૂરવાનો કાર્યક્રમ અપાયો

ભારે વરસાદને કારણે સુરતના રસ્તાઓ બિસ્માર બન્યા છે. ઠેર ઠેર ખાડાઓ પડ્યાં છે. જેથી આમ આદમી પાર્ટી દ્વારા ખાડા પૂરવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. રસ્તા પર પડેલા ખાડાઓ પૂરીને આમ આદમી પાર્ટીએ કહ્યું કે, આ ભ્રષ્ટાચારના ખાડા પડ્યા છે. તેને ઈમાનદાર આમ આદમી પાર્ટી દ્વારા પૂરવામાં આવ્યાં છે.

ખાડાઓ ભરવાનો કાર્યક્રમ રાજ્યભરમાં આપવાની વાત કરાઈ હતી
ખાડાઓ ભરવાનો કાર્યક્રમ રાજ્યભરમાં આપવાની વાત કરાઈ હતી

સરકારની નબળી કામગીરી
આમ આદમીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, સરકાર દ્વારા દર વર્ષે વરસાદ પછી નબળી કામગીરી કરવામાં આવે છે. જેના કારણે ખાડાઓ પડે છે. નક્કર કામગીરી થતી નથી. સરકારની નબળી કામગીરીને ઉજાગર કરવાની વાત છે. સરકાર માત્ર નબળા કામ કરીને લોકોના વાહનો અને સ્વાસ્થ્ય સાથે પણ રમત રમે છે.

ગોપાલ ઈટાલિયાએ ખાડા પૂરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો
ગોપાલ ઈટાલિયાએ ખાડા પૂરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો

ગુજરાત ભરમાં કાર્યક્રમ અપાશે
ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે આપ દ્વારા ગુજરાતભરમાં ખાડા પૂરવાનો કાર્યક્રમ આપીને સરકારની નબળી કામગીરીને ઉજાગર કરવામાં આવશે. સાથે જ ઝડપથી સારા રસ્તા બને અને દર ચોમાસે તૂટે નહી તે પ્રકારની કામગીરી કરવી જોઈએ તેમ પણ વધુમાં જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...