તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, Swimmers Try To Stay Healthy By Swimming In The Causeway Water On The Tapi River With The Swimming Pool Closed.

સ્વાસ્થ્ય જાગૃતિ:સુરતમાં તરવૈયાઓ સ્વિમિંગ પૂલ બંધ રહેતા તાપી નદી પરના કોઝ વેના પાણીમાં તરીને તંદુરસ્ત રહેવા પ્રયાસ કરે છે

સુરત4 મહિનો પહેલા
ભારે ગરમીમાં ઠંડક મેળવવા તરવૈયાઓ કોઝ વેમાં ધુબાકા મારીને સ્વાસ્થ્ય જાળવી રાખવા પ્રયાસ કરે છે.
  • કોરોના મહામારી વચ્ચે પણ નિયમિત તરતા તરવૈયાઓ કોઝવેમાં તરે છે

કોરોનાની માહામારી અને ગરમીના પ્રકોપ વચ્ચે તરવૈયાઓએ કોઝવેમાં છલાંગ મારી ઠંડા ઠંડા કુલ કુલની મજા માણવા મજબુર બન્યા છે. છેલ્લા દોઢ વર્ષથી તમામ સ્વિમિંગ પૂલો બંધ રહેતા તરવૈયાઓ કોઝવેમાં કુદી સ્વિમિંગની સાથે તંદુરસ્ત રહેવાનો અનોખો પ્રયોગ શોધી કાઢ્યો છે. તરવૈયાઓનું કહેવું છે કે, જ્યારે કામ ધંધા જ બંધ છે તો આખો દિવસ ઘરમાં બેસીને સ્વાસ્થ્યને અશક્ત બનાવવા કરતા સ્વિમિંગ કરી તંદુરસ્ત રહી શકાય છે. વિજ્ઞાન પણ કહે છે કે, માત્ર 30-45 મિનિટના સ્વિમિંગથી આખો દિવસ ફ્રેશ અને હેલ્ધી રહી શકાય છે.

સુગરના દર્દીઓ માટે સ્વિમિંગ સારી કસરત
સ્વિમિંગથી શરીરના તમામ અંગોની કસરત એક સાથે થઈ જતી હોવાનું કહેતા તરવૈયાઓએ ઉમેર્યું કે,ડાયાબિટિસ એટલે કે, સુગરના દર્દીઓ માટે સ્વિમિગ ઘણું જ ઉપયોગી સાબિત થઇ રહ્યું છે. સ્વિમિંગ શ્વાસો શ્વાસની કસરત માટે ખૂબ જ કારગાર છે. એટલે ડોક્ટરો પણ ઘણીવાર કહેતા હોય છે કે સ્વિમિંગ ચાલુ કરી દો આયુષ્ય 5 વર્ષ લાબું થઈ જશે. આટલા ફાયદા હોય તો પછી ડર કે આગે જીત હે,એમ માનીને કોઝવેમાં તરી લઈએ છીએ.

સવારના સમયે નિયમિત રીતે તરવૈયા કોઝ વેમાં તરવા આવે છે.
સવારના સમયે નિયમિત રીતે તરવૈયા કોઝ વેમાં તરવા આવે છે.

સ્વિમિંગ પૂલ બંધ રહેતા કોઝ વે જ વિકલ્પ
આ વર્ષે ઉનાળો સૌથી ગરમ રહ્યો છે. ગરમીના પ્રકોપથી બચવા સ્વિમિંગ જ એક રસ્તો છે. કોરોનાની માહામારીને લઈ તમામ સ્વિમિંગ પૂલો બંધ કરાયા છે. આવા સમયમાં તરવૈયા પાસે ઓપન સ્કાય કોઝ વે જ એક વિકલ્પ છે. એટલે લગભગ તમામ જૂના મિત્રો હાલ કોઝવે પર મળીને એકબીજાના હાલ ચાલ પૂછી પાણીમાં છલાંગ મારી ઠંડા ઠંડા કુલ કુલની મજા લઈ રહ્યા છે. એટલું જ નહીં પણ આવા સમયમાં કેટલાક તરવૈયાઓ પોતાના બાળકોને પણ પાણીની રમતના દાવ પેચ શીખવી રહ્યા છે.

પીઠ તરવૈયા દ્વારા નાના બાળકોથી લઈને યુવકોને તરવાની ટ્રેનિંગ પણ આપે છે.
પીઠ તરવૈયા દ્વારા નાના બાળકોથી લઈને યુવકોને તરવાની ટ્રેનિંગ પણ આપે છે.

તરવૈયા ટ્રેનિંગ પણ આપે છે
ધર્મેશ ઝવેરી (સ્વિમર) એ કહ્યું હતું કે, લગભગ કોઝવેમાં ન્હાવા એટલે કે સ્વિમિંગ માટે જતા તમામ સિનિયર સિટીઝન કે પછી સારામાં સારા તરવૈયાઓ છે. જેઓ સ્વિમિંગના બધા પાઠ ભણી ચુક્યા છે. અનેક રાજ્ય કક્ષાની કે નેશનલ લેવલની સ્પર્ધામાં ભાગ લઈ ચૂક્યા છે. કેટલાક સ્વિમર તો એવા પણ છે કે, જેઓ ફાયરના જવાનોને મુસિબતમાં પાણીમાં ડૂબતા વ્યક્તિને પાણીના પેટાળમાંથી બહાર કેમ અને કેવી રીતે કાઢી શકાય એની ટ્રેનિંગ પણ આપતા આવ્યા છે.