તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Market Workers In Surat Stopped Their Employment And Took Tiffins To Get Vaccinated, Lined Up From 4 Am And Got Number 58

વેક્સિન મળશે?:સુરતમાં માર્કેટના કામદારો રોજગાર-ધંધો બંધ કરી ટીફિન લઈને રસી લેવા પહોંચ્યા, સવારે 4 વાગ્યાથી લાઈનમાં લાગ્યા અને નંબર મળ્યો 58

સુરત3 મહિનો પહેલા
કામદારોએ ટીફિન લઈને રસી લેવા લાઈનો લગાવી.
  • સરકાર એક તરફ વેક્સિન લેવા માટે આગ્રહ કરે છે બીજી તરફ વેક્સિનનો જથ્થો નથી

સુરતમાં વેક્સિનના ડોઝ ઓછા આવતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આજે 114 સેન્ટર પર કોરોનાની વેક્સિન મળી રહી છે. જોકે, તમામ સેન્ટર બહાર લાઈનો લાગી હોયા તેવા દૃશ્યો સામે આવ્યા છે. જ્યારે સુરત ટેક્સટાઈલ માર્કેટના કામદારોની હાલત સૌથી વધુ કફોડી છે. કામદારો રોજગાર-ધંધો બંધ કરી ટીફિન લઈને રસી લેવા લાઈનમાં લાગ્યા છે. જોકે, કલાકો ઉભા રહેવા છતાં પણ રસી મળે તેવી કોઈ શક્યતાઓ દેખાઈ રહી ન હોવાનું કામદારો જણાવી રહ્યા છે. દુકાનદાર ગુલાબ અગ્રવાલે જણાવ્યું હતું કે, કારીગર સવારે 4 વાગ્યાથી લાઈનમાં લાગ્યો છે. છતાં તેને 58મો નંબર છે.

રસી માટે ચાર દિવસથી ધક્કા ખાઈ છે
ગુલાબ અગ્રવાલ (દુકાનદાર)એ જણાવ્યું હતું કે, પાલિકાના અધિકારીઓ વેક્સિન લો નહીં તો કાલથી દુકાન બંધ કરી દેવાનું કહે છે. જેથી કારીગર સવારે 4 વાગ્યે લાઈનમાં ઉભો રહ્યો છે. જેનો 58મો નંબર આવ્યો છે. સાડા દસ થવા છતાં વેક્સિન મળી ન હતી. ચાર દિવસથી ધક્કા ખાઈ રહ્યા છીએ.

દુકાનદારો કામદારોને રસી મૂકાવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે.
દુકાનદારો કામદારોને રસી મૂકાવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે.

ટેક્સટાઇલ માર્કેટમાં લાખો કારીગરો રસી મળી નથી
ટેક્સટાઇલ માર્કેટમાં રસી લેવા માટે લાંબી લાઈન લાગી છે. વહેલી સવારથી ટિફિન લઈને કારીગરો લાઇનમાં ઉભા છે. હાલ શહેરમાં રસીકરણ માટે સૌથી હાલત ખરાબ ટેક્સટાઇલ માર્કેટની હોય તેવું લાગી રહ્યું છે. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં લાખો કારીગરો રસી મલી નથી. આજે કામદારો રસી માટે રોજગાર-ધંધો બંધ કરી રસી લેવા આવી રહ્યા છે.

ટેક્સટાઈલ માર્કેટના સેન્ટરમાં રોડ પર કામદારોની લાઈન લાગી.
ટેક્સટાઈલ માર્કેટના સેન્ટરમાં રોડ પર કામદારોની લાઈન લાગી.

પુણાથી લઈને સલાબતપુરા સુધી સેન્ટર્સ પર લાઈનો
સુરતના પુણા, સલાબતપુરા સહિતના વિસ્તારમાં આવેલા સેન્ટરો પર લોકોની લાઈનો લાગી છે. પાલિકા દ્વારા મોટાઉપાડે ચાલુ કરેલા 230 સેન્ટરો બાદ હાલ 114 સેનટ્રો જ ચાલી રહ્યા છે. વેક્સિનનો જથ્થો ઓછો આવતો હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સલાબતપુરામાં પણ સેન્ટર પર લાઈનો લાગી.
સલાબતપુરામાં પણ સેન્ટર પર લાઈનો લાગી.

વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે માત્ર એક સેન્ટર
વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા એક જ વેક્સિન સેન્ટર આપવામાં આવ્યું છે. આ વેક્સિન સેન્ટર ઉપર વિદેશ જનારા વિદ્યાર્થીઓ પણ ધક્કા ખાઇ રહ્યા છે. વિદ્યાર્થીઓને હવે વિદેશ ભણવા માટે જવું છે. મંજૂરી પણ મળી છે પરંતુ વેક્સિનના બે ડોઝ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ ત્યાં જઇ ન શકે અને સુરત મહાનગર પાલિકા દ્વારા વિદેશ જનારા વિદ્યાર્થીઓને પણ વેક્સિન ન આપવામાં આવતા તેમનામાં પણ રોષ જોવા મળ્યો છે.