અનલોક ગ્રાઉન્ડ રિપોર્ટ:સુરતમાં એક્વેરિયમ, પ્રાણી સંગ્રહાલય ખુલતાં પ્રવાસીઓ પહોંચ્યા, 44 સિટી બસ શરૂ થતાં રેગ્યુલર મુસાફરોને રાહત

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
મિનિ લોકડાઉનમાં છૂટછાટમાં વધારા સાથે જાહેર સ્થળો લોકો માટે ખુલ્લા મુકાયા. - Divya Bhaskar
મિનિ લોકડાઉનમાં છૂટછાટમાં વધારા સાથે જાહેર સ્થળો લોકો માટે ખુલ્લા મુકાયા.
  • ગોપી તળાવ, સાયન્સ સેન્ટરમાં કોવિડ ગાઈડલાઈનનું કડક પાલન કરી લોકોને પ્રવેશ અપાયો

સુરતમાં કોરોના સંક્રમણને કારણે લાંબા સમયથી બંધ રહેલા એક્વેરિયમ, પ્રાણી સંગ્રહાલય, ગોપી તળાવ, સાયન્સ સેન્ટર અને સિટી બસ સેવા શરૂ કરાઇ છે. આ તમામ સ્થળો પર કોવિડ ગાઈડલાઈનનું કડક પાલન કરી પ્રવેશ અપાયો છે. એક્વેરિયમની મુલાકાતે આવેલા યુવક-યુવતીઓએ જણાવ્યું હતું કે માનસિક તણાવ વચ્ચે એકવેરિયમ અને પ્રાણી સંગ્રહાલયનો પ્રવાસ ખૂબ જ સારો રહ્યો છે. માહામારીમાં મનુષ્ય ને બહાર નીકળવાનો ડર સતાવતો હતો તો માછલી ઘર અને પ્રાણી સંગ્રહાલયમાં તમામ જીવોને એકલા પડી ગયા હોવાનો ડર સતાવી ગયો એમ કહી શકાય છે.

રેલવે સ્ટેશન સાથે જોડાયેલા ત્રણ રૂટ પર સિટી બસ શરૂ
કોરોનાની બીજી લહેર વચ્ચે શહેરના એક્વેરિયમ, પ્રાણી સંગ્રાહલય સહિતની પબ્લિક એક્ટિવિટી ઉપર પાલિકાએ પ્રતિબંધ ફરમાવી દીધો હતો. સંક્રમણ અટકાવવા બીઆરટીએસ અને સિટી બસ પણ બંધ કરી દેવાની ફરજ પડી હતી. આખરે ત્રણ માસ બાદ તંત્ર ફરી એક વખત શહેરના વિવિધ રોડ રસ્તા ઉપર સિટી બસ દોડાવવાની કામગીરી શરૂ કરી છે. રેલવે સ્ટેશન સાથે જોડાયેલા અલગ અલગ ત્રણ રૂટ ઉપર સિટી બસ દોડશે. રેલવે સ્ટેશનથી વેલંજા રૂટ ઉપર નવ બસ, રેલવે સ્ટેશનથી જહાંગીરપુરા રૂટ ઉપર 22 અને રેલવે સ્ટેશનથી કોસાડ ભરથાણા રૂટ ઉપર 13 બસ મળી કુલ 44 સિટી બસ શરૂ થતાં રેગ્યુલર મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે. આ ઉપરાંત સાયન્સ સેન્ટર અને ગોપીતળાવમાં એકસાથે 25-25 વ્યક્તિઓને પ્રવેશ આપી લોકોના મનોરંજન સ્થળને ખુલ્લું મુકાયું છે.

કોવિડ ગાઈડલાઈન પ્રમાણે પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવ્યો.
કોવિડ ગાઈડલાઈન પ્રમાણે પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવ્યો.

એક્વેરિયમની મુલાકાત લઈ હૃદય પ્રફુલ્લિત થઈ ગયું
હિમાંશુ લાઠિયા (પ્રવાસી) એ જણાવ્યું હતું કે, પેપરમાં જાહેરાત વાંચ્યા બાદ મન પહેલાં જ માછલીઘર તરફ ખેંચી રહ્યું હતું. બસ આજે સવારે મિત્રો સાથે એક્વેરિયમની મુલાકાત લઈ હૃદય પ્રફુલ્લિત થઈ ગયું હતું ઘણા સમયથી પ્રવાસન સ્થળો બંધ રહેવાને કારણે થોડો માનસિક ભારણ લાગતું હતું. જોકે માછલી ઘરની મુલાકાત બાદ જાણે વિદેશનો પ્રવાસ કર્યો હોય એવો અહેસાસ થાય છે ચોક્કસ હવે પરિવારના ભાઈ-બહેન, માતા-પિતા સાથે આવી ને મજા લઈશું પણ કોવિડ ગાઈડ લાઇનના તમામ નિયમોનું પાલન પહેલા કરીશું.

પ્રાણી સંગ્રહાલયમાં પણ લોકો મુલાકાતે પહોંચ્યા.
પ્રાણી સંગ્રહાલયમાં પણ લોકો મુલાકાતે પહોંચ્યા.

રોજના માત્ર 50 લોકોને જ હાલ પ્રવેશ અપાશે
રાજેશ કુમાર આહીર (સુપર વાઇઝર એકવેરિયમ) એ જણાવ્યું હતું કે જો વર્ષ 2019-20ની વાત કરીએ તો લગભગ 2,63,876 લોકોએ માછલી ઘરની મુલાકાત લીધી હતી. જેની તુલનામાં ફેબ્રુઆરી અને માર્ચ 2021માં માત્ર 3246 લોકોએ અને ત્યારબાદ આજથી (11 જૂન 2021)શરૂ થયેલા માછલીઘરમાં ઓનલાઈન પ્રવેશ આપવાનું અને કોવિડ ગાઈડલાઈન સાથે પ્રવેશ આપવાનું આયોજન કરાયું છે. રોજના માત્ર 50 લોકોને જ હાલ પ્રવેશ અપાશે, જેમાં પણ 10 થી 2 વાગ્યા દરમિયાન 25 અને સાંજે 2 થી 6 વાગ્યા દરમિયાન 25 વ્યક્તિઓ ઓન લાઈન બુકીંગ કરાવી માછલી ઘરમાં પ્રવેશ લઈ શકશે.