નવી વેરાઈટી:સુરતમાં ચંદની પડવાની ઉજવણીમાં બાળકોનું ધ્યાન રખાયું, ખાસ બબલ ગમ ઘારી તૈયાર કરાઈ

સુરત2 મહિનો પહેલા
ચંદની પડવામાં સમયની સાથે સાથે નવી નવી ઘારીનું આગમન થઈ રહ્યું છે.
  • બાળકો સહિતના તમામ ઉંમરના લોકો માટે અલગ અલગ ઘારી બનાવાઈ

સુરતનો ચંદીપડવો અને ચોખ્ખા ઘીની ઘારી, ચંદીપડવો હોય અને સુરતની ઘારી યાદ ન આવે એવું કેમ કરીને બને, આમ તો આખા દેશમાં શરદપુનમનો તહેવાર ઉજવવામાં આવે છે પણ સુરતીઓ આ તહેવાર કંઇક અલગ જ અંદાજમાં ઉજવે છે. એક અંદાજ પ્રમાણે સુરતીલાલાઓ એક દિવસમાં 150 ટન કરતા વધુ ઘારીની જયાફત ઉડાવશે.ત્યારે બાળકો પણ ઘારીની જ્યાફત માણી શકે તે માટે ખાસ બાળકોને ધ્યાનમાં રાખીને બબલગમ ઘારી તૈયાર કરવામાં આવી છે.

બાળકો માટે ખાસ ઘારી આ વર્ષે તૈયાર કરવામાં આવી છે.
બાળકો માટે ખાસ ઘારી આ વર્ષે તૈયાર કરવામાં આવી છે.

માત્ર સુરતમાં જ ચંદની પડવાની ઉજવણી
રોહન મીઠાઈવાળા એ જણાવ્યું હતું કે, સુરતીઓનું પોતીકું પર્વ એટલે ચંદનીપડવો, આ તહેવારની ખાસિયત એ છે કે સુરતમાં જે આગવી રીતે આ પર્વ ઉજવાય છે તેવું બીજે ક્યાંય નથી ઉજવાતો, વિશ્વ આખામાં પ્રખ્યાત એવી સુરતની ઘારી જોઇને જોનારને તરત જ મોઢામાં પાણી આવી જાય છે. ઘારીનાં આ ટેસ્ટને જોતાં હવે સુરતીઓનાં ચટાકાને પહોંચી વળવા માટે મિઠાઇ વિક્રેતાઓએ ઘારીનાં પણ ફ્લેવર લાવ્યા છે.

આ વર્ષે 11 જેટલી ઘારીની વેરાઈટી બજારમાં મુકાઈ છે.
આ વર્ષે 11 જેટલી ઘારીની વેરાઈટી બજારમાં મુકાઈ છે.

ઘારીમાં અલગ વેરાઈટી આવી
આ વર્ષે ઘારીમાં એક-બે નહિં પણ 11 જેટલી વેરાયટીઓ મુકવામાં આવી છે. જેમાં ચોકલેટ ઘારી, કાજુ મેંગો ઘારી, બદામપિસ્તા ઘારી, કેસર ઘારી, ઓરેન્જ ઘારી, અંજીર અખરોટ ઘારી, સ્ટ્રોબેરી ઘારી, કલકત્તી પાનમસાલા ઘારી, સ્પેશ્યલ કૃષ્ણ કસ્તુરી ઘારી, ડ્રાયફ્રુટ ઘારી અને સુગર ફ્રી ઘારીનો સમાવેશ થાય છે. આ વર્ષે બાળકો ને પસંદ પડે તેવી બબલ ગમ ફેલવર વાળી બચપન કા પ્યારના ફ્લેવરની ઘારી પણ ઉમેરવામાં આવી છે.

ગત વર્ષ કરતાં ઘારીના ભાવમાં પણ વધારો થયો છે.
ગત વર્ષ કરતાં ઘારીના ભાવમાં પણ વધારો થયો છે.
ઘારીના પ્રકારભાવ
પિસ્તા ઘારી760
કેસર ઘારી800
ચોકલેટ ઘારી760
કાજુ મેંગો ઘારી760
ઓરેન્જ760
અંજીર અખરોટ760
સ્ટ્રોબેરી760
કલકત્તી પાનમસાલા760
સ્પેશ્યલ કૃષ્ણકસ્તુરી900
ડ્રાયફ્રુટ ઘારી840
સુગર ફ્રી900
બબલ ગમ ઘારી760
ગોલ્ડન ઘારી9000
સ્પેશ્યલ કેસર બદામ પિસ્તા1040