તસ્કરો ત્રાટક્યા:સુરતમાં તસ્કરો ગેસ કટરથી ATM કાપી 31 લાખ ચોરી ગયા, ઓળખ છુપાવવા CCTV પર સ્પ્રે મારી દીધો

સુરત3 મહિનો પહેલા
ગેસ કટરથી તોડવામાં આવેલા ATMની તસવીર
  • પોલીસે મુંબઈ બ્રાંચના સર્વરમાંથી CCTVની કોપી મંગાવી કાર્યવાહી હાથ ધરી

ડાયમંડ સિટી સુરતમાં તસ્કરો સક્રિય થઈ ગયા છે. તસ્કરોએ એટીએમને નિશાનો બનાવી ગેસ કટરથી કાપીને લાખો રૂપિયાની ચોરી કરી હતી. આટલું જ નહીં ચોરોએ પોતાની ઓળખ છુપાવવા માટે સીટીવી કેમેરા પર સ્પ્રે મારી દીધો હતો. આ બનાવ સામે આવતા જ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

તસ્કરોએ CCTV પર સ્પ્રે મારી દીધો
સુરત પાંડેસરા વિસ્તારમાં ATMને ગેસ કટરથી કાપી 31 લાખની ચોરી કરી કેટલાક અજાણ્યા ઈસમો ભાગી જતા પોલીસ દોડતી થઈ ગઈ છે. તસ્કરોએ ગુરુવારની રાત્રે ATMના CCTV પર સ્પ્રે મારી પોતાની ઓળખ છુપાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. SBI બેંકમાં જે રીતે ગેસ કટરથી ATM કાપી લાખો રૂપિયાની ચોરી કરાઈ છે એની પાછળ બહારની ગેંગ હોવાનુ અનુમાન કરાઈ રહ્યું છે.

પોલીસે મુંબઈ બ્રાંચના સર્વરમાંથી CCTVની કોપી મંગાવી
દિવાળી પહેલા જ ચોરો એ એટીએમને ટાર્ગેટ બનાવી રૂપિયા 31 લાખની ચોરીને અંજામ આપતા પોલીસ પેટ્રોલિંગ પર અનેક પ્રશ્નો ઉભા થયા છે. હાલમાં તો પોલીસે મુંબઈ બ્રાંચના સર્વરમાંથી CCTVની કોપી મંગાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.