• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Expert Doctor In Surat Says Complications Are More Likely To Occur In The First 6 Months Of Pregnancy, It Is Necessary To Seek Immediate Medical Advice.

સગર્ભાનું હૃદય ફાટી જવાથી મોત:સુરતના નિષ્ણાત ડોક્ટરે કહ્યું- સગર્ભાવસ્થાના પ્રથમ 6 મહિનામાં કોમ્પ્લિકેશન થવાની શક્યતા વધારે

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 6 માસની સગર્ભા હૃદય ફાટી જતાં મોત, માનસિક તણાવમાં રહેતી હતી

સગર્ભાવસ્થામાં હૃદય ફાટી જવાથી થયેલા મોતની ઘટનામાં સુરત સહિત ગુજરાતનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. એટલું જ નહીં, પણ પૌંડિચેરી જવાહરલાલ નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએશન એન્ડ રિસર્ચ સેન્ટરના અભ્યાસમાં પણ આવા કિસ્સાઓ 1 લાખમાં ગણ્યાગાંઠિયા 2-3 બનતા હોવાનો અભ્યાસ સામે આવ્યો છે. સુરત સ્મિમેરના ફોરેન્સિક વિભાગના નિષ્ણાત ડોક્ટર સંદીપ રલોતીએ જણાવ્યું હતું કે સગર્ભા અવસ્થાના પ્રથમ 6 મહિનામાં આવાં કોમ્પ્લિકેશન થવાની શક્યતા વધુ હોય એમ કહી શકાય છે. સગર્ભા યોગીતાના મોત બાદ સુરતના મેડિકલના અભ્યાસ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે આ કેસ અભ્યાસ રૂપી કહી શકાય છે.

સગર્ભાનો કેસ તબીબી વિદ્યાર્થીઓ માટે અભ્યાસ રૂપી કેસ
સંદીપ રલોતી (આસિ. પ્રોફેસર ફોરેન્સિક મેડિસિન વિભાગ સ્મિમેર સુરત)એ જણાવ્યું હતું કે સગર્ભા યોગીતાનું હૃદય ફાટી જવાથી થયેલા મોત કેસનું પોસ્ટમોર્ટમ પહેલીવાર ઓપરેટ કર્યું હતું. સગર્ભા યોગીતા કેસ તબીબી વિદ્યાર્થીઓ માટે અભ્યાસ રૂપી કેસ કહી શકાય છે. કલાકોના અભ્યાસ બાદ પૌંડિચેરી જવાહરલાલ નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએશન એન્ડ રિસર્ચ સેન્ટરના અભ્યાસમાં પણ આવા કિસ્સાઓ 1 લાખમાં ગણ્યાગાંઠિયા 2-3 બનતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. મેડિકલના રિસર્ચ વિદ્યાર્થીઓ દ્વારા કરાતા પેપર પબ્લિકેશનમાં પણ આવા કોઈ કેસનો ઉલ્લેખ ન હોવાનું મારા ધ્યાનમાં આવ્યું છે. ઘણા રેર કેસમાં પ્રસૂતિના સમયે પણ હૃદય ફાટવાની સંભાવના બની શકે એ વાતને નકારી ન શકાય.

સગર્ભાવસ્થા દરમિયાન તબીબી તપાસ ખૂબ જ જરૂરી.
સગર્ભાવસ્થા દરમિયાન તબીબી તપાસ ખૂબ જ જરૂરી.

લોહીનું પ્રમાણ વધે એટલે હૃદય પર ભાર વધે
તેમણે વધુમાં કહ્યું હતું કે લોહીનું પ્રમાણ વધે એટલે હૃદય પર ભાર વધે ત્યારે આવા કિસ્સાઓ કોમ્પ્લિકેશન બનતા હોય છે. આવા સમયમાં ખાવા-પીવાનું, ઊંઘ અને કસરત ખૂબ જ જરૂરી હોવાનું ગાયનેકોલોજિસ્ટ કહેતા હોય છે. ગર્ભમાં ઊછરી રહેલા બાળકની સાથે સગર્ભા માતાના હૃદયની તપાસ ખૂબ જ જરૂરી બને છે. સોનોગ્રાફી સાથે 2-ડી ઇકોના રિપોર્ટ મહત્ત્વના હોય છે.

સગર્ભાનું હૃદય ફાટી જવાથી થયેલા મોત કેસનું પોસ્ટમોર્ટમ પહેલીવાર ઓપરેટ કર્યું.
સગર્ભાનું હૃદય ફાટી જવાથી થયેલા મોત કેસનું પોસ્ટમોર્ટમ પહેલીવાર ઓપરેટ કર્યું.

સગર્ભા મહિલાઓ માટે સાવચેતી સમાન કિસ્સો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાથ-પગ પર સોજા આવ,વા પ્રેશર અને ધબકારા ઉપર-નીચે થવા એવા સજોગોમાં તાત્કાલિક તબીબી સલાહ લેવી જરૂરી બને છે. આ કિસ્સો સુરતની જ નહીં, પણ દેશભરની તમામ મહિલાઓ માટે સાવચેતી સમાન શકાય છે.