તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રાવણનો પહેલો સોમવાર:સુરતમાં શિવાલયો ઓમ નમઃ શિવાયના નાદ સાથે ગુંજી ઉઠ્યા, ગર્ભગૃહમાં પાંચથી દસ લોકોને જ એન્ટ્રી

સુરતએક મહિનો પહેલા
સુરત શહેરના શિવાલયોમાં ભક્તો આજે મોટી સંખ્યામાં ઉમટ્યા.
  • કોરોનાના ભય વગર શિવાલયોમાં થઈ પૂજા

શ્રાવણ માસની શરૂઆત સોમવારથી થઈ છે. જેથી સુરત શહેરના શિવાલયોમાં ભક્તો આજે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. કોરોના સંક્રમણની ત્રીજી લહેરની આશંકા વર્તાઈ રહી છે ત્યારે શિવાલયોમાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. શ્રાવણ માસમાં મહાદેવની પૂજા-અર્ચનાનું ખૂબ મોટું મહત્વ શાસ્ત્રોમાં આલેખાયું છે. શિવ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તો પૂજા અર્ચના માટે પહોંચ્યા હતા. મંદિરના સંચાલકો દ્વારા ગર્ભગૃહમાં ખૂબ જ ઓછા લોકોને પ્રવેશ આપવાનો નિર્ણય કરાયો હતો તેથી ગર્ભગૃહમાં પાંચથી દસ લોકો જ દેખાતા હતા. તેને કારણે થોડે ઘણે અંશે સોશિયલ ડિસ્ટન્સનું પાલન થયું હતું.

સિદ્ધનાથ મહાદેવના ગર્ભગૃહમાં જઇને અભિષેક કરવા ઉપર મનાઇ
ઓલપાડ ખાતેના સિદ્ધનાથ મહાદેવ મંદિર શિવ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. પૌરાણિક મંદિરમાં શ્રાવણ માસમાં લોકો હજારોની સંખ્યામાં સોમવારે તેમજ શ્રાવણ મહિના દરમિયાન દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે. કલાકો સુધી કતારમાં રહીને પણ સિદ્ધનાથ મહાદેવનો અભિષેક કરવા માટે ભક્તો આતુરતાથી રાહ જોતા રહે છે. પરંતુ કોરોના સંક્રમણના કારણે મંદિર દ્વારા કેટલાક નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનો આગ્રહ રખાયો હતો. તેથી સિદ્ધનાથ મહાદેવના ગર્ભગૃહમાં જઇને અભિષેક કરવા ઉપર મનાઇ ફરમાવવામાં આવી હતી. શિવ ભક્તોએ સિદ્ધનાથ મહાદેવ મંદિરના દૂરથી જ દર્શન કરવાની ફરજ પડી હતી.

ભક્ત માસ્ક પહેર્યા વગર અને સેનેટાઈઝ થયા વગર મંદિરમાં ન પ્રવેશેનો આગ્રહ.
ભક્ત માસ્ક પહેર્યા વગર અને સેનેટાઈઝ થયા વગર મંદિરમાં ન પ્રવેશેનો આગ્રહ.

ગર્ભગૃહમાં પાંચથી દસ લોકોને જ પ્રવેશ
શહેરના શિવાલયોમાં કેટલાક મંદિરોમાં અભિષેક કરવા માટે પ્રતિબંધ રાખવામાં આવ્યો ન હતો. શિવાલયોમાં ભક્તો જળ દૂધ અને બિલીપત્ર ચઢાવી ને અભિષેક કરતા જોવા મળ્યા હતા. પૂજા કરતી વખતે સોશિયલ ડિસ્ટન્સ જળવાયુ ન હતું. પરંતુ મંદિરના સંચાલકો દ્વારા ગર્ભગૃહમાં ખૂબ જ ઓછા લોકોને પ્રવેશ આપવાનો નિર્ણય કરાયો હતો તેથી ગર્ભગૃહમાં પાંચથી દસ લોકો જ દેખાતા હતા. તેને કારણે થોડે ઘણે અંશે સોશિયલ ડિસ્ટન્સનું પાલન થયું હતું.

ભક્તોએ પરિવાર સાથે જળ દૂધ અને બિલીપત્ર ચઢાવ્યા.
ભક્તોએ પરિવાર સાથે જળ દૂધ અને બિલીપત્ર ચઢાવ્યા.

ઓમ નમઃ શિવાયના નાદ સાથે જય ઘોષ થતો જોવા મળ્યો
સુરત શહેરના કેટલાક જાણીતા મંદિરોમાં વહેલી સવારથી જ શિવભક્તો ઉમટી પડ્યા હતા. કંતારેશ્વર, પાર્દેશ્વર, રામનાથ ઘેલા, ભીમનાથ, ગંગેશ્વર, દક્ષેશ્વર મહાદેવ મંદિર સહિતના મંદિરોમાં સવારથી જ ઓમ નમઃ શિવાયના નાદ સાથે જય ઘોષ થતો જોવા મળ્યો હતો. શ્રાવણ માસમાં શિવભક્તો શિવમય બની જતા હોય છે.

સરકારની તમામ કોરોનાની ગાઇડ લાઇનનો ચુસ્તપણે પાલન કરાવવાનો પ્રયાસ.
સરકારની તમામ કોરોનાની ગાઇડ લાઇનનો ચુસ્તપણે પાલન કરાવવાનો પ્રયાસ.

કોરોના રૂપી સંકટમાંથી ઝડપથી બહાર લાવે તેવી પ્રાર્થના
પાર્દેશ્વર મહાદેવ મંદિરના પૂજારી ધર્મેશ ગીરી બાપુએ જણાવ્યું કે સરકારની તમામ કોરોનાની ગાઇડ લાઇનનો ચુસ્તપણે પાલન કરાવવાનો અમે પ્રયાસ કરી રહ્યા છે. એક પણ ભક્ત માસ્ક પહેર્યા વગર અને સેનેટાઈઝ થયા વગર મંદિરમાં ન પ્રવેશેનો અમે આગ્રહ રાખી રહ્યા છે. આ વખતે શ્રાવણ માસની શરૂઆતમાં સોમવાર હોવાથી ભક્તોને પાંચ સોમવાર સુધી ઉપાસના કરવા મળશે. ભગવાન મહાકાલ સમગ્ર વિશ્વને કોરોના રૂપી સંકટમાંથી ઝડપથી બહાર લાવે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે.