• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, PSI Jaidip Singh Rajput Of Pune Police Station Was Caught Accepting A Bribe Of 1.30 Lakhs, Out Of Which He Had Already Taken 1.70 Lakhs Out Of A Bribe Of 3 Lakhs.

દારૂના કેસમાં લાંચ માગી:સુરતમાં પુણા પોલીસ સ્ટેશનના PSI જયદિપસિંહ રાજપુત 1.30 લાખની લાંચ લેતા ઝડપાયા, 3 લાખની લાંચ પૈકી 1.70 લાખ પહેલાં જ લઈ લીધા હતા

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પુણા પોલીસ સ્ટેશનના પીએસઆઇ દારૂના કેસમાં લાંચ માગતા એસબીએ ઝડપી પાડ્યા. - Divya Bhaskar
પુણા પોલીસ સ્ટેશનના પીએસઆઇ દારૂના કેસમાં લાંચ માગતા એસબીએ ઝડપી પાડ્યા.

એક તરફ લઠ્ઠાકાંડ થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ પોલીસ હજુ જાણે સુધારવાનું નામ ન લેતી હોય તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે. પુણા પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા જયદીપસિંહ રાજપુતે લક્ઝરી બસમાં દારૂ પકડાતા રૂપિયા પાંચ લાખનો તોડ કરવાનો પ્રયાસ કરતા એન્ટીકરપ્શન બ્યુરોના હાથે ઝડપાયા છે. છેલ્લે 3 લાખની લાંચ નક્કી થયા બાદ 1.70 લાખ રૂપિયા લઈ લીધા હતા અને વધુ 1.30 લાખ લેતા પીએસઆઈ ઝડપાઈ ગયા હતા. આ સાથે લાંચની રકમ સ્વીકારનાર એક ખાનગી વ્યક્તિને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.

દારૂના કેસમાં લક્ઝરી બસના માલિકનું નામ ન લખવા લાંચ માગી
પુણા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં લક્ઝરી બસમાંથી દારૂ ઝડપાયો હતો. દારૂના કેસમાં ઝડપાયેલા આરોપીને ટ્રાવેલ્સના માલિક વિશે માહિતી મેળવી હતી. લક્ઝરી બસના માલિકનો સંપર્ક થતા તેમણે આ કેસમાં તેમનું નામ ન લખવા માટેના રૂપિયા પાંચ લાખની માંગણી કરી હતી. ટ્રાવેલ્સના માલિકે ત્રણ લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. ટ્રાવેલ્સના માલિક દ્વારા ગઈકાલે 1 લાખ 70 હજાર રૂપિયા પીએસઆઇને પહોંચાડ્યા હતા. આ રૂપિયા પીએસઆઇ જયદીપસિંહ રાજપુતના ખાનગી વ્યક્તિ જીયાઉદ્દીન અબ્દુલ રહીમ સૈયદ ઉર્ફે જીવાએ સ્વીકાર્યા હતા. પીએસઆઇ દ્વારા વધુ 1.30લાખ રૂપિયા માંગતા ફરિયાદીએ એન્ટીકરપ્શન બ્યુરોને જાણ કરી હતી.

પુણા પોલીસ સ્ટેશનની સામે જાહેર રોડ ઉપર જ રંગેહાથ ઝડપાયા.
પુણા પોલીસ સ્ટેશનની સામે જાહેર રોડ ઉપર જ રંગેહાથ ઝડપાયા.

છટકું ગોઠવીને ઝડપી પાડ્યા
પુણા પોલીસ સ્ટેશનની સામે જાહેર રોડ ઉપર જ એન્ટીકરપ્શન બ્યુરોએ છટકું ગોઠવીને રૂપિયા લેવા આવેલા જયદીપસિંહના ખાનગી વ્યક્તિ જીયાઉદ્દીન અબ્દુલ રહીમ સૈયદ પહોંચતા એન્ટી કરેપ્શન બ્યુરોએ ઝડપી પાડ્યો હતો. એન્ટીકરપ્શન બ્યુરોએ પુરાવાના આધારે બંને આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...