PMના જન્મદિવસે ઓફર:સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બર્થ ડેને અનોખી રીતે ઉજવવા આયોજન, પશ્વિમ વિધાનસભા વિસ્તારના વેપારીઓ 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પોતાના મતવિસ્તારમાં ફરીને વેપારીઓને ડિસ્કાઉન્ટ આપવા પ્રોત્સાહન આપ્યું હતું. - Divya Bhaskar
ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પોતાના મતવિસ્તારમાં ફરીને વેપારીઓને ડિસ્કાઉન્ટ આપવા પ્રોત્સાહન આપ્યું હતું.
  • પશ્ચિમ વિધાનસભા બેઠકના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ આયોજન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71મો જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ અનોખી રીતે ઉજવવા ભાજપ જઈ રહ્યો છે. ત્યારે ભાજપના નેતાઓ પીએમ મોદીના જન્મદિવસને ઉજવવા માટે હરખપદુડા બન્યા છે. સુરતના નેતાઓ પણ પીએમ મોદીનો જન્મદિન અલગ રીતે ઉજવવા જાણે હરીફાઈ પર ઉતરી આવ્યા છે. પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા પણ પીએમ મોદીના જન્મદિવસને લઈને એક અલગ કાર્યક્રમ આપવાની તૈયારી છે. અડાજણ, પાલ, એલ.પી.સવાણી જેવા વિસ્તારોમાં દુકાનદારો અને હોટલ સંચાલકો ગ્રાહકોને ડિસ્કાઉન્ટ ઓફર આપે તેવું આયોજન કર્યું છે.

વેપારીઓએ મોદીના જન્મદિવસ માટે ખાસ ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે.
વેપારીઓએ મોદીના જન્મદિવસ માટે ખાસ ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે.

વેપારીઓને ડિસ્કાઉન્ટ માટે મનાવાયા
સુરતના સ્થાનિક દુકાનદારો અને નાનો મોટો ધંધો કરતા ધંધાર્થીઓને લઈને પૂર્ણેશ મોદી હાલ તેમના મત વિસ્તારમાં દુકાને દુકાને લારીવાળાને ત્યાં રૂબરૂ જઈને મુલાકાત કરી રહ્યા છે. 17 સપ્ટેમ્બરે જયારે પીએમ મોદીનો જન્મદિવસ છે ત્યારે તેઓ પાસે ગ્રાહકોને 25 ટકાથી લઈને 50 ટકા સુધીની છૂટ આપવા મનાવી રહ્યા છે.

પીએમ મોદીના જન્મદિવસને ખાસ બનાવવા માટે અભિયાન હાથ ધરાયું
પીએમ મોદીના જન્મદિવસને ખાસ બનાવવા માટે અભિયાન હાથ ધરાયું

હરવા ફરવા જમવા પર ડિસ્કાઉન્ટ
પૂર્ણેશ મોદીના જણાવ્યા પ્રમાણે, પીએમ મોદીના જન્મદિવસને ખાસ બનાવવા માટે તેમણે આ અભિયાન હાથ ધર્યું છે. જેથી આ દિવસે લોકો જયારે બહાર હરવા ફરવા કે જમવા કે ખરીદી કરવા નીકળે ત્યારે તેઓને ડિસ્કાઉન્ટ મળતા વધુ ખરીદી માટે તેઓ પ્રેરાય અને આ થકી પણ તેમને આવક ઉભી થાય અને ધંધામાં તેજી આવે. લોકો પણ ખરીદી કરવા જાય ત્યારે તેમને જ ડિસ્કાઉન્ટ મળે ત્યારે મોદીજીના જન્મદિવસ નો અનેરો આનંદ થાય. નરેન્દ્ર મોદી ગુજરાતની પ્રજામાં હમેશા સૌથી અગ્રસ્થાનના નેતા રહ્યા છે ત્યારે તેમનો જન્મ દિવસમાં સૌ કોઇ આનંદીત જ થાય તેવો પ્રયાસ છે.