તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:સુરતમાં મતગણતરી સ્થળ પર ખિસ્સા કાતરુઓએ મચાવેલો આતંક, ગાંધી એન્જિ. કોલેજ પર પિક-પોકેટિંગની ઘટનાઓ

સુરત6 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગાંધી કોલેજ સામે ભીડનો લાભ લઈને તસ્કરોએ લોકોના ખીસ્સા કાપ્યા હતાં. - Divya Bhaskar
ગાંધી કોલેજ સામે ભીડનો લાભ લઈને તસ્કરોએ લોકોના ખીસ્સા કાપ્યા હતાં.
  • ભીડનો લાભ લઈને પાકિટ ચોરોએ મીડિયાકર્મીઓના પણ ખીસ્સા કાપ્યાં

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. મતગણતરી સ્થળ પર લોકોની ભારે ભીડ ઉમટી છે. રાજકીય પાર્ટીઓના કાર્યકર્તા અને મીડિયા સહિતના લોકોના પર્સ ખીસ્સાકાતરૂંએ ચોરી લીધા હતાં. ભારે ભીડ વચ્ચે ચારેક મીડિયાકર્મીના પર્સ ચોરાઈ જતાં સ્થળ પર હાજર પોલીસને જાણ કરવામાં આવી હતી. જો કે ભીડમાં ગાયબ થઈ ગયેલા પોકેટમારો સામે પોલીસે પણ કાર્યવાહી કરવાની લાચારી દર્શાવી હતી.

ઈન્ટવ્યૂ લેતા મીડિયા કર્મીને શિકાર બનાવાયાં
મજૂરાગેટ પર આવેલા મતગણતરી સ્થળ ગાંધી એન્જિનિયરીંગ કોલેજ બહાર સવારથી પાલિકાની ચૂંટણીના પરિણામને લઈને લોકો અને રાજકીય પાર્ટીઓના કાર્યકર્તાઓની ભીડ એકઠી થઈ હતી. આ ભીડ અને મતગણતરીનું રિપોર્ટીંગ કરતાં મીડિયાકર્મીઓ કવરેજ કરી રહ્યાં હતાં, તે દરમિયાન ઈન્ટર્વ્યૂ લેતી વખતે મીડિયા કર્મીઓના ખીસ્સા તસ્કરોએ કાપ્યા હતાં. ચાર મીડિયા કર્મીઓ સહિતના લોકોના પર્સની ચોરી તસ્કરોએ કરી હતી.

પોલીસ લાચારની જેમ તમાશો જોતી રહી
ગાંધી એન્જિનિયરીંગ કોલેજ બહાર લોકો અને મીડિયાકર્મીઓના પર્સ ચોરાઈ ગયા હતાં. જેથી તમામે બંદોબસ્તમાં ગોઠવાયેલી પોલીસને જાણ કરી હતી.જો કે, પોલીસ બંદોબસ્તની જગ્યાએ મસ્ત હોય તે રીતે લાચારી દર્શાવી હતી. તથા પોલીસ ફરિયાદ કરવા માટે સૂચના આપી હતી. ભીડમાં ચોરી કરીને ઓગળી ગયેલા તસ્કરો અંગે આસપાસના સીસીટીવી તપાસવામાં આવે તો પોકેટમાર ગેંગ ઝડપાઈ જાય તેવી શક્યતા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો