ચંદ્રગ્રહણનો નજારો:સુરતમાં લોકોએ આંશિક ચંદ્રગ્રહણ નિહાળ્યું, વિદ્યાર્થીઓએ મકાનની છત પર ટેલિસ્કોપથી અદભૂત દ્રશ્યો જોયા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મકાનની છત પર ચંદ્રગ્રહણનો નજારો જોવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. - Divya Bhaskar
મકાનની છત પર ચંદ્રગ્રહણનો નજારો જોવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી.

વિક્રમ સંવતના વર્ષના પ્રથમ અને 2022ના વર્ષના અંતિમ ચંદ્રગ્રહણનો નજારો આજે સર્જાયો હતો. વિશ્વભરમાં દેખાયેલું ચંદ્રગ્રહણ સુરતમાં આંશિક રીતે દેખાયું હતું. ચંદ્રગ્રહણના આ અદભૂત નજારાને જોવા માટે સુરતમાં અલગ અલગ જગ્યાઓએ વ્યવસ્થા થઈ હતી. જેમાં સુરતના વરાછામાં મકાનની છત પર ટેલિસ્કોપ રાખીને ચંદ્રગ્રહણનો નજારો દેખાડવામાં આવ્યો હતો. જેને વિદ્યાર્થીઓએ માણ્યો હતો.

સમય પ્રમાણે ગ્રહણ થયું
ચંદ્રગ્રહણ (ચંદ્રગ્રહણ) 2022 ભારતમાં બપોરે 3.00 થી સાંજે 18:19 સુધી જોવા મળ્યું હતું. સુરતમાં આ આંશિક ચંદ્રગ્રહણ સાંજે 5:56 થી 7:26 વાગ્યા સુધી જોવા મળ્યું હતું.ચંદ્રગ્રહણને ખગોળપ્રેમીઓ નિહાળવાનો અલભ્ય લાહવો લીધો હતો. વૈજ્ઞાનિકોએ આપેલા સમય મુજબ શરૂ થયેલ ચંદ્રગ્રહણને લોકોએ નરી આંખે નિહાળ્યું હતું.

આંશિક ચંદ્રગ્રહણ દેખાયું હતું.
આંશિક ચંદ્રગ્રહણ દેખાયું હતું.

ઘણાને રાહ જોવી પડી
ખગોળ પ્રેમીઓ દુરબીન અને મોટા ટેલિસ્કોપથી ગ્રહણ નિહાળી ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો હતો. ત્યારે વરાછામાં મોટી સંખ્યામાં લોકોએ ચંદ્રગ્રહણનો અદ્દભૂત નજારો જોયો હતો. વર્ષનું છેલ્લું ખગ્રાસ ચંદ્રગ્રહણ જોવા માટે લોકોમાં તત્પરતા જોવા મળી હતી. ગ્રહણ નિહાળવા માટે લોકો સમયની રાહ જોઈ બિલ્ડિંગોના ટેરેસ પર અને ખુલ્લા ગ્રાઉન્ડમાં એકઠા થયેલા જોવા મળ્યાં હતા.

વાદળો પણ નડ્યાં
ઘણી જગ્યાએ આ ચંદ્રગ્રહણ નરી આંખે જોઈ શકાતું હોવાથી અવશ્ય જોઈ લાહવો લીધો હતો. ચંદ્રગ્રહણની શરૂઆતમાં ચંદ્ર પર કાળા રંગનો પડછાયો દેખાયો હતો અને સંપૂર્ણ ચંદ્રગ્રહણ સમયે ચંદ્ર ડાર્ક બ્રાઉન કલરમાં જોવા મળ્યો હતો. ચંદ્રગ્રહણને જોવાનો લાહવો લોકોએ વિવિધ રીતે ઉઠાવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ટેલિસ્કોપથી ચંદ્ર ગ્રહણને નિહાળ્યું હતું. સંપૂર્ણ ચંદ્રગ્રહણ નિહાળી લોકો અનેરો અનુભવ વ્યક્ત કર્યો હતો.

વિદ્યાર્થીઓને માર્ગદર્શન
ચંદ્રગ્રહણ અંગે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, પૃથ્વી ટેલિસ્કોપથી મોટી સંખ્યામાં લોકોએ ગ્રહણને નિહાળ્યું હતું. સુરતના અલગ અલગ વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે સ્કૂલના વિદ્યાર્થીઓને ગ્રહણ બતાવી સંપૂર્ણ માહિતી આપી હતી.

બાળકોએ પણ ચંદ્રગ્રહણ નિહાળ્યું હતું
બાળકોએ પણ ચંદ્રગ્રહણ નિહાળ્યું હતું

મંદિરો બંધ રહ્યાં
ચંદ્રગ્રહણના સમયે ધાર્મિક માન્યતા પ્રમાણે જિલ્લામાં તમામ મંદિરોના દરવાજા બંધ રહ્યાં હતાં અને પૂજા અર્ચના પણ બંધ રહી હતી. લોકોએ માત્ર જપ, તપ કરીને જ ભગવાનની આરાધના કરી હતી. ગ્રહણ દરમિયાન લોકો ભોજનથી પણ દૂર રહ્યાં હતા.

આ ગ્રહણ ભૂલી શકાય તેમ નથી
સંપૂર્ણ ગ્રહણ એશિયા, ઓસ્ટ્રેલિયા, ઉત્તર અમેરિકા, ઉત્તર અને પૂર્વ યુરોપ અને મોટાભાગના દક્ષિણ અમેરિકામાં જોવા મળ્યું હતું.વર્ષ 2022નું આખરી ચંદ્રગ્રહણ આજે સાંજે 6.19વાગ્યે પૂરું થયું હતું. આ આંશિક ગ્રહણ હતું અને તે બપોરે 2.39 વાગ્યાથી શરૂ થયું હતું. બપોરે 3.46 વાગ્યે તે પૂર્ણઅવસ્થામાં હતું. પૂર્ણઅવસ્થાનો અંત 5.12 વાગ્યે આવ્યો હતો અને બાદમાં 6.19 વાગ્યે આંશિક અવસ્થાનો અંત આવ્યો હતો. ભારતમાં હવે પછીનું ચંદ્રગ્રહણ 2023ની 28 ઓક્ટોબરે થશે, જે પણ આંશિક જ હશે. જોકે મોટાભાગનાએ કહ્યું કે, આ ગ્રહણ ભૂલી શકાય તેવું નથી.

અન્ય સમાચારો પણ છે...