• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, People Locked The Garden Outside Lake Garden In Katargam While People Were Collecting Vehicle Parking Charges.

પાર્કિંગ ચાર્જથી રોષ:સુરતમાં કતારગામના લેક ગાર્ડન બહાર પાલિકા દ્વારા વાહન પાર્કિંગ ચાર્જ વસૂલાતા લોકોએ ગાર્ડનને તાળાબંધી કરી

સુરતએક મહિનો પહેલા
ગાર્ડન બહાર વાહન પાર્કિંગ ચાર્જને લઈને લોકોમાં રોષ. - Divya Bhaskar
ગાર્ડન બહાર વાહન પાર્કિંગ ચાર્જને લઈને લોકોમાં રોષ.
  • છેલ્લા દસ દિવસથી પાર્કિંગનો ચાર્જ વસુલાતા સ્થાનિકો દ્વારા વિરોધ

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા લેક ગાર્ડનની બહાર થતાં વાહનો પાર્કિંગનો ચાર્જ વસુલવામાં આવતા લોકોએ સખત વિરોધ નોંધાવ્યો હતો. જે ગાર્ડન લોકો માટે બનાવવામાં આવ્યો છે તે ગાર્ડનમાં લોકો આવે ત્યારે જો પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવે તો તે વ્યાજબી નથી એ પ્રકારે સ્થાનિક લોકો દ્વારા માગ કરવામાં આવી હતી. સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્રીત થઈને વિરોધ નોંધાવવા માટે લેક ગાર્ડને તાળું મારી દીધું હતું.

સિનિયર સિટીઝનો પાર્કિંગ માટેનો ચાર્જ ક્યાંથી આપે?
લેક ગાર્ડનની બહાર છેલ્લા દસેક દિવસથી પાર્કિંગ ચાર્જ વસૂલવાનો શરૂ કરી દેવાયો હતો. કલાક દીઠ વાહનચાલકોને દસ રૂપિયાથી લઈને અલગ અલગ ચાર્જ વસૂલ કરવામાં આવી રહ્યા છે. ગાર્ડનમાં આવતા વિદ્યાર્થીઓ અને સિનિયર સિટીઝનો પાર્કિંગ માટેનો ચાર્જ ક્યાંથી આપે એ વાતને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. ગાર્ડન એ લોકોને હરવા ફરવા માટેનું સ્થળ છે તો ત્યાં સ્વાભાવિક રીતે જ લોકો આવે તો ત્યાં વાહનો લઈને આવ્યા બાદ જો ચાર્જ ચૂકવવો પડે તો એનો કોઈ મતલબ રહેતો નથી એ પ્રકારે ફરિયાદ હતી.

10 દિવસથી પાર્કિંગ ચાર્જ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે.
10 દિવસથી પાર્કિંગ ચાર્જ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે.

પાર્કિંગ ચાર્જ વસૂલવાનું બંધ નહીં કરે ત્યાં સુધી વિરોધ કરાશે
સ્થાનિક રહેવાસી રાજુ પટેલે કહ્યું કે અહીં મોટી સંખ્યામાં સાંજના સમયે સિનિયર સિટીઝન આવતા હોય છે તેમાં ઘણી વખતે બાળકો પણ અહીં આવતા હોય છે. કતારગામમાં ત્રણથી ચાર કિલોમીટરના વિસ્તારમાં એક જ ગાર્ડન છે. તેથી સ્વાભાવિક રીતે જ લોકો ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય છે. લોકો હરવા-ફરવા માટે અહીં આવતા હોય છે અને મહાનગરપાલિકાએ વાહન પાર્કિંગ ચાર્જ વસૂલવાનું શરૂ કર્યું છે જેનો અમે સખત વિરોધ નોંધાવ્યો છે. અમે અહીં લાગેલા પાર્કિંગ માટેની સૂચનાના બેનરને ફાડી નાખ્યા છે. આ સાથે ગાર્ડનને તાળું મારી દીધું છે જ્યાં સુધી આ પાર્કિંગ ચાર્જ વસૂલવાનું બંધ નહીં કરે ત્યાં સુધી આ તાળું અમે મારી રાખીશું.