LIVE મારામારીના દ્રશ્યો:સુરતમાં યુવતીને લવ લેટર આપી છેડતી કરનારા રોમિયોને લોકોએ જાહેરમાં મેથીપાક આપ્યો

સુરત3 મહિનો પહેલા
છેડતી કરનારને જાહેરમાં લોકોએ એકઠા થઈને માર માર્યો હતો - Divya Bhaskar
છેડતી કરનારને જાહેરમાં લોકોએ એકઠા થઈને માર માર્યો હતો
  • લિંબાયત વિસ્તારમાં છેડતી કરનારને માર મારી પોલીસ હવાલે કરાયો

સુરતના લિંબાયત વિસ્તારમાં યુવતીની છેડતી કરનારા રોમિયોને મેથીપાક આપવામાં આવ્યો હતો. યુવતીને લવ લેટર આપનારા રોમિયોની શાન ઠેકાણે લાવવા લોકોએ જાહેરમાં પકડીને માર માર્યો હતો. બાદમાં લિંબાયત પોલીસને જાણ કરી દેવામાં આવી હતી. જેથી પોલીસે રોમિયોગીરી કરતાં યુવકને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવતીએ તથા મહિલાઓએ પણ માર માર્યો હતો.
યુવતીએ તથા મહિલાઓએ પણ માર માર્યો હતો.

યુવતીએ ગુસ્સે ભરાતા લોકો દોડી આવ્યા
લિંબાયત વિસ્તારમાં આવેલા નીલગીરી સર્કલ પર ઉભેલી યુવતીને છેડતીખોર રોમિયોગીરી કરતાં યુવકે લવ લેટર આપ્યો હતો. જેથી યુવતી ગુસ્સે ભરાઈ ગઈ હતી. ગુસ્સે ભરાયેલી યુવતીએ આસપાસથી લોકોને બોલાવી લીધા હતાં. જેથી મહિલાઓ અને લોકોએ ભેગા મળીને રોમિયોગીરી કરતાં યુવકને જાહેરમાં માર માર્યો હતો. તમાચા ઝીંકી દેતા યુવક માફી માગવા લાગ્યો હતો.

છેડતીખારને આખરે પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો
છેડતીખારને આખરે પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો

રોમિયોને પોલીસ હવાલે કરાયો
લોકોએ રોમિયોગીરી કરતાં યુવકની શાન ઠેકાણે લાવવા માટે જાહેરમાં માર મારવાની સાથે સાથે સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઈલ ફોનમાં ઉતારી લીધો હતો. બાદમાં યુવકને પોલીસ હવાલે કરવા માટે લિંબાયત પોલીસને જાણ કરી હતી. જેથી લિંબાયત પોલીસે ઘટના સ્થળે આવીને યુવતીની છેડતી કરનારા રોમિયોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગયાં હતાં.