તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હીરા શ્રમિકોનું સંમેલન:સુરતમાં પાંડુરંગ દાદાએ 32 વર્ષ પહેલાં‘હીરા શ્રમિકો’ને રત્નકલાકાર’તરીકે ગૌરવ બક્ષ્યું હતું

સુરત6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 9 જૂન 1989ના દિવસે વનિતા વિશ્રામ મેદાનમાં 3 લાખ હીરા શ્રમિકોનું સંમેલન યોજાયું હતું
  • ‘દાદાએ રત્નકલાકાર નામ આપવાની સાથે તેમનામાં મૂલ્યોનું પણ સિંચન કર્યું’

સ્વાધ્યાય પરિવારના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીના પ્રમુખપદે 9મી જૂન 1989ના દિવસે અઠવાગેટ વનિતા વિશ્રામ મેદાન ખાતે 3 લાખ રત્નકલાકારોનું સંમેલન યોજાયું હતું તે વખતે પાંડુરંગ શાસ્ત્રીએ ‘ હીરાઘસુ’ તરીકે ઓળખાતા હીરા શ્રમિકોનું રત્નકલાકાર નામકરણ કર્યું હતું. આના પર સ્વાધ્યાય પરિવારના તત્કાલિન અગ્રણી જેરામભાઈ લાડુમોરે જણાવ્યું,‘ કે દાદાજીએ હીરા શ્રમિકોમાં રહેલા કૌશલ્યને પારખીને તેમને રત્નકલાકાર નામ આપવાની સાથે તેમનામાં મૂલ્યોનું પણ સિંચન કર્યું.

‘રત્નકલાકાર નામ મળતા જ રત્નકલાકારોની વૈશ્વિક ઓળખ બદલાઇ ગઇ ’
હીરાના કારીગરો ને રત્નકલાકારનું નામ આપી પાંડુરંગ દાદાએ ખૂબ મોટું ક્રાંતિકારી કામ કર્યું છે. તેનાથી પૂરેપૂરી ઇમેજ બદલાઇ ગઇ .> સેવંતીભાઈ શાહ, વિનસ જવેલ,

દાદાનું કાર્ય અદભુત છે. જે સમયે હીરા શ્રમિકોને અપમાનજનક શબ્દોથી સંબોધિત કરાતા તે સમયે રત્નકલાકાર નામકરણ કરાયું તે ગૌરવની બાબત છે.> વલ્લભભાઈ લખાણી, કિરણ જેમ્સ,

એક સમય હતો કે હીરા શ્રમિકોને હીરાઘસુ અથવા ઘસ્યા તરીકે સંબોધન કરાતું .રત્ન કલાકાર નામ મળતા ઓળખ બદલાઈ. આજે વૈશ્વિકસ્તરે રત્નકલાકારોની જુદી છાપ છે.> નાગજીભાઈ સાકરીયા, એસ વીકે

કોઈપણ સમાજનું નામ કે તેની વિચારધારા બદલવી સામાન્ય વાત નથી. જેનામાં તપોબળ હોય તે જ કરી શકે.દાદાએ આપેલો રત્નકલાકાર શબ્દ આજે વિશ્વ પ્રસિદ્ધ બન્યો > ગોવિંદભાઈ ધોળકિયા,

એસઆરકે રત્ન કલાકાર નામકરણની સાથે પાંડુરંગ દાદાએ હીરાશ્રમિકોમાં આધ્યાતમિકતાના ગુણોનું સિંચન કરી સામાજિક જીવનને શ્રેષ્ઠ બનાવ્યું છે. તેથી જ તેમના દરેક કાર્યક્રમમાં શિસ્ત જોવા મળે છે.> વલ્લભભાઈ કાકડીયા, શિતલ જેમ્સ

1989ના વર્ષમાં રત્નકલાકાર તરીકે હું તે સંમેલનમાં સામેલ હતો. વનિતા વિશ્રામમાં હીરા આકારના બનેલા મંચથી દાદાએ રત્નકલાકાર છો તમે, દુનિયાના શ્રેષ્ઠ વ્યક્તિ છો તમે કહેલા શબ્દો હજીયે ગુંજે છે.> બાબુભાઈ જીરાવાલા, પૂર્વ પ્રમુખ રત્નકલાકાર સંઘ

અન્ય સમાચારો પણ છે...