• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, Out Of 35 Cases In Last 7 Days, 18 Were Vaccinated, 11 Were Not Vaccinated, 5 Under 18 Years Were Also Vaccinated Against Corona.

કોરોનાનું સંક્રમણ:સુરતમાં છેલ્લા 7 દિવસના 35 કેસમાંથી 18 વેક્સિનેટેડ, 11એ રસી લીધી જ નથી, 18 વર્ષથી નીચેના 5ને પણ કોરોના

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 100% વેક્સિનેટેડ અઠવામાં એક જ પરિવારના 4ને કોરોના
  • 35માંથી હોસ્પિટલાઇઝ કરાયેલા 6 પૈકી ચારે રસી લીધી નથી, જ્યારે બેએ એક જ ડોઝ લીધો છે
  • ઈચ્છાનાથની સોસાયટીની શિક્ષિકા, પતિ, 7 વર્ષના દીકરા સહિત 4ને ચેપ, સંપર્કમાં આવેલા 75 નેગેટિવ

અઠવા ઝોન 100 ટકા વેક્સિનેટેડ છે છતાં પીપલોદમાં એક જ પરિવારના 4 સભ્યો કોરોના સંક્રમિત થયા છે. છેલ્લા 7 દિવસમાં કોરોનાના 35 કેસ નોંધાયા છે, જેમાંથી 18 વેક્સિનેટેડ, 11 લોકોએ રસી લીધી જ નથી, 18 વર્ષથી નીચેના 5 બાળકો હતા. શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143660 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2115 થયો છે. બુધવારે શહેરમાંથી કોરોનાના 8 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી.

પાલિકાએ બુધવારે પોઝિટિવ આવેલા એક જ પરિવારના ચાર સભ્યોની હિસ્ટ્રી મેળવવાની સાથે તેમના કોન્ટેક્ટ ટ્રેસ કર્યા હતા. ચારેય સભ્યોના સંપર્કમાં આવેલા 75વ્યક્તિઓના પાલિકાએ કોરોનાના ટેસ્ટ કરાવ્યા હતા. પરંતુ તેમનો તમામનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. પરિવારના 4સભ્યો પૈકી 2 વ્યક્તિએ વેક્સિનના બન્ને ડોઝ લઈ લીધા છે. 1 વ્યક્તિએ વેક્સિનનો એક ડોઝ લઈ લીધો છે. જ્યારે એક સભ્ય 18 વર્ષથી ઓછી ઉમર હોવાથી તેણે વેક્સિન લીધી નથી. એક સભ્ય શિક્ષિકા છે.

છેલ્લા એક સપ્તાહમાં પોઝિટિવ આવેલા 35નું એનાલિસિસ

  • 12 લોકોએ વેક્સિન જ લીધી ન હતી
  • 8 લોકોએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે
  • 5 સંક્રમિત 18 ‌વર્ષથી નાની ઉંમરના બાળકો
  • 10 સંક્રમિતોએ વેક્સિનના પહેલો ડોઝ લીધો છે

કોવિડ 19 એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરવા સૂચન
એક જ પરિવારના ૪ સભ્યો સંક્રમીત હોવાનું સામે આવતા પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તહેવારો અને સામાજીક પ્રસંગોમાં શહેરીજનોને કોવિડ 19 એપ્રોપ્રીએટ બીહેવીયરનું પાલન કરવા તેમજ કામકાજના સ્થળે માસ્ક, સેનેટાઈઝેશન અને સોશિયલ ડીસ્ટન્સીંગનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

શહેરમાં વધુ 38556ને કોરોના રસી મુકાઈ: આજે તમામ સેન્ટરો કાર્યરત
​​​​​​​બુધવારે 38556 વ્યકતિને ડોઝ મુકવામાં આવ્યા હતા. આ સાથે શહેરમાં કુલ રસીકરણ 90.26 ટકાએ પહોંચી ગયું છે. શહેરમાં પ્રથમ અને બીજો ડોઝ મળી અત્યાર સુધીમાં 43,33,439નું રસીકરણ થયું છે. જેમાં 30,98,717 એ પ્રથમ અને 12,34,722એ બીજો ડોઝ મુકાવ્યો છે. આવતીકાલે શહેરના તમામ રસીકરણ સેન્ટરો કાર્યરત છે. 73 સેન્ટર પર કોવિશિલ્ડનના પ્રથમ અને 65 સેન્ટર પર બીજા ડોઝની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે કોવિન પોર્ટલ પર કોવીશીલ્ડ રસી માટેની ઓનલાઇન એપોઇમેન્ટ લીધી હોઇ તેના માટે અલગથી 36 સેન્ટરો કાર્યરત છે.

5 દિવસથી તાવમાં સપડાયેલી અમરોલીની મહિલાનું મોત
પાંચેક દિવસથી તાવમાં સપડાયેલી અમરોલીની મહિલાનું મોત નિપજ્યું છે. અમરોલી કોસાડ આવાસ ખાતે રહેતા સુશીલાબેન ધરમરાજ સીન્હા(૩૫)ના પતિ વેલ્ડીંગ કામ કરે છે. સુશીલાબેન છેલ્લા દિવસથી તાવમાં સપડાયા હતા અને ઘર નજીકના દવાખાનામાં સારવાર લઈ રહ્યા હતા. જોકે તેમની તબિયત વધુ લથડતા તેમને અમરોલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી તેમને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતા અમરોલી પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી અને સુશીલાબેનના મોતનું સાચુ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...