• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, Organs Of A Woman Who Was Declared Braindead By Accident Were Donated, Kidneys, Liver And Eyes Were Donated And Five Were Revived.

ઓર્ગન ડોનેશન:સુરતમાં અકસ્માતથી બ્રેઈનડેડ જાહેર થયેલા મહિલાના અંગોનું દાન કરાયું,  કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચને નવજીવન અપાયું

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહિલાના અંગદાન કરી પરિવારે પાંચ વ્યક્તિઓને નવું જીવન આપવામાં આવ્યું છે. - Divya Bhaskar
મહિલાના અંગદાન કરી પરિવારે પાંચ વ્યક્તિઓને નવું જીવન આપવામાં આવ્યું છે.
  • બારડોલી હાઈ વે પર મોપેડ પરથી પડી જતાં મહિલા બ્રેઈનડેડ જાહેર થયા હતા

અંગદાનમાં અગ્રેસર રહેલા સુરતમાંથી વધુ એક અંગદાન કરવામાં આવ્યું છે. બારડોલી હાઈ વે પર મોપેડ પરથી નીચે પડી જતાં બ્રેઈનડેડ જાહેર થયાં હતાં. બાદમાં રાણા સમાજના મીનાક્ષીબેન અનિલકુમાર રાણાના પરિવારે તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કર્યું હતું. જેથી અંગોની પીડાતથી જીવતા પાંચ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.

મોપેડ પરથી પટકાતા ગંભીર ઈજાઓ થયેલી
301, તીરંગા એપાર્ટમેન્ટ, રાવલીયાનો ટેકરો, નવાપુરા, ગોલવાડ, મુકામે રહેતા અને જરીના વ્યવસાય સાથે સંકળાયેલા અનિલકુમાર મંગળવાર, તા.9 નવેમ્બરના રોજ તેમની પત્ની મીનાક્ષીબેન સાથે મોપેડ ઉપર મહુવા ખાતે આવેલ વિઘ્નેશ્વર દાદાના મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે સુરત બારડોલી હાઇવે પર, બારડોલી પાસે આવેલ હેલો-ફ્રેશ નામની દુકાનની સામે સવારે આશરે 9.30 કલાકે એક અજાણ્યા વાહન ચાલક સાથે અકસ્માત થતા મીનાક્ષીબેન મોપેડ પરથી નીચે પડી જતા તેમને માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયા હતા.

બ્રેઈનડેડ જાહેર થયા હતા
તાત્કાલિક તેમને બારડોલીમાં આવેલ સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરી નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પરિવારજનોએ તેમને સુરતની INS હોસ્પીટલમાં ન્યુરોફીજીશિયન ડો. મનોજ સત્યવાણીની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી.બુધવાર, તા. 10 નવેમ્બરના રોજ INS હોસ્પીટલના ડોક્ટરોએ મીનાક્ષીબેનને બ્રેઈનડેડ જાહેર કરતા ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી મીનાક્ષીબેનના પરિવારજનોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.

પરિવાર અંગદાનની સંમતિ આપી
મીનાક્ષીબેનના પતિ અનિલકુમારે જણાવ્યું કે મારી પત્ની બ્રેઈનડેડ છે, અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે, ત્યારે શરીર તો બળીને રાખ જ થઇ જવાનું છે. ત્યારે મારી પત્નીના જેટલા પણ અંગોનું દાન થઇ શકતું હોય તે બધા જ અંગોનું દાન કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપો. તેઓને પરિવારમાં 15 વર્ષીય પુત્રી અને 13 વર્ષીય પુત્ર છે. તેમની પુત્રી અસ્મિતા ધોરણ 10 માં, અને પુત્ર ક્રિષ્ણા ધોરણ 8માં અભ્યાસ કરે છે.

ગ્રીન કોરિડોરથી અંગો અમદાવાદ મોકલાયા
SOTTO દ્વારા લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને ફાળવવામાં આવ્યું. જયારે બંને કિડની HLA મેચિંગ પછી SOTTO દ્વારા ફાળવવામાં આવશે.દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં મહેસાણાના રહેવાસી 41 વર્ષીય વ્યક્તિમાં કરવામાં આવ્યું છે.દાનમાં મેળવવામાં આવેલી બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ HLA મેચિંગ પછી SOTTO દ્વારા ફાળવેલ હોસ્પીટલમાં બે જરુરીયાતમંદ દર્દીમાં કરવામાં આવશે.કિડની અને લિવર સમયસર રોડમાર્ગે અમદાવાદ પહોંચાડવા માટે સુરત INS હોસ્પિટલથી અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ સુધીના માર્ગનો ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.