તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, Only Important Works Will Be Done In The District Court Till April 5, A Resolution Was Passed By The Lawyers Of Koro

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંક્રમણની અસર:સુરતમાં 5 એપ્રિલ સુધી મહત્વના કામો જ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં કરાશે, કોરોના વકરતા વકીલો દ્વારા ઠરાવ પસાર કરી નિર્ણય લેવાયો

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વકીલોમાં કોરોના સંક્રમણ ફેલાયા બાદ બાર દ્વારા નિર્ણય લેવાયો(ફાઈલ તસવીર) - Divya Bhaskar
વકીલોમાં કોરોના સંક્રમણ ફેલાયા બાદ બાર દ્વારા નિર્ણય લેવાયો(ફાઈલ તસવીર)
  • ડિસ્ટ્રીક્ટ પ્રિન્સીપાલ જજને પણ લેખિતમાં જાણ કરાઈ

સુરતમાં વધતા કોરોના સંક્રમણની અસર હવે ન્યાયાલય પર પણ દેખાઈ રહી છે. સુરત ડિસ્ટ્રીક્ટ બાર એસોસિયેશન દ્વારા અગત્યના કામ સિવાયની કામગીરીથી અળગા રહેવા માટે ઠરાવ પસાર કર્યો છે. વકીલ મંડળ દ્વારા 25 માર્ચ થી 5 એપ્રિલ સુધી સુરત ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં મહત્વના કામો જ કરવામાં આવશે.સુરત ડીસ્ટ્રીક બાર એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, કોર્ટ પરિસરમાં લોકોની અવરજવર ખૂબ જ મોટા પ્રમાણમાં રહે છે. જેથી સંક્રમણ વધુ ન ફેલાય તે માટે જજને પણ લેખિતમાં જાણ કરવામાં આવી છે.

ગંભીરતાની ધ્યાને રાખીની નિર્ણય
કોર્ટ બિલ્ડિંગ 10 માળનું હોવાથી લગભગ તમામ લોકો લિફ્ટનો પણ મહત્તમ ઉપયોગ કરે છે. છેલ્લા ઘણા સમયમાં સુરત કોર્ટના કર્મચારીઓ અને વકીલો પણ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. જેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બાર એસોસિએશન દ્વારા આજે મળેલી બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવાયો છે.

તારીખો આપી દેવાશે
સુરત બાર એસોસિએશન દ્વારા આ અંગે પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક જજને પણ લેખિતમાં જાણ કરી છે. કોરોના સંક્રમણને કારણે કેટલાક મહત્ત્વના કેસમાં જો પક્ષકાર હાજર ન રહેતો તેની સામે વોરંટ ઈસ્યુ ન કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. કેસને યથાસ્થિતિ રાખીને અન્ય તારીખ કાપવા માટે વિનંતી કરી છે.વકીલ મંડળ દ્વારા રિમાન્ડ અરજી, જમીન અરજી વગેરેના કામોને બાદ કરતા અન્ય કામોથી અળગા રહેવા માટે નિર્ણય લેવાયો છે. સુરત શહેરમાં રોજના કોરોના સંક્રમણના કેસ વધતા વરિષ્ઠ નાગરિકોને કોર્ટમાં ન આવવા માટે પહેલાથી જ જાણ કરી દેવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો