તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીની તૈયારી:સુરતમાં NCPએ 30 વોર્ડમાંથી 20 વોર્ડ પર ઉમેદવારોના નામ જાહેર કર્યા, જાણો આખી યાદી

સુરતએક મહિનો પહેલા
ગુજરાત પ્રદેશ પ્રમુખ જયંતભાઈ બોસ્કી, રેશમા પટેલ સહિતના આગેવાનોની હાજરીમાં ઉમેદવારોના નામ જાહેર કરાયા. - Divya Bhaskar
ગુજરાત પ્રદેશ પ્રમુખ જયંતભાઈ બોસ્કી, રેશમા પટેલ સહિતના આગેવાનોની હાજરીમાં ઉમેદવારોના નામ જાહેર કરાયા.
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી અને જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઇ ચુકી છે. દરેક રાજકીય પાર્ટી પોતાનો દમખમ બતાવવા કામે લાગી ગયી છે. ત્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ એટલે કે એનસીપી પાર્ટીએ સુરતમાં 30 વોર્ડમાંથી 20 વોર્ડ પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. સુરતમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ જયંતભાઈ બોસ્કી, રેશમા પટેલ સહિતના આગેવાનોની હાજરીમાં આ ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા.

સકારાત્મક નીતિ નિયમો, કાર્યશેલી અને ઉર્જા સાથે મેદાનમાં ઉતરશે
સુરતમાં આ વખતે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ એટલે કે એનસીપી પાર્ટી પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મેદાને ઉતરી છે. સુરતમાં એનસીપી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ જયંતભાઈ બોસ્કી, મહિલા પ્રમુખ અને પ્રવક્તા રેશમા પટેલ સહિતના નેતાઓની હાજરીમાં આ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. સુરતના 30 વોર્ડમાંથી 20 વોર્ડમાં એનસીપીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. રેશમા પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં એનસીપી આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે અને જીત મેળવશે, ભાજપના શાસનમાં ઘણું બધું તાનાશાહી ભરેલું વર્તન થઇ રહ્યું છે. એની સામે એનસીપી પાર્ટી સકારાત્મક નીતિ નિયમો, કાર્યશેલી અને ઉર્જા સાથે મેદાનમાં ઉતરશે.

જાહેર કરાયેલા ઉમેદવારોની યાદી.
જાહેર કરાયેલા ઉમેદવારોની યાદી.

એનસીપીની ટીમનું નિર્માણ થશે
રેશમા પટેલે જણાવ્યું હતું કે, પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ થઇ શકે તે માટે એનસીપી દ્વારા જ એક ટીમનું નિર્માણ કરશે. અને તે ખુદ મોનીટરીંગ કરશે. આ ઉપરાંત ઠરાવ પાસ કરી દરેક કોર્પોરેટરોએ પોતાના વોર્ડમાં જનતા દરબારનું આયોજન કરવાનું રહેશે. જેથી જનતા પોતાના પ્રશ્નો ડાયરેક્ટ કોર્પોરેટરને કહી શકશે અને તે પ્રશ્નોનું નિરાકરણ થઇ શકે.

સુરતમાં ચૂંટણી થશે રસાકસી ભરી
સુરતમાં આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રસાકસી ભરી રહે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. આ વખતે ભાજપ કોંગ્રેસ તો ઠીક પણ આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરી છે. આપ પાર્ટી દ્વારા છેલ્લા કેટલાય દિવસોથી પોલ ખોલ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જેમાં ભાજપ શાસકોની પોલ ખુલી રહી છે. તેમજ આ વખતે એનસીપી પાર્ટી પણ મેદાનમાં ઉતરી છે. ત્યારે આ વખતે સુરતની ચૂંટણી રસાકસી ભરી રહે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. પરંતુ જનાદેશ શું રહે છે તે આગામી દિવસોમાં જ માલુમ પડશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો