તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધમકી:સુરતમાં પરિણીતાએ પૂર્વ પ્રેમીને મોકલેલો અંગત વીડિયો પ્રેમીના મિત્રે વાઈરલ કરવાની ધમકી આપી

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પરિણીતાના પૂર્વ પ્રેમી પ્રતિક માંગુકીયા અને નિશાંત વેકરીયા સામે ગુનો દાખલ

સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં રહેતી પરિણીતાએ પૂર્વ પ્રેમીને મોકલેલો અંગત વીડિયો પ્રેમીના મિત્રે વાઈરલ કરવાની ધમકી આપી હતી. જેના પગલે પરિણીતાએ પ્રેમી પ્રતિક માંગુકીયા અને નિશાંત વેકરીયા સામે ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, પરિણીતાને પ્રેમીને મિત્રે કહ્યું હતું કે, તારા બધા વીડિયો મારી પાસે આવી ગયા છે, હું ડિલિટ કરી દઈશ. ત્યારબાદ વોટ્સઅપ પર આઈમીસયુ લખી ઝઘડો કર્યો હતો.

પરિણીતાએ પ્રેમી સાથે બોલવાનું બંધ કરી દીધું છતાં પીછો કરતો હતો
મોટા વરાછા વિસ્તારમાં રહેતી પરિણીતાએ તેના પૂર્વ પ્રેમીને અંગત વીડિયો મોકલ્યો હતો. જોકે, બે મહિના પછી પરિણીતાએ બોલવાનું બંધ કરી દીધી હતું છતાંયે પ્રેમી તેનો પીછો કરી હેરાન કરતો હતો. જયારે તેનો મિત્ર પરિણીતાને તારા બધા વીડિયો મારી પાસે આવી ગયા છે, હું ડિલિટ કરી દઈશ તેમ કહી વોટ્સઅપ પર આઈમીસયુ લખી ઝઘડો કર્યો હતો. પોલીસે પરિણીતાની ફરિયાદને આધારે બંને સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

24 વર્ષીય પરિણીતાને પ્રતિક સાથે પ્રેમસંબંધ હતો
અમરોલી પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મોટા વરાછા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય પરિણીતાએ તેના પૂર્વ પ્રેમી પ્રતિક મહેશ માંગુકીયા (રહે, સીમાડા નાકા) અને તેના મિત્ર નિશાંત વેકરીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પરિણીતાએ જણાવ્યું હતું કે આરોપી પ્રતિક સાથે તેનો પ્રેમસંબંધ હતો અને ફોન ઉપર પણ વાતચીત કરતા હતા. દરમિયાન પ્રતિકે અંગત વીડિયો મોકલવાનું કહેતા પરિણીતાએ પોતાનો નિર્વસ્ત્ર વીડિયો બનાવીને વોટ્સઅપ ઉપર મોકલ્યો હતો. જાકે ત્યારબાદ બે મહિના પછી બંને રાજી ખુશીથી અલગ થયા હતા.

પ્રેમીના મિત્રે વોટ્સઅપમાં આઈમીસયુ લખી મોકલાવતા ઝઘડો થયો હતો
પરિણીતાએ પ્રતિક સાથે બોલવાનું પણ બંધ કરી દીધું હતું છતા પ્રતિક તેનો પીછો કરતો હતો. જયારે તેનો મિત્ર નિશાંતે પરિણીતાને તારા બધા વીડિયો મારી પાસે આવી ગયા છે. હું ડિલીટ કરી દઈશ તેમ કહીં વોટ્સઅપ ઉપર આઈમીસયુ લખી મોકલાવ્યું હતું. જેથી પરિણીતાએ તેની સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ પરિણીતાને અંગત વીડિયો વાઈરલ કરી દેવાની ધમકી આપતા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો