સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ધારુકા કોલેજ નજીકથી પસાર થતી વિદ્યાર્થિનીની આધેડે છેડતી કરી હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થિની કાપોદ્રા બ્રિજ પાસે ઊભી હતી. તે દરમિયાન એક આધેડ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. તેણે શારીરિક રીતે વિદ્યાર્થિનીની છેડતી કરી હતી. વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડીને તેમની પાછા આવી ગયા હતા. ત્યારબાદ આ લોકોએ આધેડને ઝડપી પાડયો હતો.
હિંમતભેર સામનો કર્યો
વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટનામાં આધેડને ઝડપી પાડીને આસપાસના લોકોએ માર માર્યો હતો. તેમજ વિદ્યાર્થિનીએ પણ તેને તમાચા માર્યા હતા. વિદ્યાર્થિની એક બાદ એક તમાચા મારવાનું શરૂ કરી દીધું હતું. થોડા સમય માટે તો આધેડે કરેલી છેડતી સમયે વિદ્યાર્થિની સ્તબ્ધ થઈ ગઈ હતી. તે સમજી નથી શકતી કે, તેની સાથે આ વ્યક્તિ શું કરી રહ્યો છે. થોડા સમય માટે વિદ્યાર્થિની ખૂબ જ ગભરાઈ ગઈ હતી. પરંતુ તેણે હિંમતભેર આસપાસના લોકોની બૂમો પાડીને એકત્રિત કરી દીધા હતા.આજે જે કૃત્ય કર્યું છે તે અંગેની માહિતી આપી હતી.
વિદ્યાર્થિનીની સુરક્ષાને લઈને સવાલો
છેડતી કરનાર આધેડ અને કાપોદ્રા પોલીસ સ્ટેશને માર મારતા લઈ જવાયો હતો. પોલીસમાં વિદ્યાર્થિનિએ ફરિયાદ કરી હોવાનું પણ જણાવ્યું હતુ. કાપોદ્રા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ કાપોદ્રા વિસ્તારમાં આવેલી ધારુકા કોલેજ પાસે રોજની હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અવર-જવર કરતી હોય છે. એવા સ્થળ ઉપર આ પ્રકારના આધેડ દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું છે. તેને કારણે ફરી એક વખત વિદ્યાર્થિનીની સુરક્ષાને લઇને ચર્ચા થઈ રહી છે. આ જ પ્રકારના બનાવો બનતા રહેશે. તો સુરત શહેરમાં વિદ્યાર્થીઓ કેવી રીતે સુરક્ષિત રહેશે તે સમજી શકાય છે.
ગ્રીષ્મા હત્યા જાહેરનામું બહાર પડ્યું હતું
સુરતના પોલીસ કમિશનર દ્વારા ગ્રીષ્મા હત્યા બાદ કોલેજ બહાર આવારા તત્વો એકઠા ન થાય તે માટે ડ્રાઈવ યોજાઈ હતી. સાથે જ જાહેરનામું પણ બહાર પડાયું હતું કે, કોઈ આવારા તત્વો દેખાશે તો કામગીરી કરવામાં આવશે. જો કે, પોલીસે ડ્રાઈવ પણ યોજી હતી. તેમાં પણ હથિયારો સાથે લોકોને ઝડપી પાડવામાં આવ્યાં હતાં.તેમ છતાં હજુ પણ આવારા તત્વો કોલેજ બહાર આંટા ફેરા કરતાં હોવાનું સામે આવી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.