વેક્સિન મળશે?:સુરતમાં વેક્સિનેશન સેન્ટર વધારી 164 કરાયા, પહેલા અને બીજા ડોઝ માટે સેન્ટર અલગ-અલગ કરાયા, સંપૂર્ણ લિસ્ટ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા દ્વારા 116 સેન્ટરમાંથી 164 સેન્ટર કરવામાં આવ્યા
  • દરેક સેન્ટર પર 100 લોકોને રસી આપવાની વ્યવસ્થા

સુરતમાં વેક્સિનની અછતના કારણે સેન્ટરો પર લોકોનો ધસારો વધી ગયો છે. સેકન્ડ ડોઝ લેનારાઓની સંખ્યા પણ વધી છે અને રસીના ડોઝ ઓછા આવી રહ્યાં છે. આજે પણ મોટાભાગના વેક્સિનેશન સેન્ટર બહાર લાઈનો જોવા મળી રહી છે. પાલિકા દ્વારા લોકોની સરળતા માટે વેક્સિનેસન સેન્ટરમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં કોવિશીલ્ડના પહેલા ડોઝ માટે 91 સેન્ટર જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે કોવિશીલ્ડના બીજા ડોઝ માટે 71 સેન્ટર જાહેર કરાયા છે. જ્યારે કોવેક્સિનના 2 સેન્ટર રાખવામાં આવ્યા છે.

બીજા ડોઝ માટે મેસેજ હોય તેને અગ્રીમતા અપાશે
પાલિકાના આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, સુરત શહેરમાં 116 રસીકરણના સેન્ટર હતા. જે વધારીની 164 કરવામાં આવ્યા છે. જેમાં દરેક સેન્ટર દીઠ 100 લોકોનું રસીકરણ કરવામાં આવશે. બીજા ડોઝ લેવા આવનાર પૈકી જેને મેસેજ આવ્યો હશે તેને અગ્રીમતા આપવામાં આવશે.

વેપારી અને દુકાનદારોને વધારે મુશ્કેલી
10 જુલાઈ સુધીમાં વેપારીઓ અને દુકાનદારોને વેક્સિન લેવી ફરજિયાત કરવામાં આવી છે. જોકે હાલ વેપારીઓ અને દુકાનદારો વેક્સિનનેશન સેન્ટરો પર ધક્કા ખાઈ રહ્યા છે. જેથી વેપારી અને દુકાનદારોમાં વેક્સિનને લઈને મૂંઝવણ જોવા મળી રહી છે.