• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, Hindus And Muslims Performed Aarti To Sriji Together, Organizers Said; 'We Have Been Celebrating Festivals Together For Over 10 Years'

ગણેશોત્સવમાં કોમી એકતા:સુરતમાં હિંદુ અને મુસ્લિમોએ મળીને શ્રીજીની આરતી કરી, આયોજકોએ કહ્યું; 'અમે 10થી વધુ વર્ષથી એકસાથે તહેવારોની ઉજવીએ છીએ'

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરતમાં તમામ ધર્મના લોકો ભાઈચારા સાથે શ્રીજીની આરાધના કરી રહ્યા છે. - Divya Bhaskar
સુરતમાં તમામ ધર્મના લોકો ભાઈચારા સાથે શ્રીજીની આરાધના કરી રહ્યા છે.

સુરત શહેર સહિત દેશભરમાં ગણેશોત્સવની શરૂઆત થઇ ચૂકી છે. સુરત શહેરમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરતના લિંબાયત આંબેડકરનગર પાસે હિન્દુ મુસ્લિમ સહિત તમામ સમાજના લોકો દ્વારા શ્રીજીની સ્થાપના કરીને પૂજા અર્ચના કરવામાં આવી રહી છે.

શ્રીજીની ભક્તિમાં સૌ કોઈ મગ્ન
કોરોનાને લઈને બે વર્ષથી તહેવારોની ઉજવણી થઇ શકી ના હતી. પરંતુ, આ વર્ષે નિયંત્રણો હળવા થતા તહેવારોની ઉજવણી થઇ રહી છે. એકદંતના આગમન સાથે સુરત શહેરમાં ગલી શેરી મહોલ્લામાં રોશની અને શણગાર કરવામાં આવ્યો છે. લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બાપ્પાને વેલકમ કરવા સુરતીઓએ કોઈ કચાસ બાકી રાખી નથી. સુરત શહેરમાં અલગ અલગ થીમ સાથે શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે, ત્યારે આ ગણેશોત્સવમાં કોમી એકતાના દર્શન પણ થયા છે. સુરતના લિંબાયત આંબેડકરનગર નવી પાણીની ટાંકી પાસે શ્રીજીની પ્રતિમાની સ્થપના કરવામાં આવી છે અને હિન્દુ-મુસ્લિમ સહિત તમામ ધર્મના લોકો દ્વારા બાપ્પાની પૂજા અર્ચના એક સાથે મળીને કરવામાં આવી રહી છે.

વર્ષોથી કોમી એકતા એકતાથી ઉજવણી
આયોજકોએ જણાવ્યું હતું કે, અમે 10થી વધુ વર્ષથી તહેવારોની ઉજવણી એક સાથે કરીએ છીએ. કોઈ પણ તહેવાર હોય અમે અહી બધા એક સાથે રહીએ છીએ અને એકસાથે તમામ તહેવારોની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરીએ છીએ. કોઈપણ ભેદભાવ રાખ્યા વગર હિન્દુ મુસ્લિમ સૌ કોઈ શ્રીજીની આરાધના કરવામાં મશગુલ દેખાય છે. કોમી ભાઈચારાની વચ્ચે ગણેશ ઉત્સવ ની ઉજવણી થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...