તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વર્લ્ડ પોપ્યુલેશન ડે:સુરતમાં અધધધ વસતી વધારો, 69 લાખને આંબી ગઈ, સ્ત્રી-પુરુષની સંખ્યામાં નોંધનીય તફાવત

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરતમાં વસતી 10 વર્ષમાં વસતીમાં 55 ટકાનો વધારો થયો

સુરત શહેર એ ઉદ્યોગિક રીતે ખૂબ જ મહત્વનું શહેર છે. લગભગ દેશના તમામ રાજ્યના લોકો અહીં રોજીરોટી કમાવા માટે આવી રહ્યા છે તેના કારણે સુરત શહેરની વસતી કૂદકે ને ભૂસકે વધી રહી છે. આજે ગુજરાતનું ગ્રોથ એન્જિન તરીકે સુરત એટલું આગળ વધી રહ્યું છે કે તેમાં લોકો પોતાનું ભવિષ્ય શોધવા માટે સુરત શહેરમાં આવી રહ્યા છે. અને મોટી સંખ્યામાં લોકો અહીં સ્થાયી થતા છેલ્લા દસ વર્ષમા સુરત શહેરમાં વસતીની દૃષ્ટિએ ધરખમ વધારો થયો છે. હાલ સુરતની વસતી 69 લાખને આંબી ગઈ છે અને સ્ત્રી-પુરુષની સંખ્યામાં નોંધનીય તફાવત જોવા મળી રહ્યો છે.

છેલ્લા 5થી 7 વર્ષમાં ચિંતાજનક રીતે વસતીનો વધારો
સુરત મહાનગરપાલિકામાં રજૂ થયેલા આંકડાઓ છે તે મુજબ વાત કરીએ તો સુરતમાં વસતી 10 વર્ષમાં વસતીમાં 55 ટકાનો વધારો થયો છે. સુરત શહેરમાં મનપાએ જાહેર કરેલા આંકડામાં સુરતમાં સતત વસતી વધારો નોંધાઈ રહ્યો છે. સુરત શહેરની વસતીમાં દર વર્ષે વધારો નોંધાઈ રહ્યો છે. શહેરમાં છેલ્લા 5થી 7 વર્ષમાં ચિંતાજનક રીતે વસતીનો વધારો થયો છે.

જેટલી વસતી વધુ તેટલાં વહીવટીતંત્ર માટે પડકારો
આમ વિશ્વના સૌથી વધુ વસતી ધરાવતા ટોચના દસ શહેરોમાં સુરત પણ સામેલ થઈ ગયું છે. જ્યારે દેશમાં સૌથી વધુ વસતી ધરાવતા શહેરોમાં સુરત નવમાં ક્રમે આવે છે. સુરત મનપાએ રજૂ કરેલા આંકડા મુજબ સુરત શહેરની વસતી 69 લાખને પાર આંબી ગઈ છે. દેશના અન્ય શહેરોમાં જ્યાં સૌથી વધુ વસતી છે તેની યાદી માં હવે સુરતનો સમાવેશ થયો છે. જેટલી વસતી વધુ હોય છે તેટલા વહીવટીતંત્ર માટે પડકારો પણ ઊભા થતાં હોય છે.

સુરતમાં વસતી પ્રમાણે ટ્રાફિકમાં પણ વધારો થઈ રહ્યો છે.
સુરતમાં વસતી પ્રમાણે ટ્રાફિકમાં પણ વધારો થઈ રહ્યો છે.

પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યામાં ઘટાડો
સુરતમાં સુરતમાં વધુ એક મોટો પડકાર એ ઉભો થઈ રહ્યો છે કે પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યા વર્ષે વર્ષે ઘટી રહી છે. સાથે સાથે સ્ત્રી અને પુરુષમાં સમાનતાનો રેશિયો પર ખોરવાયો છે. સુરતમાં 1000 પુરુષોની સરખામણીમાં માત્ર 756 સ્ત્રીઓ મહિલાઓ હોવાનો ચોંકાવનારી વિગત સામે આવી છે. સામાજિક દ્રષ્ટિકોણથી જોઈએ તો પુરુષ અને સ્ત્રીની સંખ્યા વચ્ચે નો મોટો તફાવત અનેક મોટી મુશ્કેલીઓ સર્જી શકે છે એક પ્રકારે કરીએ છીએ કે સમાજ માટે એક મોટો પડકાર પણ ઉભો થઈ રહ્યો છે. જેની સીધી અસર વ્યક્તિના સામાજિક જીવન ઉપર પડતી હોય છે.

બહારથી આવતા લોકોનો સુરતમાં વસવાટ
સુરતમાં ઔદ્યોગિક વિકાસે હરણફાળ ભરી છે સાથે સાથે સુરતમાં અનેક સુખાકાર અને પાયાની સુવિધાઓ, સવલતો મળતી રહી છે તેના કારણે જ આજે સુરત અન્યા શહેરોની હરળોમાં સ્થાન પામ્યુ છે. ત્યારે સુરતમાં અનેક લોકો નોકરી ધંધાની શોધમાં આવીને વસવાટ કરે છે કેટલાક તો સમય જતા ત્યાં જ સ્થાયી થઈ જતા હોય છે. તેના કારણે પણ વસતીમાં વધારો થયો હોવાનું મનાઈ રહ્યું છે.

દેશના તમામ શહેરોમાંથી લોકો સુરતમાં વસવાટ કરી રહ્યા છે.
દેશના તમામ શહેરોમાંથી લોકો સુરતમાં વસવાટ કરી રહ્યા છે.

વસતી વધારાથી એક હજાર પુરુષોએ માત્ર 756 સ્ત્રીઓ
ઔદ્યોગિક શહેર હોવાથી અહીં લોકો કામકાજ અર્થે રોજગારી મેળવવા આવે છે અને ત્યાર બાદ કાયમી ધોરણે પણ વસવાટ કરતા થઈ જાય છે.ઔદ્યોગીક ઉત્પાદનવર્ષ 2008માં સુરત 16.5 ટકા GDP સાથે ભારતનાં સર્વાધિક GDP વિકાસ દર ધરાવતા શહેરોમાંનું એક શહેર સુરત છે. શહેરી વિકાસ મંત્રાલય પ્રમાણે સુરત ભારતનું ત્રીજા ક્રમનું પણ સામે આવ્યો છે. સ્થાનિક સુરતીઓ થકી જે વસતી વધારો છે તેના કરતાં વધુ પ્રમાણમાં વસતી વધારો લોકોથી સુરત શહેરમાં થઈ રહ્યો છે. પરપ્રાંતીય લોકો સુરત શહેરમાં ઉદ્યોગિક વિકાસના દરને વધારવામાં પણ મદદરૂપ થઇ રહ્યા છે.

શિક્ષણ અને આરોગ્યના પ્રશ્નો પણ સર્જાતા હોય છે
વસતી વધારાને કારણે સુરત મહાનગરપાલિકા માટે મોટો પડકાર ઊભો થઈ રહ્યો છે. સુરત શહેર ચારે દિશાઓમાં ખૂબ ફેલાઈ રહ્યું છે તેના કારણે કોર્પોરેશનમાં નવા સમાવિષ્ટ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવાનો મોટો પડકાર સામે આવ્યો છે. જેમ લોકોની સંખ્યામાં વધારો થતો જાય છે તેમ રોડ, રસ્તા, ગટર, પીવાનું પાણી, લાઇટ, શિક્ષણ અને આરોગ્યના પ્રશ્નો પણ સર્જાતા હોય છે.

વસતી વધારાને કારણે સુરત મહાનગરપાલિકા માટે મોટો પડકાર ઊભો થઈ રહ્યો છે.
વસતી વધારાને કારણે સુરત મહાનગરપાલિકા માટે મોટો પડકાર ઊભો થઈ રહ્યો છે.

પડકારોને પહોંચી વળવા ઇનોવેટિવ આઇડિયાઓનું અમલીકરણ
સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું કે સુરત શહેર છે તેથી સુરતમાં દર વર્ષે વસતીમાં નોંધનીય રીતે વધારો થઈ રહ્યો છે. કોર્પોરેશન દ્વારા તમામ પડકારોને પહોંચી વળવા માટે નવા-નવા ઇનોવેટિવ આઇડિયાઓનું અમલીકરણ કરવામાં આવી રહ્યો છે. જેથી કરીને આગામી દિવસોમાં સરળતાથી લોકોને તમે પ્રકારની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરી શકાય. જે ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરી રહ્યા છે. તે ભવિષ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને જ કરી રહ્યા છે અને હજુ પણ લોકોને સુવિધાઓ યોગ્ય અને ગુણવત્તાસભર મળે તેવા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે જે કોઈ પણ પડકારજનક પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે સક્ષમ હોય શકે.