તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મધર્સ ડે સ્પેશિયલ:સુરતમાં ગાયનેકોલોજિસ્ટ માં-દીકરીએ કોરોનાના પડકાર વચ્ચે સગર્ભાઓની સેવા કરવાનો વ્યવસાયિક ધર્મ નિભાવ્યો

સુરત4 મહિનો પહેલાલેખક: દેવેન ચિત્તે
  • કૉપી લિંક
કોરોનામાં મહિલાઓ માટે બીજા તબક્કાને ઘાતક ગણાવવામાં આવ્યો હતો. - Divya Bhaskar
કોરોનામાં મહિલાઓ માટે બીજા તબક્કાને ઘાતક ગણાવવામાં આવ્યો હતો.
  • કોરોનાના પહેલા કરતાં બીજા તબક્કાને સગર્ભા માટે ખતરનાક ગણાવ્યો

વિશ્વ મધર્સ ડેની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે શહેરમાં ગાયનેકોલોજિસ્ટ તરીકે કામ કરતી માં-દીકરીએ કોરોનાના પડકાર વચ્ચે પણ સતત સેવા આપવાનો ઉપક્રમ જાળવી રાખ્યો હતો. પહેલા તબક્કા કરતાં કોરોનાના બીજા તબક્કામાં સગર્ભા પર વધુ જોખમ જોવા મળી રહ્યું છે ત્યારે ડોક્ટર એકતા પટેલ અને તેમના માતા પૂર્ણિમા પટેલ દ્વારા વ્યવસાયિક ધર્મ નિભાવીને સતત કોરોનાગ્રસ્તો સહિત સામાન્ય મહિલાઓને સેવા કરવાનો ધર્મ નિભાવ્યો હતો.

મુશ્કેલીના સમયે સજાગ
ડોક્ટર એકતા પટેલ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 7 વર્ષથી ગાયનેકોલોજિસ્ટ તરીકે ફરજ બજાવે છે કોરોના સંક્રમણના પહેલા અને બીજા તબક્કામાં ડોક્ટર એકતા પટેલે પોતાની કર્તવ્ય પરાયણતાનું ઉમદા ઉદાહરણ પુરુ પાડ્યું છે. નવી સિવિલ હોસ્પિટલ તરફથી તેમને જે પણ ફરજ સોંપવામાં આવી છે.તેમણે બખૂબી નિભાવી છે. મધર્સ ડે જેવા મહત્વના દિવસે એકતા પટેલ અને તેના પરિવાર વિશે સમાજને માહિતગાર કરવા ખૂબ જરૂરી બને છે. તેઓ સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બની જાય છે. ડોક્ટર એકતા પટેલની માતા પૂર્ણિમા પટેલ પોતે પણ તબીબ છે.ડોક્ટર પૂર્ણિમા પટેલ સુરત શહેરમાં છેલ્લા 30 વર્ષથી ખાનગી હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે.

પરિવારની ચિંતા રહેતી
દરેક પ્રોફેશનલ મહિલા માટે પોતાની નોકરીની સાથે પરિવારને સાચવવું એ ખૂબ મોટો પડકાર હોય છે.ડોક્ટર એકતા પટેલે તેને ખૂબ સારી રીતે નિભાવ્યો છે. ગાયનેકોલોજિસ્ટ હોવાને કારણે તેમણે કોવિડ પોઝિટિવ દર્દીઓની સારવાર કર્યા બાદ ઘરે આવીને પોતે સંક્રમિત ન થાય તેનું ધ્યાન રાખવાનું જ પણ સાથે સાથે પરિવારના સભ્યો સંક્રમિત ન થાય તે માટે ખૂબ કાળજી લેવાની ચિંતા રહેતી હતી. ડોક્ટર એકતા પટેલે પ્રથમ અને બીજા વેવમાં સંપૂર્ણપણે નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી હતી.

બીજો તબક્કો ઘાતક રહ્યો
ડોક્ટર એકતા પટેલે જણાવ્યું કે, પહેલા તબક્કા કરતાં બીજા તબક્કામાં કોરોના સંક્રમણ ખૂબ ઘાતક હતું અને તે પણ સૌથી વધુ સગર્ભા મહિલાઓ માટે તો આ ખૂબ જોખમી પુરવાર થયું છે. પહેલા તબક્કામાં સગર્ભા મહિલાઓ ખૂબ ઓછી સંક્રમિત થતી હતી. પરંતુ બીજા તબક્કામાં સગર્ભા મહિલાઓ પોઝિટિવ થવાનો રેશિયો ખૂબ વધારે હતો. બીજી તરફ મારી પોતાની દીકરી અત્યારે 2 વર્ષની થઈ છે. પહેલા ફેઝ વખતે એક વર્ષની હતી. સિવિલ હોસ્પિટલમાં જઈને કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કરીને પરત ફરતી વખતે એક જ ચિંતા રહેતી હતી કે મારી કોઈ ભૂલ ના કારણે મારી દીકરી પણ ન થઈ જાય.

તાલમેલ રાખવું જરૂરી હોય છે
દરેક માતા-પિતાને ચિંતા હોય છે કે, પોતાનું સંતાન સંક્રમણથી સુરક્ષિત રહે અમારા માટે સૌથી મોટો પડકાર હતો કે હું અને મારા પતિ બન્ને ગાયનેકોલોજિસ્ટ છીએ. સિવિલ હોસ્પિટલમાં પોઝિટિવ દર્દીઓને સારવાર આપ્યા બાદ ઘરે દીકરીને હાથમાં લેતા પહેલા હાથ કંપી જાય એવી સ્થિતિ હતી. નાનો સરખો પણ તાવ કે અન્ય કોઈ લક્ષણો જણાઈ આવે તો વધુ પડતી ચિંતા કરી લેતા હતા. પરંતુ જે રીતે મને મારી માતાએ માનસિક રીતે તૈયાર કરી છે. તે આવી પરિસ્થિતિમાં મારા માટે ખૂબ મદદરૂપ પૂરવાર થયું છે. તેઓ 30 વર્ષથી ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરે છે. તેમની પાસેથી જ મેં હોસ્પિટલ અને ઘર વચ્ચે તાલમેલ રાખવાનું શીખી શકી છું. એ જ્ઞાન કોઈ સ્કૂલ કઈ યુનિવર્સિટીમાં નથી મળતું પરંતુ માતા પાસેથી જ શીખવા મળે છે.

દીકરીને કાર્ય કરતા જોઈ સંતોષ- માતા
ડોક્ટર પૂર્ણિમાબેન પટેલે જણાવ્યું કે, પોતાના સંતાનોને તો સૌ કોઈ ઉછેર કરી રહી છે. પરંતુ સમાજમાં સારા સુશિક્ષિત અને સંસ્કારી નાગરિક તૈયાર થાય તેની પણ જવાબદારી આપણી છે. અમે અમારા બાળકોને ક્યારેય અભ્યાસને લઈને માનસિક તાણ નથી આપ્યું, પરંતુ તેઓ પોતાની રીતે જ મેડિકલ ક્ષેત્રમાં આગળ વધ્યા અને સારી ડિગ્રી મેળવી શક્યા છે. આજે એક માતા તરીકે પોતાની દીકરીને ડોક્ટર તરીકે દેશની અને શહેરની આપાતકાલીન કોરોના સંક્રમણ સ્થિતિમાં જ્યારે લોકોના અને એમાં પણ વિશેષ કરીને સગર્ભા મહિલાઓના જીવ બચાવતા જોઉં છું ત્યારે ખૂબ આનંદ થાય છે. ડૉ એકતા અમારા માટે જ નહીં પરંતુ સમાજ માટે દાખલારૂપ છે. આજે એક માતા તરીકે અને પ્રેક્ટિશનર ડોક્ટર તરીકે પોતાની દીકરીને ડોક્ટર તરીકે અને પુત્રને પણ મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરતો જોઉં છું ત્યારે એક માતા તરીકેનો સંતોષ મળે છે.

અન્ય સમાચારો પણ છે...