આજના યુગમાં બધા વાલીઓ ઈચ્છતા હોય છે કે, તેમનું બાળક ખૂબ સારો અભ્યાસ કરી પોતાના અને પોતાના માતા-પિતાના સપનાઓ પૂર્ણ કરે અને સમાજમાં એક પ્રતિષ્ઠિત પદ પ્રાપ્ત કરે. આજની પેઢીના બાળકો સોશિયલ મીડિયા અને સ્પર્ધાત્મક જમાનામાં જીવે છે. આની સાથે તેમનો માનસિક અને સર્વાંગ વિકાસ પણ મહત્વનો ભાગ ભજવે છે. બાળકો માટે જ્ઞાન સાથે સારા સંસ્કાર અને સારી પરવરીશ પણ મહત્વપૂર્ણ છે. એટલે વાલીઓ વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને ચિંતામાં રહે છે કે, બાળકો સ્કૂલ જવાથી લઈ ગ્રેજ્યુએશન પછી ક્યા માર્ગ (કોર્સ) પર જશે?આવા અને ભાવિ પ્રશ્નોના કેવળ વાલીઓ જ નહી પરંતુ વિદ્યાર્થીઓમાં પણ ચિંતન મનન કરતા હોય છે. આગળ જઈને ભાવિ ઘડતની તક મળશે? મળશે તો કેવી મળશે? એવા અનેક પ્રશ્નો મનમાં થતા હોય છે. દરેક માતા પિતાની ઈચ્છા હોય છે કે તેમના બાળક માટે તેઓ સારા નિર્ણય લે અને તેમ માટે નિર્ણય ભાવિ પરિસ્થિતિમાં સારો પુરવાર થાય.
સારા ક્ષેત્ર વિષે અપુરતું જ્ઞાન હોવાથી બાળક પોતાની ઈચ્છા પુરી કરી શકતો નથી. પોતાની કારકીર્દીની સીડીમાં ચડવા અડચણ આવે છે. ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓનાં આવી એજ્યુકેશનને લગતી મૂંજવણનું નિરાકરણ લાવવા દિવ્ય ભાસ્કર દ્વારા એજ્યુકેસનને લગતા ફેરનું આયોજન તા.19 અને 20 ફેબ્રુઆરી 2022 સવારે 10.30થી સાંજના 7 સુધી સાયન્સ સેન્ટર સિટી લાઈટમાં રાખવામાં આવ્યું છે. જેમાં વિવિધ કોર્સને લગતી માહિતી વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી પહોંચે અને તેના વિષે જ્ઞાન પ્રાપ્ત થાય જેથી વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યને લઈ સાચો માર્ગ પસંદ કરે. આ ફેરમાં સુરતની પ્રતિષ્ઠિત શાળાઓ, યુનિવર્સિટીઓ,આઈ.ટી એન્ડ વોકેશન ટ્રેઈનિંગ ઈન્સ્ટિટ્યુટ, એબ્રોડ સ્ટડીઝ, ડિઝાઈનિંગ કોર્ષ, એવિએશન, હોસ્પિટાલિટી, મેનેજમેન્ટ ઈન્સ્ટીયુટના એજ્યુકેશન એક્સપર્ટો દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.