તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, French Environment Minister Barbara Pompeli, Impressed By The Work Of The Corporation, Drove A Women's E rickshaw.

મુલાકાત:​​​​​​​સુરતમાં ફ્રાન્સનાં પર્યાવરણ પ્રધાન બાર્બરા પોમપિલી, મહાનગરપાલિકાની કામગીરીથી પ્રભાવિત થઈને મહિલાઓની ઈ-રિક્ષા ચલાવી

​​​​​​​સુરત6 મહિનો પહેલા
ફ્રાન્સના મહિલા પ્રધાને સુરતમાં મહિલાઓ માટે ચાલતી પીંક રિક્ષા જાતે ચલાવવાનો અનુભવ કર્યો હતો. - Divya Bhaskar
ફ્રાન્સના મહિલા પ્રધાને સુરતમાં મહિલાઓ માટે ચાલતી પીંક રિક્ષા જાતે ચલાવવાનો અનુભવ કર્યો હતો.
  • મનપાના વિવિધ પ્રોજેક્ટની સમીક્ષા મંત્રી દ્વારા કરવામાં આવી

ફ્રાન્સનાં પર્યાવરણ પ્રધાન બાર્બરા પોમપિલી પોતાના પ્રતિનિધિ મંડળ સાથે સુરતની એક દિવસીય મુલાકાતે છે. મુલાકાત દરમિયાન તેમણે સુરત મહાનગર પાલિકા કચેરી ખાતે ઈ-ઓટો રીક્ષા ચલાવી હતી. એક વિદેશથી આવેલા પ્રધાનને આ રીતે ઈ-રીક્ષા ચલાવતા જોઈને લોકો પણ અચરજમાં મtકાઈ ગયા હતા. બાર્બરા સુરતમાં પિંક રીક્ષા અને ઇ-બસ જોઈને પણ આનંદિત થયા હોવાનું જાણવા મળ્યું છે.ફ્રાન્સનાં પર્યાવરણ પ્રધાન 5 દિવસ માટે ભારત પ્રવાસે છેપર્યાવરણ સંરક્ષણ સંદર્ભે મુલાકાતે આવ્યું છે 15 સભ્યોનું પ્રતિનિધિ મંડળસુરતની એક દિવસીય મુલાકાત બાદ સાંજે દિલ્હી જવા રવાના થશે.

સુરતમાં સાકારિત થનાર મેટ્રો રેલ પ્રોજેક્ટમાં ફ્રાન્સ દ્વારા સહયોગ આપવામાં આવ્યો છે.
સુરતમાં સાકારિત થનાર મેટ્રો રેલ પ્રોજેક્ટમાં ફ્રાન્સ દ્વારા સહયોગ આપવામાં આવ્યો છે.

પાલિકામાં પ્રેઝન્ટેશન યોજાયું
બાર્બરા પોમપિલી અને 15 અધિકારીઓનું પ્રતિનિધિ મંડળ આજે સુરત શહેરની મુલાકાતે આવ્યું છે. વિદેશી મહેમાનો સવારનાં 8.25 કલાકે સુરત એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ મુગલીસરા સ્થિત મ.ન.પા. કચેરી ખાતે પહોંચ્યા હતાં. જ્યાં સુરત મ.ન.પા. દ્વારા વિવિધ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન યોજીને ફ્રાન્સ મંત્રી સહિતનાં મહેમાનોને માહિતી પૂરી પાડવામાં આવી હતી. આજની આ એક દિવસીય મુલાકાતનું આયોજન પર્યાવરણ સંદર્ભે કરવામાં આવ્યું છે. પરિણામે દિવસ દરમ્યાન તેઓ સુરત મ.ન.પા.એ શહેરને પ્રદૂષિત થતા અટકાવવા માટે શરૂ કરાયેલી મોબિલીટી બસ સેવા, ITMS સેન્ટર, બાયોડાઈવર્સિટી પાર્ક, પ્લાસ્ટિક પ્રોસેસિંગ સેન્ટર સહિતનાં પ્રોજેક્ટનું સ્થળ નિરીક્ષણ કરશે. વિવિધ પ્રોજેક્ટો ની મુલાકાત બાદ વિદેશી મહેમાનો સાંજે 7:00 કલાકે દિલ્હી જવા રવાના થશે.

પાલિકા દ્વારા પર્યાવરણને લઈને થતી કામગીરીની સમીક્ષા પણ પ્રધાને કરી હતી.
પાલિકા દ્વારા પર્યાવરણને લઈને થતી કામગીરીની સમીક્ષા પણ પ્રધાને કરી હતી.

મેટ્રો માટે ફ્રાન્સની સહાય
રાજ્યમાં અમદાવાદ બાદ શહેરીજનોને સામૂહિક મુસાફરીની સેવા પૂરી પાડવા માટે સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે ફ્રાન્સ દ્વારા સુરત મ.ન.પા.ને આર્થિક સહાય કરવામાં આવી છે. ફ્રાન્સનાં પર્યાવરણ પ્રધાનની મુલાકાત બાદ સુરત શહેર અને ફ્રાન્સ વચ્ચે કેટલાક પ્રોજેક્ટ માટે એમઓયુ થાય તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે.

ફ્રાન્સના પ્રતિનિધિઓ સાથે પાલિકાના અધિકારીઓએ પણ વિગતે ચર્ચા કરી હતી.
ફ્રાન્સના પ્રતિનિધિઓ સાથે પાલિકાના અધિકારીઓએ પણ વિગતે ચર્ચા કરી હતી.
અન્ય સમાચારો પણ છે...