તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, Four Doctors, Including A Doctor Selling Injection In Black, Were Caught With 3 Boxes. A Doctor, Including An Injection Supplier, Was Wanted.

રેમડેસિવિરના કાળાબજાર:સુરતમાં ઈન્જેક્શન બ્લેકમાં વેચતા ડોક્ટર સહિત ચાર 3 બોક્સ સાથે ઝડપાયા, ઈન્જેક્શન સપ્લાય કરનાર સહિત એક તબીબ વોન્ટેડ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
લોકોની માંદગીનો લાભ લઈને કાળાબજારી કરનારને ઝડપી લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. - Divya Bhaskar
લોકોની માંદગીનો લાભ લઈને કાળાબજારી કરનારને ઝડપી લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
  • ઈન્જેકશન સપ્લાય કરનાર ન્યુ કોસાડના મુની ક્લીનીક ઍન્ડ નર્સીગ હોમના ડોકટર હિતેશ ડાભીને વોન્ટેડ બતાવ્યો

શહેરમાં રેમડેસિવિર ગેરકાયદે વેચાણનું વધુ એક કૌભાંડ ખુલ્યું છે. જેમાં બે ડોક્ટર સહિત કુલ છ લોકોની ધરપકડ કરાઇ છે. એક આરોપી જૈમિશ જીકાદરા વોર્ડ 8ના ભાજપ ઉપપ્રમુખ કેતન જીકાદરાનો સગો ભાઇ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પીસીબી પીઆઇ એસ.જે. ભાટીયાએ બાતમીના આધારે લાલગેટ વિસ્તારમાં છટકું ગોઠવી જેનિશ કાકડીયાને 3 ઇન્જેક્શન સાથે પકડ્યો હતો. તેની પૂછપરછમાં કૌભાંડમાં સંડોવાયેલા તમામના નામ ખુલ્યા હતા. જેમાં મોટા વરાછા ઇગલ લેબોરેટરીમાંથી ડો. સાહિત ઘોઘારીને પકડ્યો હતો. સાહિલ કામરેજના પાસોદરા ખાતે પોતાનું ક્લિનિક ચલાવે છે જ્યારે ડો. હિતેશ ડાભી અમરોલીના ન્યુ કોસાડ ખાતે ક્લિનિક ધરાવે છે. આ બંને ડોક્ટરો સિવિલ હોસ્પિટલમાંથી ‘નોટ ફોર સેલ’ લખેલા 899ની કિંમતના ઇન્જેક્શન દર્દીના નામે લાવી બારોબાર વેચાણ કરતા હતા.

એક ઇન્જેક્શન ડોક્ટરો અને તેમના મળતિયાઓ 15 હજારની કિંમતે વેચતા હતા. છ પૈકીના એક આરોપી ભાવિનની માતાને કોરોના થતા તેમના નામે સિવિલમાંથી છ ઇન્જેક્શન લાવ્યા હતા. ડો. ડાભીએ બે ઇન્જેક્શન જ માતાની સારવારમાં ઉપયોગ કરી બાકીના 4 બારોબાર વેચી દીધા હતા. ઇન્જેક્શનનું પેમેન્ટ પણ ફોન પે દ્વારા વસુલતા હતા.

આરોપીઓ પાસેથી 3 બોક્સ મળી આવ્યાં હતાં.
આરોપીઓ પાસેથી 3 બોક્સ મળી આવ્યાં હતાં.

બાતમીના આધારે ઝડપાયા
પીસીબીના જણાવ્યા મુજબ પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા હાલમાં કોરોના વાઈરસના નવા સ્ટ્રેનમાં કોવિડ પોઝિટિવના કેસોમાં સતત વધારો થયો હોય છે અને અંતર્ગત કોરોના દર્દીઓ માટે જીવન રક્ષક એવા રેમડેસિવિર ઈન્જેકશનની માંગમાં પણ ખુબ જ વધારો થયો હોવાથી ઈન્જેકશનની અછત વર્તા છે જેનો કેટલાક ફાયદો ઉઠાવી ગેરકાયદેસર રીતે ઈન્જેકશનનો કાળાબજારી કરતા હોવાનુ બહાર આવતા આ દિશામાં કાર્યવાહી કરવા સુચના આપી હતી. જે અંતર્ગત બાતમી મળી હતી કે, જૈનીશકુમાર પોપટ કાકડીયા તેના સાગરીતો સાથે ગેરકાયદે રીતે મેળવેલા ઈન્જેકશનનો ઉંચા ભાવે વેચાણ કરે છે. તે હાલમાં ભાગળ ચાર રસ્તા ઝપાટા શો રૂમ પાસે પોતાની બાઈક પર બેઠો છે જે બાતમીને પીઆઈ ઍસ.જે.ભાટિયાઍ વર્કઆઉટ કરી સ્ટાફના માણસો સાથે સ્થળ પર પહોચી ઍક્ષપોટીંગનો ધંધો કરતા જૈનીશકુમાર પોપટ કાકડીયા (ઉ.વ.૨૩,રહે,ગૌતમપાર્ક કારગીલ ચોક પીપલોદ)ને રેમડેસિવિર ઈન્જેકશન સાથે ઝડપી પાડ઼્યો હતો.

પોલીસે હજુ એક ડોક્ટર અને સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યાં છે.
પોલીસે હજુ એક ડોક્ટર અને સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યાં છે.

એક ડોક્ટર વોન્ટેડ બતાવાયો
જૈનીશકુમારની પૂછપરછમાં તેના સાગરીત ભદ્રેશ બાબુ નાકરાણી (રહે,સમ્રાટ સોસાયટી પુણગામ), જૈમીશ ઠાકરશી જીકાદરા (રહે,યમુનાપાર્ક સોસાયટી ડભોલી) અને ડો. સાહિલ વિનુ ધોધારી (રહે, હરીહરી સોસાયટી બાળ આશ્રમ સ્કુલની પાછળ કતારગામ)ને ઝડપી પાડ્યા હતાં. પીસીબીએ આરોપીઓ પાસેથી રેમડેસિવિર ઈન્જેકશન બોક્ષ નંગ-3 જેની કિંમત રૂપિયા 2697, મોબાઈલ ફોન નંગ-4 જેની કિંમત રૂપિયા 63,500, રોકડા રૂપિયા 12,520 તથા મોટર સાયકલ મળી કુલ રૂપિયા 1,23,717 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પીસીબીની પૂછપરછમાં આરોપીઓએ અમરોલી ન્યુ કોસાડ રોડ મુની ક્લીનીક ઍન્ડ નર્સીગ હોમના ડોકટર હિતેશ ડાભીએ ઈન્જેકશન સપ્લાય કર્યા હોવાની કબૂલાત કરતા તેને વોન્ટેડ બતાવ્યો હતો.

PCBના હાથે પકડાયેલા આરોપી
{જેનીશ કાકડીયા(23)(રહે, ગૌતમપાર્ક, પુણા, મૂળ, લોંગડી) {ભદ્રેશ નાકરાણી(27)(રહે, સમ્રાટ સોસા, પુણા, મૂળ, કસાણ, ભાવનગર) {જૈમીશ ઠાકરશી જીકાદરા(29)(રહે, ડભોલી, મૂળ, વણોટ, ભાવનગર) {ડો.સાહીલ વિનુ ઘોઘારી(27)(રહે, કતારગામ, મૂળ, દલાડી, અમરેલી) {ડો.હિતેશ બાબુ ડાભી(31)(રહે, ક્રિષ્ના રેસી. અમરોલી મૂળ, સરફરીયા, ભાવનગર) {ભાવિન કેવડીયા(30)(રહે ક્રિષ્ના-રો-હાઉસ, યોગીચોક, મૂળ ગારીયાધાર). જેમાં જૈમિશ જીકાદરા ભાજપ વોર્ડ નં. 8 ઉપ્રપ્રમુખનો ભાઈ છે.

હોમીયોપેથી, BEની ડિગ્રી લઈ કાળાધંધા
આરોપીઓમાં જેનીશ કાકડીયા બી.ઈ ઓટોમોબાઇલ્સનો અભ્યાસ કરેલો છે અને તે હાલમાં કાપડની દુકાનમાં નોકરી તેમજ શાકભાજી એક્ષપોર્ટ કરે છે. ભદ્રેશ બિલ્ડરની ઓફિસમાં નોકરી કરે અને ધો-10 સુધી અભ્યાસ અને જૈમીશ જીકાદરા કાપડ માર્કેટમાં જોબવર્ક કરે છે અને બીસીએ સુધી અભ્યાસ કરેલો છે. ભાવિન કેવડીયા એમ્બ્રોઇડરીનો ધંધો અને ધો-12 સુધી ભણેલો છે. સાહિલ અને હિતેશ DHMSની ડિગ્રી ધરાવતા ડોક્ટરો છે. સાહિલ કામરેજ પાસોદરા ખાતે બે વર્ષથી કલીનીક અને હિતેશ ડાભી અમરોલી મુની કલીનીક ચલાવે છે.

ભાવિન કેવડિયા અને ડો. હિતેશ ડાભી સૂત્રધાર
સૂત્રધાર ભાવિન અને ડો. હિતેશ ડાભી છે. ડો.સાહિલનું કમિશન રાખી ડો.હિતેશ ડાભીએ લક્ષ્મીકાંત મારફતે જૈમીશ જીકાદરાને 4 ઇન્જેક્શનો 28 હજારમાં વેચી ફોન પેથી રૂપિયા આપ્યા હતા. પીસીબીની 4 ટીમોએ 12 કલાકની મહેનતે ભદ્રેશ નાકરાણી, જૈમીશ જીકાદરા, ભાવિન કેવડીયા, ડો.સાહિલ ઘોઘારી અને ડો.હિતેશ ડાભી સહિત 6 જણાને પકડી પાડયા હતા. 3 રેમડેસિવિર, રોકડ 12520, 4 ફોન, બાઇક મળી 1.23 લાખની મતા કબજે કરી છે.