તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, Five Bengali Gangs Were Caught Stealing Houses At Night By Searching Houses In The Bush Area With Google Map, 10 Crimes From Different Cities Were Solved.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતની વિચિત્ર ચોર ટોળકી:ગુગલ મેપથી ઝાડી-ઝાંખરા નજીક બંધ ઘર શોધી 50 ચોરી કરનાર બંગાળી ગેંગ ઝબ્બે; રાંદેરમાં રાત્રે ચોરી કરવા આવેલી આંતરરાજ્ય ગેંગના 5ને ક્રાઈમ બ્રાંચે દબોચ્યા

સુરત4 મહિનો પહેલા
ચોરી કર્યા બાદ ઝાડીઓમાં સંતાઈ જતી ટોળકીને પોલીસે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. - Divya Bhaskar
ચોરી કર્યા બાદ ઝાડીઓમાં સંતાઈ જતી ટોળકીને પોલીસે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
  • આરોપીઓ બંધ મકાનમાં ચોરી કરીને ત્યાંથી જ મોપેડ લઈ અન્ય ચોરીમાં તેનો ઉપયોગ કરતાં હોવાનું સામે આવ્યું
  • રોકડ રકમ, દાગીના, મોબાઈલ અને ચોરી કરવાના સાધનો મળી રૂપિયા 44 હજારનો મુદ્દામાલ કબ્જે લેવાયો
  • સ્કુલ બેગમાં ચોરી કરવાના સાધનો લઈ નીકળતા, સુરતમાં 6 ચોરી કરી હતી

હવે ચોરો પણ ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છે. આંતરરાજ્ય બંગાળી ગેંગએ ગુગલ મેપથી ઝાડી-ઝાંખરાની આસપાસમાં આવતા બંધ મકાનોને ટાર્ગેટ કરી અત્યાર સુધીમાં 50 ચોરીને અંજામ આપ્યો છે. બંગાળી ગેંગના 5 સાગરિત રાંદેર વિસ્તારમાં ચોરીના ઈરાદે આવ્યા હોવાની બાતમી ક્રાઇમબ્રાંચને મળતા પાંચેયને પકડી પાડયા છે.

ટોળકી પાસેથી સોના-ચાંદીના દાગીના, 2 ઘડિયાળ, મોબાઇલ અને રોકડ મળી 43125નો મુદામાલ કબજે કર્યો છે. હાલમાં 10 ઘરફોડ ચોરીમાં રાંદેર-3 ,વરાછા-2, ખટોદરા-1 ચોરી ઉપરાંત વલસાડ-3 તેમજ સાબરમતી પોલીસ-1 ચોરીનો ગુનો ઉકેલાયો છે. ટોળકીની મોડસ ઓપરેન્ડી એવી છે કે, તેઓ બબ્બે અને ત્રણ-ત્રણની જોડીમાં સ્કુલ બેગમાં સ્કુ ડ્રાઇવર, એકઝેસ્ટ પાનું(પોપટ પાનું) તેમજ ટોર્ચ લાઇટ લઈને નીકળે છે. પછી મોબાઇલમાં ગુગલ મેપનો ઉપયોગ કરી ખુલ્લા મેદાનો કે ઝાડી ઝાંખરાવાળી જગ્યાઓ સર્ચ કરી તેની આસપાસમાં રો હાઉસ, બંગલા કે મકાનોમાં શોધી સાંજે રેકી કરી ઝાડી-ઝાંખરામાં છુપાય જાય પછી રાત્રિના દોઢ બે વાગ્યાના અરસામાં બંધ મકાનના તાળાં તોડી અંદરથી સોના-ચાંદીના દાગીના કિંમતી વસ્તુઓ ઉપરાંત પાર્કિગમાં મોપેડ કે ગાડી હોય તે પણ ચોરી કરતા હતા. ચોરી કરીને મકાનમાં જે નાસ્તો કે જમવાનું હોય તે જમી બીડી પીધા પછી નજીકની ઝાડીમાં છુપાય રહે છે પછી સવારે ત્યાંથી નીકળી જતા હતા. મોપેડ કે ગાડી ચોરી હોય તો તે ઢાબા કે અન્ય જગ્યાએ પાર્ક કરી ચોરીમાં ઉપયોગ કરતા હતા.

આરોપીઓ પોતાની બેગમાં પાના પકડ સહિતના હથિયારો સાથે રાખતા હતાં.
આરોપીઓ પોતાની બેગમાં પાના પકડ સહિતના હથિયારો સાથે રાખતા હતાં.

બંધ મકાનને નિશાને લેતા હતા
તસ્કર ટોળકી પાસેથી રોકડા 5400, મોબાઈલ નંગ-6, બે કાંડા ઘડિ઼યાળ, સોના ચાંદીના દાગીના, ચોરી કરવાના સાધનો મળી કુલ રૂપીયા 43,125નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં સુરતની આજુબાજમાં કીમ અને વરેલી ગામ ખાતે ભાડાના મકાન રાખી બપોરે જમ્યા બાદ બસ, છકડા કે ભાડાની ગાડીમાં સુરતથી ઝાંડી ઝાખરા વાળી જગ્યાની આસપાસના રો હાઉસ, બંગલા સહિતની જગ્યાએ સાંજના અને રાત્રીના સુમારે રેકી કર્યા બાદ ઝાંડી ઝાખરામાં સંતાઈને રાત્રે દોઢથી બે વાગ્યામાં બંધ મકાને ટાર્ગેટ કરી દરવાજાનું લોકનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી ચોરી કરતા હતા. પોલીસની પુછપરછમાં ટોળકીએ રાંદેરના ત્રણ, વરાછાના બે, ખટોદરાના એક, વલસાડ રૂરલ, ટાઉનના ત્રણ અને સાબરમતી પોલીસ સ્ટેશનના એક મળી 10 ગુનાનો ભેદ ઉકેલાયો છે.

પોલીસે આરોપીોને ઝડપી લઈને પૂછપરછ દરમિયાન 10 ગુનાના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.
પોલીસે આરોપીોને ઝડપી લઈને પૂછપરછ દરમિયાન 10 ગુનાના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.

પકડાયેલા આરોપીઓના નામ
પોલીસને મળેલી બાતમીના આધારે ઘરફોડ ચોરીમાં સંડોવાયેલી આંતરરાજ્ય બંગાળી ગેંગના મોહમંદ નિઝામ ઉર્ફે આકાશ તાસીર શેખ (ઉ.વ.35, વરેલી ગામ વ્રજધામ સોસાયટી, મૂળ માઝરીયા, કેસપુર, જિલ્લો મેદનીપુર પશ્વિમ બંગાળ), મોહમંદ ફારૂખ ઉર્ફે લોટોન અબ્દુલ શેખ (ઉ.વ.54,વરેલી ગામ વ્રજધામ સોસાયટી, મૂળ બડા બજાર કલકત્તા), હાલીમ આબુલહુસૈન શેખ (ઉ.વ.30, વરેલી ગામ વ્રજધામ સોસાયટી, મૂળ દત્તપુગુર બારાસાત,જિલ્લો ઉત્તર ચોવીસી પરગાણા) અને હફીઝુલ મંડલ કીબરીયા મંડલ(ઉ.વ.47, વરેલી ગામ,મૂળ સ્વરૂપદાહુ, જિલ્લો ઉત્તર ચોવીસી પરગાણા), હસનાન ઉર્ફે સુમન જલાલ ખાન (ઉ.વ.30,વરેલી ગામ, મૂળ લાલટીન હીરા પહાડ ગુવાહાટી આસામ)ને ઝડપી પાડ્યા હતા.

2016થી અત્યાર સુધીમાં 44 ચોરીને અંજામ આપ્યો
પોલીસની પૂછપરછમાં ગેંગમાં 10થી 12 જણા છે. અને સન ૨૦૧૬થી ચોરી કરે છે. અત્યાર સુધીમાં 44 ચોરીના ગુનાને અંજામ આપ્યો છે જેમાં અમદાવાદમાં 12, વડોદરામાં 8, ભરુચમાં 7, વલસાડમાં 6, સુરતમાં 5, બારડોલીમાં 2, બીલીમોરામાં 2 અને નડીયાદમાં 2 ચોરી કરી છે.

ચોરી કર્યા બાદ મકાનમાં જ જમતા
ગેંગના સાગરીતો જે બંગ્લા, રો હાઉસને નિશાન બનાવતા હતા ત્યાં ચોરી કર્યા બાદ મકાનમાં રસોડા કે ફ્રિજમાં રહેલ જમવાનું પણ ખાતા અને બીડી પીધા બાદ સવાર સુધીમાં પરત નજીકના ઝાડી ઝાંખરામાં સંતાઈ સવારે નાસી જતા હતા.

ગુગલ મેપથી ઝાંડી ઝાખરા વાળી જગ્યાના મકાનો સર્ચ કરતા
બંગાળી ગેંગના ઝડપાયેલા સાગરીતોની પૂછપરછમાં ચોંકાવનારી વિગતએ બહાર આવી હતી કે તેઓ બે-બે તથા ત્રણ-ત્રણની જોડી બનાવીને બેગમાં સ્ક્રુ ડ્રાઈવર, રેન્જ ઍકઝેસ્ટ પાનુ, ગણિશિયું અને ટોર્ચ લાઈટ લઈ જિલ્લા કે શહેરની હદમાં પ્રવેશ કરતા ત્યારબાદ સુરતમાં ઝાડી ઝાંખરા વાળી જગ્યાના આસપાસના રો હાઉસ, બંગલા અને ગાળા ટાઈપના મકાનો ગૂગલ મેપથી સર્ચ કરતા હતા. ત્યારબાદ જે જગ્યાએ સાંજના તેમજ રાત્રીના સમયે જઈ રેકી કરી ઝાંડી ઝાખરામાં સંતાઈ જતા હતા અને રાત્રીના દોઢ બે વાગ્યે ચોરી કરતા હતા. ટોળકી મકાનમાંથી મોપેડની પણ ચોરી કરતા હતા અને તેને સુરત નજીકના મેઈન બ્રીજની નીચે તથા હાઈ-વે પર આવેલા ઢાબા ખાતે પાર્ક કરી બીજી વખત ચોરીમાં ઉપયોગ કરતા હતા.

અજમેર અને મુંબઈમાં ગેંગ બની હતી
બંગાળી ગેંગના 5 સાગરિતની એકબીજા સાથે મિત્રતા અજમેર અને મુંબઈમાં થઈ હતી. જેમાં અજમેરમાં દરગાહમાં મોહંમદ નિઝામ સફાઈનું કામ કરતો હતો. જયા સાગરિતો સંપર્કમાં આવ્યા તો કેટલાક મુંબઈમાં મળ્યા હતા. પછી પાંચેય સાગરિતો કીમ દરગાહે ભેગા થયા હતા. ટોળકી હાઇવે નજીક વરેલી ગામ તથા કીમ ખાતે ભાડાની રૂમ રાખી બપોરે જમી પરવારીને બસ, છકડા કે પછી ગાડીમાં રેકી કરવા માટે જતા હતા. નિઝામ અગાઉ અડાજણ અને મકરપુરા પોલીસમાં ચોરીમાં પકડાયો હતો.

ચોરીનો માલ સસ્તામાં વેચી વતનમાં 3 માસ રહી સુરત આવતા
બંગાળી ગેંગના કુલ 10 થી 12 સભ્યો છે અને ગેંગ 2016થી સક્રિય છે. છેલ્લા 4 વર્ષથી અલગ અલગ જગ્યાઓ પર રૂમ ભાડે રાખી રહેતા હતા. ચોરી માટે ભેગા થઈ બાદમાં ચોરીનો માલ મુંબઈ, અજમેર અને લોકલ સોનીઓને સસ્તા ભાવે વેચી વતન વેસ્ટ બંગાળ જતા હતા. બે-ત્રણ મહિના પછી પાછા સુરત આવી ચોરીને અંજામ આપતા હતા.

ક્યાં કેટલી ચોરી કરી

1અમદાવાદ12
2વડોદરા8
3ભરૂચ7
4વલસાડ6
5સુરત જિલ્લો5
6બારડોલી2
7બીલીમોરા2
8નડીયાદ2

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો