તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, Despite More Cases Than Ahmedabad, The Commissioner Asked For 10 Present Remedies But The Government Gave 6 Thousand.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈન્જેક્શનની અછત:સુરતમાં અમદાવાદ કરતાં વધુ કેસ છતાં કમિશનરે 10 હજર રેમડેસિવીર માંગ્યા હતાં પરંતુ સરકારે 6 હજાર આપ્યા

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોનાના નવા 819 કેસ, સરકારી ચોપડે 10નાં મોત, શેલ્ટર હોમમાં 100 બેડ ઉભા કરાયા

રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, સુરત સહિત મહાનગરોમાં રેમડેસિવીર ઇન્જેક્શનનો જથ્થો અપાયો જે અંતર્ગત સુરત શહેરમાં અમદાવાદ કરતાવધુ મોત હોવા છતા ઇન્જેક્શનનો જથ્થો ત્રણ ગણો ઓછો આપવામાં આવ્યો છે. એટલે કે અમદાવાદને 18 હજારથી વધુ ઇન્જેક્શન અપાયા છે જ્યારે સુરતને માંડ 6706 ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. પાલિકા કમિશનરે સરકાર સમક્ષ 10 હજાર ઇન્જેક્શનની માંગણી કરી હતી. આ ઉપરાંત વડોદરાને 4151 જ્યારે રાજકોટને 3878 ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા.

સુરતમાં કલેક્ટર દ્વારા 25 જેટલી હોસ્પિટલોને આ ઇન્જેક્શનનો જથ્થો સપ્લાય કરવામાં આવ્યો હતો. ઇન્જેક્શનનું વિતરણ નવી સિવિલ હોસ્પિટલમાંથી જ કરવામાં આવ્યું હતું. ધવારે શહેર જિલ્લામાં 819 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં જિલ્લાના 198 અને શહેરના 621 દર્દીનો સમાવેશ થાય છે. જ્યારે શહેરમાં 8 અને જિલ્લામાં 2 દર્દીનાં મૃત્યુ થયા હોવાનું સરકારે જાહેર કર્યું છે. જોકે સિવિલ અને સ્મિમેર હોસ્પિટલમાંથી જ 73 દર્દીઓના અંતિમસંસ્કાર કોવિડ પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યા છે.

જેમાં સિવિલ હોસ્પિટલ 49 અને સ્મીમેર હોસ્પિટલમાં 14 મૃતદેહોનો સમાવેશ થાય છે. સ્મિમેર હોસ્પિટલમાં કોરોના સિવાય અન્ય તમામ ઓપીડી બંધ કરી દેવામાં આવી છે જ્યારે કિડની હોસ્પિટલમાં પણ નવા બેડ શરૂ કરવા માટે તંત્ર કામે લાગ્યું છે. બીજી તરફ સતત વધતા કેસની વચ્ચે પાલિકાએ હવે નવા બેડ ઉભા કરવાનું શરૂ કર્યું છે. સ્થિતિ એવી ઉભી થઇ છે કે અલથાણ અને ભટારમાં નાઇટ શેલ્ટર હોમ ખાતે 100-100 બેડ તૈયાર કરવામાં આવ્યા છે. અત્યાર સુધી શહેરમાં કુલ કેસની સંખ્યા 70283 થઇ જ્યારે 1220 વ્યક્તિનાં મૃત્યુ થયા છે.

પાલિકાએ 51 હોસ્પિટલ સાથે બેડના MOU કર્યા
બુધવારે પાલિકાએ શહેરની 51 ખાનગી હોસ્પિટલ સાથે એમઓયુ કરીને 50 ટકા બેડ રિઝર્વ રાખવા આદેશ આપ્યો છે. જેમાં 1800 ઓક્સિજન બેડ વધારવાનું આયોજન છે. સમરસમાં 400, સિવિલ સ્થિત કિડની હોસ્પિટલમાં 800, સ્મીમેર હોસ્પિટલ 115 તથા અલથાણ અને ભટારના નાઇટ શેલ્ટર હોમ ખાતે 100-100 બેડ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

સુરતમાં સરકારી અને ખાનગી હોસ્પિટલ મળી કુલ 750 વેન્ટીલેટર ઉપલબ્ધ છે. બીજા નવા વેન્ટીલેટર માટે આયોજન છે. આજે વધુ 1 લાખ ટેસ્ટીંગ માટેની કીટ આવી છે. રોજના 30 હજાર ટેસ્ટ થઇ રહ્યા છે. રેપીડ ટેસ્ટ નેગેટીવ આવે તો આરટીપીસીઆર ફરજિયાત કરાવી લેવા અંગે સુચના અપાઇ હોવાનું સુરતમાં કોવિડ નિયંત્રણ માટે વિશેષ ફરજ પર મુકાયેલા પૂર્વ મ્યુ.કમિશનર એમ.થેન્નારાસને જણાવ્યું હતું.

કન્ટેઇન્મેન્ટમાં SRP મુકવી પડી, નિયમનો ભંગ થાય તો કાર્યવાહી
સુરત: શહેરમાં અંદાજે 1200થી વધુ માઇક્રો કન્ટેઇનમેન્ટ એરિયા છે. જેમાં સૌથી વધારે સંક્રમિત વિસ્તારમાં અશ્વનિકુમાર, કતારગામ, હરીપુરા, પાંડેસરા, વડોદ, ગોડાદરા, ડીંડોલી, પર્વત, વેસુ, અલથાણ, પુણા અને સીમાડા વિસ્તાર છે. અહીં એસઆરપી મુકવાનો વારો આવ્યો છે. નિયમભંગ કરનાર સામે હવે કાર્યવાહી કરવામાં આવશે.

રોજ 1 લાખ વેક્સિન મુકવાની વ્યવસ્થા પણ જથ્થો જ નથી
રોજના 1 લાખ લોકોને વેક્સિન મુકવામાં આવે તેવી વ્યવસ્થા કરી હોવાનો દાવો તંત્રએ કર્યો હતો. પરંતુ તેટલી માત્રામાં વેક્સિનના ડોઝ ઉપલબ્ધ હોતા નથી. હાલમાં પણ રોજ સરેરાશ 35 હજાર લોકોને રસી મુકવામાં આવી રહી છે. બુધવારે વેક્સિનનો પુરતો સ્ટોક ન હોવાથી વેક્સિનેશનની કામગીરી બંધ રાખવામાં આવી હતી.

યુનિટી હોસ્પિટલને સૌથી વધુ 150 અને BAPS હોસ્પિટલને 100 રેમડેસિવીર ઇન્જેક્શન અપાયા

હોસ્પિટલઇન્જેક્શન
સંજીવની12
ધર્મજીવન સર્જિકલ20
આઇડીસીસી30
સ્ટાર હોસ્પિટલ3
યોગી બાળકોની તથા જનરલ6
ક્રિષ્ના હોસ્પિટલ10
શિવમ હોસ્પિટલ3
કલ્પ મેડિકલ3
રૂદ્રા જનરલ3
શ્રધ્ધા મલ્ટિસ્પેશ્યાલિટી12
રતનદીપ હોસ્પિટલ9
સારથી હોસ્પિટલ અને પ્રસુતિ ગુહ6
સત્તાધાર હોસ્પિટલ10
બીએપીએસ હોસ્પિટલ100
પહલ હોસ્પિટલ2
વી-કેર હોસ્પિટલ7
આષુતોષ હોસ્પિટલ10
શિવમ ઓર્થોપેડિક4
સિધ્ધિ વિનાયક20
યુનિટી ટ્રોમા સેન્ટર150
અનુભવ હોસ્પિટલ20
એવરશાઇન બાળકોની10
જંગબારવાલા ક્લિનિક3
બુરહાની હોસ્પિટલ30
શ્રી જનરલ હોસ્પિટલ3
ક્રિષ્ણા હોસ્પિટલ10
અમરદિપ હોસ્પિટલ8
સ્વાઅુબા હોસ્પિટલ24
યુનિક હોસ્પિટલ20
રિધ્ધી સિધ્ધી હોસ્પિટલ4
શ્રધ્ધા મલ્ટી સ્પેશ્યાલિટી6

​​​​​​​

સરથાણા, કતારગામના કોમ્યુનિટી હોલમાં કોવિડ સેન્ટર શરૂ કરવા માંગ
શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ ગઇ છે ત્યારે સરથાણા અને કતારગામમાં કોમ્યુનિટી હોલ સાથે કતારગામ પાટીદાર સમાજની વાડીમાં તમામ સુવિધાઓ સાથેનું કોવિડ કેર શરૂ કરવા માટે ડેપ્યુટી મેયર દિનેશ જોધાણીએ મ્યુ.કમિશનરને નોંધ મુકી છે. ઉપરાંત સુરત મહાનગર પાલિકા દ્વારા રૂસ્તમપુરા કોમ્યુનિટી હોલ અને આ હોલની સામે આવેલ શિક્ષણ સમિતિની શાળા નં. 36,38 માં કોવિડ કેર સેન્ટર તરીકે શરૂ કરવા માટેની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો