તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આર્થિક સ્થિતિ સુધારો:સુરતમાં હીરા ઉદ્યોગમાં તેજી, રત્નકલાકારોના વેતનમાં 20થી 25 ટકા વધારો કરવા માગ

સુરત17 દિવસ પહેલા
સુરત ડાયમંડ એસોશિએશન પ્રમુખને રજૂઆત કરવામાં આવી.
  • ડાયમંડ વર્કર યુનિયને રત્નકલાકારોના વેતનમાં વધારાની કરી માગ
  • ડાયમંડ હોસ્પિટલમાં વિનામૂલ્યે રત્ન કલાકારોની સારવારની પણ માગ

કોરોનાની બીજી લહેર બાદ ડાયમંડ ઉદ્યોગમાં ભારે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ધીરે-ધીરે ચાઇના, અમેરિકા જેવા કોરોના સંક્રમણથી ગ્રસ્ત થયેલા દેશોમાં પણ હવે બજાર ખુલવાના શરૂ થઈ ગયા છે. જેને કારણે જ્વેલરી ઉદ્યોગમાં જબરજસ્ત તેજીનો ઉછાળો જોવા મળી રહ્યો છે. સુરતમાં કટીંગ અને પોલિસ્ડ ડાયમંડની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. રવિવારના દિવસે પણ ઘણી ફેક્ટરીઓ ધમધમતાં તેજીનો માહોલ છે એવી સ્પષ્ટતા થઇ છે. ડાયમંડ યુનિયન વર્કર એસોસિએશન દ્વારા રત્ન કલાકારોના વેતન વધારાની માંગ સાથે ડાયમંડ એસોશિએશનમાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાં 20થી 25 ટકા વેતન વધારાની માગ કરવામાં આવી હતી.

ડાયમંડ એસોશિએશનમાં રજૂઆત કરવામાં આવી.
ડાયમંડ એસોશિએશનમાં રજૂઆત કરવામાં આવી.

રત્નકલાકારોને આર્થિક રીતે મદદરૂપ થવું ખૂબ જ આવશ્યક
ડાયમંડ વર્કર યુનિયનને માગણી કરી હતી કે રત્નકલાકારોના વેતનમાં 20થી 25 ટકા જેટલો વધારો કરવામાં આવે તેમજ ડાયમંડ હોસ્પિટલમાં વિનામૂલ્યે રત્ન કલાકારોની સારવાર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. કોરોના સંક્રમણ કાળ દરમિયાન રત્નકલાકારોની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી થઇ હોવાથી આર્થિક રીતે તેમને મદદરૂપ થવું ખૂબ જ આવશ્યક છે. ડાયમંડ એસોશિએશન દ્વારા રત્નકલાકારોને આર્થિક રીતે પગભર થવા માટે અને તેના વેતનમાં વધારો કરવા માટે માગણી કરવામાં આવી છે.

રત્નકલાકારોને પગભર કરવા માટે મદદ કરવા રજૂઆત.
રત્નકલાકારોને પગભર કરવા માટે મદદ કરવા રજૂઆત.

ડાયમંડ ફેક્ટરીઓના સંચાલકો સાથે સંકલન કરાયું
સુરત ડાયમંડ એસોશિએશનના પ્રમુખ નાનુભાઈ વેકરીયા જણાવ્યું કે રત્નકલાકારોના પગાર વધે એ દિશામાં અમે કામ કરી રહ્યા છીએ અને તેમને આર્થિક રીતે મદદરૂપ થવા માટે અમે પહેલાથી જ કામગીરી શરૂ કરી દીધી છે. જેમ એન્ડ જ્વેલરી નેશનલ રિલિફ ફાઉન્ડેશન દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને આર્થિક સહાય આપવા માટેની તૈયારી કરી છે. થોડા જ દિવસોમાં જેમ એન્ડ જ્વેલરી રિલિફ ફાઉન્ડેશન દ્વારા તેમને આર્થિક સહાય ચૂકવી દેવામાં આવશે. અમે તમામ ડાયમંડ ફેક્ટરીઓના સંચાલકો સાથે સંકલન કરીને રત્નકલાકારોને આર્થિક ભીંસમાં આવું ન પડે તેના માટેનું આયોજન કરીશું.