વિશ્વાસઘાત:સુરતમાં દલાલ પાર્ટીને હીરા બતાવવાના છે કહીને 20.64 લાખનો માલ લઈને નાસી ગયો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહિધરપુરા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. - Divya Bhaskar
મહિધરપુરા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
  • 121.43 કેરેટ હીરા લઈ ગયા બાદ દલાલે ફોન પણ બંધ કરી દીધો

સુરતના કતારગામના હીરાના વેપારીને ઠગબાજ દલાલ પાર્ટીને હીરા બતાવવાના હોવાનું કહી 121.43 કેરેટના 20.64 લાખના હીરા લઈ ભાગી ગયો હતો. ત્યારબાદ હીરા દલાલે હીરા કે પૈસા ન આપતા વેપારીએ ઉઘરાણી શરુ કરી હતી. હીરા દલાલ ફોન બંધ કરી દેતા વેપારીએ પોલીસ સ્ટેશનના ઢવાર ખખડાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વિશ્વાસ સંપાદન કર્યો હતો
ચિંતનભાઇ જીતેન્દ્રભાઇ કીકાણી (રહે કતારગામ નાની વેડ ઓમ હેરિટેઝ બિલ્ડિંગની પાસે આવેલ સ્વરાજ હાઈટ્સ) એ જણાવ્યું હતું કે, તેઓ હીરાના વેપારી છે. મહિધરપુરા એલ.બી.ચાર રસ્તા પાસે આવેલ જિનશાંતિ બિલ્ડિંગમાં તેઓ શાઈનિંગ સ્ટાર જેમ્સ નામથી ડાયમંડની ઓફિસ ધરાવે છે. ઘણા સમયથી હીરા કતારગામ ના સંપર્કમાં હતા. અવાર નવાર તે પાર્ટીને હીરા બતાવવા લઇ જતા હતા અને ત્યારબાદ પૈસા કે હીરા પરત આપી દેતા હતા.

10 દિવસે પણ રૂપિયા ન આપતાં ઉઘરાણી કરાઈ
ગત તારીખ 2-10-2021 થી તા 16-10-2021ના સમયગાળા દરમિયાન સંદીપભાઈ ચિંતનભાઈની ઓફિસ આવ્યા હતા અને પાર્ટીને હીરા બતાવવવનું હોવાનું કહી 121.43 કેરેટ વજનના તૈયાર હીનું પેકેટ તેઓ લઇ ગયા હતા. જે એક કેરેટ હીરાનો ભાવ 17 હજાર લેખે કુલ 20.64 પૈસા 10 દિવસ બાદ પણ પરત ન આપતા હીરા વેપારીએ દલાલ સંદીપને ફોન કરતા પહેલા ખોટી-ખોટી વાતો કરી સમય પસાર કર્યો હતો અને બાદમાં ફોન બંધ કરી ફરાર થઇ ગયો હતો. જેથી આખરે ઠગાઈ થયાનું મહેસુસ થતા તેઓએ ગતરોજ મહિધરપુરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગાઇનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.