આક્ષેપ:સુરતમાં કોંગ્રેસના પ્રવક્તા ગૌરવ પન્તે એમેઝોન લાંચ મુદ્દે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં કહ્યું, -'કૌભાંડમાં PMની પણ મૂક સંમતિ'

સુરત4 મહિનો પહેલા
ઑલ ઇન્ડિયા કૉંગ્રેસના પ્રવક્તા પ્રો.ગૌરવ વલ્લભ પન્તજીએ સરકાર પર પ્રહારો કર્યા હતાં. - Divya Bhaskar
ઑલ ઇન્ડિયા કૉંગ્રેસના પ્રવક્તા પ્રો.ગૌરવ વલ્લભ પન્તજીએ સરકાર પર પ્રહારો કર્યા હતાં.
  • એમેઝોન પ્રકરણમાં 8546 કરોડ રૂપિયાની લાંચ મુદ્દે સ્પષ્ટતા થવી જોઈએ-કોંગ્રેસ

સુરતમાં ઑલ ઇન્ડિયા કૉંગ્રેસના પ્રવક્તા પ્રો.ગૌરવ વલ્લભ પન્તજી આવ્યાં છે. જેમણે પત્રકારોને સંબોધતા કહ્યું કે, એમેઝોન પ્રકરણમાં 8546 કરોડ રૂપિયાની લાંચ આપવામાં આવ્યો હોવાની બુમરાણ મચી જવા પામી છે. કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે કે, એમેઝોનના કારણે નાના ઉદ્યોગોની કમર તૂટી ગઈ છે. આજે નોટબંધીથી લઈને લોકડાઉન સુધીમાં 14 કરોડ કરતાં પણ વધારે લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે. તેમ જ સુરત જેવા ઔદ્યોગિક શહેર મોટી અસર પણ દેખાઈ રહી છે.એમેઝોન દ્વારા પોતે તેના રેગ્યુલેટર માં ઉલ્લેખ કર્યો છે. એ ભારતને લીગલ ફી તરીકે ચુકવવામાં આવી છે. જેને લઈને શંકા સર્જાવા છતાં પણ કેન્દ્ર સરકાર કોઇ તપાસ કરી રહી નથી.

અમેઝોન મુદ્દે ઉચ્ચ સ્તરે તપાસની માગ કરાઈ હતી.
અમેઝોન મુદ્દે ઉચ્ચ સ્તરે તપાસની માગ કરાઈ હતી.

વડાપ્રધાન કેમ મૌન-કોંગ્રેસ
ઑલ ઇન્ડિયા કૉંગ્રેસના પ્રવક્તા પ્રો.ગૌરવ વલ્લભ પન્તજીએ કહ્યું કે, વડાપ્રધાન દરેક મુદ્દાની માફક લાંચ કાંડમાં પણ મૌન રહ્યા છે. લાંચકાંડમાં સુપ્રીમ કોર્ટના જજની અધ્યક્ષતામાં તપાસ થવી જોઇએ. આટલી મોટી રકમ એમેઝોન કંપની દ્વારા ભારતમાં કોને આપવામાં આવી છે. ક્યા કારણસર આપવામાં આવી છે? તે અંગેનો ખુલાસો કરવો જોઈએ. આ તો એક પ્રકારે રાષ્ટ્રીય સુરક્ષાનો પણ પ્રશ્ન ઉભો થયો છે. પરંતુ કેન્દ્ર સરકારને આ ગંભીર બાબતોને લઇને કોઇ તપાસ કરવાની માનસિકતા દેખાતી નથી. કારણ કે, તેઓ પોતે પણ આ ભ્રષ્ટ તંત્રને પ્રોત્સાહન આપે છે.

સરકાર અને વડાપ્રધાન આ મુદ્દે ચુપ કેમ છે તેવા સવાલો ઉઠાવાયાં હતાં.
સરકાર અને વડાપ્રધાન આ મુદ્દે ચુપ કેમ છે તેવા સવાલો ઉઠાવાયાં હતાં.

રાજગારી પર અસર
કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખપત્રમાં એમેઝોનને ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે સરખાવવામાં આવ્યું છે. તે માત્રને માત્ર નામ પૂરતું છે. એમેઝોનના કારણે આજે નાના નાના ઉદ્યોગોમાં લાખો લોકોની નોકરીઓ જઈ રહી છે. સુરત શહેરની અંદર પણ રોજગારી ઉપર તેની સ્પષ્ટ અસર દેખાય છે.ત્યારે કોઈ કેમ તેનો વિરોધ કરતું નથી. કોંગ્રેસ આ મુદ્દે છેક સુધી લડશે અને સત્ય બહાર લાવવા પ્રયાસ કરશે.