• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, Congress Leader Tushar Chaudhary Said That In The Seven Years Of Modi Government, The People Have Got Nothing But Trahimam, Inflation.

નિવેદન:સુરતમાં કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ કહ્યું,મોદી સરકારના સાત વર્ષમાં પ્રજા ત્રાહિમામ, મોંઘવારી સિવાય કશું જ મળ્યું નથી

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતાં. - Divya Bhaskar
પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતાં.
  • તાયફા બંધ કરી પેટ્રોલ-ડિઝલમાં લેવાતા તોતિંગ વેરામાં સરકાર રાહત આપે : જિલ્લા કોગ્રેસ.

સુરત જિલ્લા કોગ્રેસ સમિતિ વતી પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીએ કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની ભાજપ સરકારને સાત વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ત્યારે રોજ બરોજ પેટ્રોલ-ડીઝલના ભાવો આસમાનને આંબતા આ ભાવ વધારાથી દેશનો આમ આદમી ત્રસ્ત છે તેમ જણાવતા ઉમેર્યું કે, પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાને પગલે ખાદ્ય વસ્તુઓ સહિતની દરેક જીવન વપરાશની કઠોળ, સિંગતેલ સહિત તમામ ક્ષેત્રોમાં તોતિંગ વધારો થયો છે. આ ભડકે બળતાં ભાવ વધારાથી ગરીબ તેમજ મધ્યમ વર્ગની આમ જનતાને ઘર ચલાવવું દુષ્કર બની ગયું છે.

સરકાર પાસે શાસનની અણઆવડત
કેન્દ્ર સરકારની પોતાના સાત વર્ષની ઉપલબ્ધિમાં ગુજરાત રાજ્યની પ્રજાને પેટ્રોલ-ડિઝલ પરનો વેટ ઘટાડે અને રાહત આપે તે જરૂરી છે હાલમાં ઓઇલ કંપનીઓને ભાવ વધારો કરવાનો છુટો દોર મળતાં એક વર્ષમાં 22 અને ચાલુ માસમાં પંદર વખત ભાવ વધારો થતાં પ્રજાની કમર તોડી નાખી છે વર્ષ 2014 માં કેન્દ્રીય એક્સાઇઝ ડ્યુટી 9.48 રૂપિયા હતી આજે રૂપિયા 33 થઈ ગઈ છે ક્રૂડના ભાવ તળિયે હોવા છતાં પ્રજાને રાહત આપવાને બદલે એક વર્ષમાં મહામારીમાં પણ રૂપિયા 22 જેટલો પેટ્રોલ અને ડીઝલમાં ધોતી ભાવમાં વધારો કરાયો છે જે સરકારની અને ઓઇલ કંપનીઓની સાંઠગાંઠ હોવાનું અમારું માનવું છે હાથોથી ભાવ વધારો સરકારની શાસન ચલાવવાની અણ આવડત છતી કરે છે.

અચ્છે દિના સ્વપ્ન ચકનાચૂર
સને 2014 પહેલા એનડીએ સરકારમાં પેટ્રોલ-ડીઝલના અને રાંધણ ગેસના ભાવવધારા પ્રશ્ને હોબાળો કરી વિરોધ કરતાં શાસકોએ મોંઘવારીના પ્રશ્ને ભારત બંધનું એલાન આપેલ પરંતુ આજે સત્તાધીશોના શાસન કાર માં મોંઘવારી બેકાબૂ બની છે "અચ્છે દિન" ના સ્વપ્નાઓ બતાવી વોટ મેળવી સત્તા ઉપર આવનાર ભાજપના શાસનમાં "અચ્છે દિન" ના સ્વપ્નાઓ ચકનાચૂર બની ગયા છે. ભાજપે સત્તા પર આવતા પહેલા કહ્યું હતું કે અમારી સરકાર સત્તામાં આવશે તો પેટ્રોલ-ડીઝલના વેરામાં ઘટાડો કરશે એવું વચન આપ્યું હતું પરંતુ હાલમાં વેરામાં ઘટાડાના વચનનું સૂરસૂરિયું થઈ ગયું છે અને ભાજપ એ વાત ભૂલી ગયો છે.

સરકાર તાયફા કરે છે
ઓઇલ કંપનીઓએ ટુટી અને ફોર્ટી ના ઓઇલના ભાવમાં પણ વધારો ઝીંકી દીધો છે પેટ્રોલ-ડીઝલ ના ભાવ વધારો નાબૂદ કરવા માટે ઓઇલ કંપનીના અધિકારીઓના અને તોતિંગ વધારો તેમજ દરેક જગ્યાએ સોલાર સિસ્ટમ નો ઉપયોગ કરવો જોઈએ અને સરકાર તાયફા કરવાને બદલે કરકસર યુક્ત વહીવટ કરે તો લોકોને પેટ્રોલ-ડીઝલમાં રાહત આપી શકાય તેમ છે એમ અંતમાં માજી કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી. ખેડૂત આગેવાન અને પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દર્શનભાઈ નાયક તેમજ માંડવી ના ધારાસભ્ય અને કાર્યકારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીએ ઉમેર્યું હતું.