વિધાનસભાની ચૂંટણીને લઈને હવે કોંગ્રેસના નેતાઓ સુરતમાં આવી રહ્યા છે. એક બાદ એક નેતા છેલ્લા 15 -20 દિવસથી પત્રકાર પરિષદને સંબોધી રહ્યા છે. રાષ્ટ્રીય નેતાઓ દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની નિષ્ફળતાઓને લોકો સમક્ષ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં કાયદો વ્યવસ્થા હોય, મોંઘવારી હોય શિક્ષણ હોય કે, આરોગ્યલક્ષી સેવાઓની વાત તમામ મુદ્દાઓને ગોઠવવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસના ભાજપ આક્ષેપો
આમ આદમી પાર્ટી સફળ પણ થઈ શકી નથી. કેન્દ્ર સરકાર આર્થિક મોરચે નિષ્ફળ થઈ છે. અત્યારે જે પ્રકારની જીડીપી નીચે ગઈ હતી. તે કોરોનાને કારણે નહીં પરંતુ તે પહેલાથી જ દેશની આર્થિક સ્થિતિ ખરાબ થઈ હતી. પરંતુ આ લોકો કોરોનાના સમયગાળાને વચ્ચે ધરીને છટકવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેણે કીધું હતું કે, ભારતને ઝુકવા નહીં દઈએ. જે ભારતને જવાહરલાલ નેહરુએ પોતાનું રક્તસિંચીને બનાવ્યું હતું. તેને સમાપ્ત કરી દીધું છે.રાષ્ટ્રીય સ્તરો પર ખોટા નિર્ણયો લઈને. રૂપિયાને નિમ્ન સ્તર ઉપર પહોંચાડી દીધું છે. કાળુધન પરત લાવવાની મોટી મોટી વાતો કરનારા એક રૂપિયો પણ પરત નથી લાવી શક્યા.
કેજરીવાલા અને ઓવૈસી ભાજપના દત્તક પુત્ર
આમ આદમી પાર્ટી અને ગુજરાતમાં આવ્યા નથી. પરંતુ તેમને લાવવામાં આવ્યા છે. કેજરીવાલ અને ઓવૈસી બંને ભાઈઓ છે. આમને બંનેને ભાજપે દત્તક લીધા છે. તેઓ ભાજપ નહીં સારી ચૂંટણી લડવા માટે ગુજરાતમાં આવ્યા છે. ગુજરાતી જનતા ખૂબ જ હોશિયાર છે અને તે આપ અને ઓવૈસીનો ચહેરો ઓળખી લેશે. આ વખતની ચૂંટણીમાં ગુજરાતના લોકો બરાબર વિચારીને નિર્ણય લેશે.
કોરોનામાં લોકોની દયનીય સ્થિતિ
કોરોના સમયે અંતિમદાહ કરવા માટે પણ લાગવગ કરવાની સ્થિતી ઉભી થઈ છે આવુ ઇતિહાસમાં પહેલી વખત થયુ હતુ. વેન્ટીલેટરનો ઘટાડો પણ ખૂબ મોટો થયો હતો. ઓક્સિજનની કમીથી એક પણ વ્યક્તિ મર્યો નથી. આ લોકસભા અને રાજ્યસભામાં સરકાર દ્વારા આપવામાં આવેલું નિવેદન છે. પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે, સમયસર ઓક્સિજન ન મળવાને કારણે ઘણા લોકોના મોત થયા છે. રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે. ગેંગરેપની ઘટનાના ભાવ શિડ્યુલ કાસ્ટની દીકરીઓ અને મહિલાઓ બની રહી છે. દિલ્હીમાં પણ સરકારમાં રાખી શકે નહીં. દિલ્હીમાં જે ઘટના બની છે. તેમાં કાયદો વ્યવસ્થા કેટલી કથળી છે. તો સ્પષ્ટ દેખાય છે. જ્યારે રોજ હત્યા કર્યા બાદ એક એક અંગ લઇને રાતે નીકળતો હતો. ત્યારે દિલ્હીમાં લાગેલા સીસીટીવી કેમેરા ક્યા ગયા હતા.
આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે સરકાર નિષ્ફળ
ગુજરાતમાં એક પણ સરકારે કોલેજ ભણવામાં આવી નથી. સુરતમાં ખૂબ મોટી સંખ્યામાં પર પ્રાંતિયો છે. જેમ કે ઉત્તર ભારતીય મરાઠી રાજસ્થાન વગેરે અલગ અલગ રાજ્યના લોકો છે. આખા સુરત શહેરમાં એક પણ હિન્દી ભાષાઓ માટે કોલેજની વ્યવસ્થા નથી. જે સ્લમ વિસ્તાર છે. તેમાં પ્રાથમિક સુવિધા નથી. અહીંના રેલ્વે હોવા છતાં પણ અહીંથી રેલવે ઉત્તર ભારત તરફ જતી નથી.
ઓપરેશન લોટસ કરવામાં આવ્યું
કોંગ્રેસના અનેક ધારાસભ્યોને અને નેતાઓને તોડીને ભાજપમાં લઈ જવામાં આવ્યા છે. ભાજપ બીભત્સ રીતે લોકતંત્રની હત્યા કરી રહ્યું છે. ઓપરેશન લોટસ કરવામાં આવ્યો અને અમારા નેતાઓને ભાજપ તોડીને લઈ ગયો છે. આ માત્ર ગુજરાતમાં આજે નહીં પરંતુ આખા દેશમાં આ પ્રકારે થાય છે. મહારાષ્ટ્રની અંદર પણ આપ જાણો છો. શિવસેનાના ધારાસભ્યોને તોડવામાં આવ્યા હતા. બિહાર ઝારખંડમાં પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. જ્યાં ભાજપની સરકાર નથી હોતી ત્યાં આ જ કામ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.