તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરત મહાનગર પાલિકાની ચૂંટણી અગાઉ કોંગ્રેસ ફિક્સમાં મૂકાઈ ગયું છે. કોંગ્રેસ પક્ષમાં એક સાંધે ને તેર તૂટે તેવી સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસ પક્ષમાં સંગઠન અને સંકલનનો સંપૂર્ણ અભાવ જોવા મળી રહ્યો છે. સુરતના લઘુમતી સમાજના અસલમ સાયકલવાલા અને લાલ ખાન પઠાણ સામ-સામે આવી ગયા છે. ઉમેદવાર પસંદ કરતી વખતે જ લાલ ખાન પઠાણ અને અસલમ સાયકલવાલામાંથી કોને ટિકિટ આપવી તેને લઈને જૂથવાદ ચરમસીમાએ પર આવી ગયો હતો.આખરે અસલમ સાયકલ વાલાને કોંગ્રેસ તરફથી ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે. જેથી કોંગ્રેસના શહેર ઉપપ્રમુખ લાલ ખાન પઠાણ જાહેરમાં આમ આદમી પાર્ટીનો પ્રચાર કરતાં દેખાઈ રહ્યા છે .
ટિકિટ કપાતા પક્ષ વિરોધી પ્રવૃતિ
સુરતમાં કોંગ્રેસના લાલખાન પઠાણ જાહેરમાં કોંગ્રેસ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે. વોર્ડ નં-18 લિંબાયત-પરવતમાં અપક્ષ અને વોર્ડ નં. 19 આંજણા-ડુંભાલમાં આપના ઉમેદવારોનું સમર્થન કરી જાહેરમાં પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસના લાલખાન પઠાણ વર્ષ-2005ની ટર્મમાં કોંગ્રેસના કોર્પોરેટર હતા.તેમજ હાલમાં સુરત શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ અને કોર કમિટી સભ્ય પદે કાર્યરત તથા કોંગ્રેસના કદીર જૂથના અગ્રીમ હરોળના આગેવાન લાલખાન પઠાણએ વોર્ડ નં-19 આંજણા-ડુંભાલમાંથી કોંગ્રેસ પક્ષની ટિકિટ માંગી પરંતુ એ સમય પર એમની ટિકિટ કપાઈ જતા કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાઈકલવાલાને હરાવવા માટે મેદાનમાં ઉતર્યા છે.
કોંગ્રેસ હાઈ કમાન્ડે પગલા લેવા જોઈએ-અસલમ
અસલમ સાયકલવાલા જણાવ્યું કે, લાલખાન ચૂંટણીની શરૂઆતથી ભાજપ સાથે સેટિંગ કરી પડદા પાછળ રહી કોંગ્રેસ વિરોધી પ્રવૃત્તિમાં સક્રિય રહી મુસ્લિમ સમાજના મતોનું શક્ય એટલું વિભાજન થાય એવા પ્રયત્નોમાં સતત પ્રયત્નશીલ રહ્યા છે.લાલખાનની પડદા પાછળની ભૂમિકાની સ્થાનિક મુસ્લિમ સમાજમાં કોઈ અસર ન થતાં છેલ્લા 2 દિવસથી તેઓ લિંબાયતના વોર્ડ નં. 18 અને 19માં જાહેરમાં કોંગ્રેસ વિરોધી પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસ હાઈકમાન્ડ પક્ષના આવા ગદ્દારોને તાત્કાલિક અસરથી પક્ષમાંથી કાયમી સસ્પેન્ડ કરે એવી આ બંન્ને વોર્ડના સંનિષ્ઠ કાર્યકરો અપેક્ષા રાખી રહ્યા છે.
જૂથવાદ જાહેરમાં આવ્યો
કોંગ્રેસની હાર પાછળ ભારતીય જનતા પાર્ટીનો પ્રભાવ કરતા કોંગ્રેસના આંતરિક વિવાદ અને જૂથ બંધીને કારણે જ કોંગ્રેસ હમેશા ચૂંટણીમાં સારા પરિણામ મેળવી શકી નથી, લાલ ખાન પઠાણ અને અસલમ સાઈકલવાલા વચ્ચે ચાલી રહેલી રાજનીતિમાં કોંગ્રેસને નુકસાન અને ભાજપને ફાયદો વધારે દેખાઈ રહ્યો હોવાનું સ્થાનિકો પણ કહી રહ્યાં છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.