પાલિકા કમિશનરના નામનો દુરુપયોગ:સુરતમાં કમિશનર પાનીના નામે ફોન-મેસેજ કરી લોકો પાસે રૂપિયા મગાયા, પાલિકાએ ખુલાસો કર્યો

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાલિકા કમિશનર બંછાનિધિ પાની(ફાઈલ તસવીર)નો નંબર છે રૂપિયા મોકલો એમ કહેવાતું હતું. - Divya Bhaskar
પાલિકા કમિશનર બંછાનિધિ પાની(ફાઈલ તસવીર)નો નંબર છે રૂપિયા મોકલો એમ કહેવાતું હતું.
  • 7728969760 નંબર પરથી ફોન મેસેજ કરી રૂપિયાની માગ થતી હતી

સાયબર ક્રાઇમ કરનારા ભેજાબાજોએ હવે મ્યુનિસિપલ કમિશનરને પણ છોડ્યા નથી. સુરતમાં સામાન્ય લોકો સાથે સાથે હવે મ્યુનિ. કમિશનર નામે પણ સાયબર છેતરપિંડીનો બનાવ બની ગયો છે. એક અજાણ્યા નંબર પરથી સુરતના કેટલાક લોકો પાસે મ્યુનિ. કમિશનરના નામે પૈસાની ડિમાન્ડ કરાતાં પાલિકા તંત્ર પણ ચોંકી ગયું છે. પાલિકા તંત્રને એક કરતાં વધુ ફરિયાદ મળતા જે નંબર પરથી પૈસાની ડિમાન્ડ થઈ રહી છે. તે નંબર મ્યુનિ. કમિશનરનો નથી તેનો ખુલાસો કરવો પડ્યો છે.

કમિશનરના નામે રૂપિયાની ડિમાન્ડ
મ્યુનિસિપલ કમિશનરના નામે ફોન આવતા સમગ્ર શહેરમાં ચર્ચા ચાલી હતી. સુરત મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની નામે 7728969760 નંબર પરથી સુરતના કેટલાક લોકોને ફોન કરવામાં આવ્યા છે. તો કેટલાક લોકોને મેસેજ કરવામાં આવ્યા છે. જેમાં કહેવાતું કે લખાતું કે, આ નંબર સુરત મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીનો છે અને તેમને પૈસાની જરૂર છે. તેથી પૈસા મોકલવા માટે ડિમાન્ડ કરવામાં આવે છે. કેટલાક લોકોએ મ્યુનિ. તંત્રનું આ અંગે ધ્યાન દોરતા સુરત મ્યુનિ. કમિશનર ઓફિસ દ્વારા જાહેર ખુલાસો કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા મારફતે ખુલાસો કરવામાં આવ્યો હતો.
સોશિયલ મીડિયા મારફતે ખુલાસો કરવામાં આવ્યો હતો.

ફરિયાદ નથી નોધાઈ
પાલિકા કમિશનર કચેરીના અગ્ર રહસ્ય સચિવ તરફથી જે ખુલાસો કરવામાં આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, 7728969760 નંબર મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીનો નથી. તેથી આ નંબર પરથી કોઈ પણ પ્રકારના મેસેજ અથવા ફોન આવે તો તો ધ્યાને ન લેવા માટે આદેશ અનુસાર જણાવવામાં આવે છે. સુરતના કેટલાક લોકોને મેસેજ કે, ફોન આવતાં આ અંગેની જાણ મ્યુનિ. તંત્રને કરવામાં આવી છે. પરંતુ આ ફોન કે, મેસેજથી કોઈએ પૈસા આપ્યા છે કે, નહીં તેની કોઈ પ્રકારની માહિતી બહાર આવી નથી. પાલિકા કમિશનરના નામનો ઉપયોગ કરી લોકો પાસે પૈસાની ડિમાન્ડ કરવામાં આવે છે. તેમ છતાં પાલિકા જાહેર ખુલાસો કર્યો છે. પરંતુ હજી સુધી આ અંગે કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.