CMનો ઠપકો:રાજસ્થાનના મંત્રી બોલ્યા, રાજસ્થાનના રસ્તાઓ હેમા માલિનીના નહીં, પણ કેટરીનાના ગાલ જેવા જોઈએ, CM ગેહલોતે કહ્યું- મર્યાદામાં રહેવું જોઇએ

સુરત10 દિવસ પહેલા
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે અંક્લેશ્વર જતી વખતે સુરતમાં અલગ અલગ મુદ્દે નિવેદન આપ્યું હતું.
  • અહેમદ પટેલની પુણ્યતિથિમાં જતા અશોક ગેહલોતે કોરોના સહિતના મુદ્દે નિવેદન આપ્યું

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત આજે સુરતથી અંકલેશ્વર ખાતે અહેમદ પટેલની પુણ્યતિથિના કાર્યક્રમમાં હાજરી આપવા માટે જતા હતા. એ દરમિયાન તેમણે એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતાં કેટલાક મહત્ત્વના મુદ્દા પર પોતાનું નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે મોદી સરકારને આડે હાથે લેતાં કોરોના સંક્રમણ દરમિયાન કેન્દ્ર સરકારે કોરોના મૃતકો માટે રૂપિયા 4 લાખ રૂપિયાની સહાય આપવા ઓર્ડર કર્યો હતો, એ મુદ્દે તેમણે કહ્યું હતું કે ભારતના ઇતિહાસમાં છેલ્લાં સિત્તેર વર્ષમાં આવું ક્યારેય બન્યું નથી કે સરકારે લોકોને રાહત આપવા માટેનો ઓર્ડર કર્યો હોય અને એ પરત ખેંચવામાં આવ્યો હોય. મોદી સરકારે મોટું મંડળ રાખવું જોઈએ. મોદી સરકાર પાસે અત્યારે છપ્પનની છાતી બતાવવાની તક છે. સરકારે ચાર લાખ નહીં, પરંતુ જો વધુ ગરીબ હોય તો પાંચ લાખ સુધીની સહાય આપવી જોઈએ.

મર્યાદા બહાર નિવેદન ન કરાય-ગેહલોત
રાજસ્થાન સરકારના મંત્રી રાજેન્દ્રએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે રાજસ્થાનના રસ્તાઓ હેમા માલિની જેવા નહીં, પરંતુ કેટરીના કેફના ગાલ જેવા હોવા જોઈએ. હેમા માલિની હવે વૃદ્ધ થઈ ગઈ છે. આ સંદર્ભે અશોક ગેહલોતે જણાવ્યું કે કોઈપણ વ્યક્તિએ મર્યાદાની બહાર જઈને નિવેદન આપવું ન જોઈએ. આમ તો મુખ્યમંત્રી કે મંત્રી કોઈપણ હોય, તેણે મર્યાદાની બહાર જઈને નિવેદન ન આપવું જોઈએ. રાજેન્દ્ર કયા સંદર્ભમાં બોલ્યા છે એનો મને ખ્યાલ નથી, પરંતુ આ પ્રકારનું નિવેદન યોગ્ય નથી એમ વધુમાં ગેહલોતે જણાવ્યું હતું.

ગેહલોતે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા.
ગેહલોતે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા.

અહેમદ પટેલે ગુજરાતની ચિંતા કરી
અહેમદ પટેલ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર રહ્યા હતા. તેમણે હંમેશાં ગુજરાતની ચિંતા કરી હતી. આજે તેમના પુણ્યતિથિના કાર્યક્રમમાં સુરતથી અંકલેશ્વર જવાનું થઈ રહ્યું છે. આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી, પરંતુ અહેમદ પટેલજીને શ્રદ્ધાંજલિ આપવા જઈ રહ્યો છું. એક સમાજસેવી સંસ્થા દ્વારા દિવ્યાંગો માટે જે કામ માનવતાનું થઈ રહ્યું છે. તે કામમાં સહભાગી થવા માટે હું ત્યાં હાજર થવા જાઉં છું એમ વધુમાં અશોક ગેહલોતે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...