સુરતના સિટી લાઈટ વિસ્તારમાં જમનાનગર પોલીસ ચોકી આગળ અણુવ્રત દ્વાર પાસે જાહેરમાં લાંચ લેતા બે લોક રક્ષક દળના જવાનને એસીબીએ રંગેહાથે ઝડપી પાડ્યા હતા. રૂપિયાની લેતી દેતીની એક તરફી તપાસ કરવા રૂપિયા 20 હજારની માગણી કરી રૂપિયા નહિ આપો તો ગુનો દાખલ કરીશ એમ કહેતા ફરિયાદીએ એસીબીની મદદ માંગી હોવાનું બહાર આવ્યું છે.
અરજીના નિકાલ માટે રૂપિયા મગાયા
એસીબીએ જણાવ્યું હતું કે, ઝડપાયેલ પોલીસ કર્મચારી ઉમરા પોલોસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોવાનું અને પૈસાની લેવડ દેવડ બાબતની અરજીની તપાસ કરતા હોવાનું બહાર આવ્યું છે. એટલું જ નહીં પણ જો આ અરજીનો નિકાલ કરવો હોય તો મને રૂપિયા 20 હજાર આપવા પડશે અને નહીં આપે તો ગુનો દાખલ થશે. તેવી ધમકી આપતા ફરિયાદીએ એસીબીના દ્વાર ખખડાવ્યા હતા. ફરીયાદીની ફરીયાદના આધારે એસીબીએ લાંચના છટકાનું આયોજન કર્યું હતું.
એકની ધરપકડ
આરોપીએ ફરીયાદી સાથે મોબાઇલ ઉપર હેતુલક્ષી વાતચીત કરી લાંચિયા પોલીસ કર્મચારી (1) એજાઝ હુસેનભાઈ જુનેજા લોકરક્ષક વર્ગ-3 ઉમરા પોલીસ સ્ટેશન આરોપી નં.(2) અમીતભાઈ ધીરૂભાઈ રબારી લોકરક્ષક વર્ગ-3 ઉમરા પોલીસ સ્ટેશન બન્ને લાંચની રકમ રૂપિયા 20 હજાર લેતા ઝડપાયા ગયા હતા.આરોપી એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આરોપી અમીતભાઈ ધીરૂભાઈ રબારી પકડાય ગયો હતો. જ્યારે એજાઝ હુસેનભાઈ જુનેજા ભાગી જવામાં સફળ થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.