તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માર્ગદર્શન:સુરતમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે બાળકોને યોગા ડાન્સ શીખવાડાયા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બાળકોને યોગ અને ડાન્સ શીખવવામાં આવ્યાં હતાં. - Divya Bhaskar
બાળકોને યોગ અને ડાન્સ શીખવવામાં આવ્યાં હતાં.
  • બાળકોને યોગા માટેની મેટ પણ આપવામાં આવી

કોરોનાના ત્રીજા વેવથી બાળકોનું રક્ષણ થાય તે માટે યોગા ડાન્સ શીખવાડી બાળકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે "વન સ્ટેપ ચેરીટેબલ ટ્રસ્ટ", "મહિલા સુરક્ષા ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા ટીમ સુરત", તથા "અર્હમ યોગ સેન્ટર" સાથે મળી એક અનોખો પ્રયાસ કર્યો. સાથેજ બાળકો યોગા તરફ વધુ પ્રેરાય તે માટે યોગા મેટ આપી પ્રોત્સાહિત કર્યા.

બાળકોને યોગ માટેની મેટ પણ અપાઈ હતી.
બાળકોને યોગ માટેની મેટ પણ અપાઈ હતી.

યોગથી સુરક્ષા કવચ મળી શકે
બાળકોને યોગા તરફ લઈ જવા માટે વાલીઓ અને વિવિધ ફાઉન્ડેશનનો તૈયારી કરી રહ્યા છે જેથી બાળકો કોરોના સંક્રમણ વચ્ચે પોતાની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરીને તેની સામે પડકાર ઝીલી શકે છે. યોગા કરવાથી શ્વાસોશ્વાસની ક્રિયા ખૂબ સારી રીતે થઈ શકે છે. શરીરમાં ઓક્સિજન લેવલ પણ ખૂબ સારી રીતે જળવાઈ રહે છે તેથી બાળકોને અત્યારથી જ યોગા કરવા તરફ પહેરવામાં આવે તો તેમના માટે સુરક્ષા કવચ તૈયાર થઈ શકે છે.

બાળકોને બગીચામાં બેસાડીને યોગના પાઠ શીખવાયા હતાં.
બાળકોને બગીચામાં બેસાડીને યોગના પાઠ શીખવાયા હતાં.

50 બાળકોને યોગ શીખવવાથી શરૂઆત
વન સ્ટેપ ચેરિટેબલ સંસ્થાઓના ફાઉન્ડર રોનક ધ્રુવએ જણાવ્યું કે કોરોના સંક્રમણ કાળ દરમિયાન બાળકોની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને તે હેતુથી 50 જેટલા બાળકોને શીખવાડવાનું શરૂઆત કરી છે. અર્હમ યોગા સેન્ટર દ્વારા બે મહિના સુધી બાળકોને ટ્રેનિંગ આપવામાં આવશે . બાળકોને યોગ તરફ પ્રોત્સાહન આપવા જઈ સાથે કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.